Upcoming IPO : ડિસેમ્બરમાં 10 કંપનીઓ IPO લાવશે, 10000 કરોડ એકત્ર કરવાનો લક્ષ્યાંક

RateGain નો રૂ. 1,335 કરોડનો IPO 7 થી 9 ડિસેમ્બર સુધી લોકો માટે ખુલ્લો રહેશે. બીજી તરફ, આનંદ રાઠી વેલ્થનો IPO 2 ડિસેમ્બરે રિલીઝ થશે. આ સિવાય બીજી ઘણી કંપનીઓ છે જેણે IPO માટે તૈયારી કરી છે.

Upcoming IPO  : ડિસેમ્બરમાં 10 કંપનીઓ IPO લાવશે, 10000 કરોડ એકત્ર કરવાનો લક્ષ્યાંક
Upcoming IPO
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 02, 2021 | 8:38 AM

નવેમ્બરની જેમ ડિસેમ્બર મહિનો પણ IPO ની ભરમાર રહેવાની છે. ડિસેમ્બર મહિનામાં 10 કંપનીઓ કતારમાં છે જે IPO દ્વારા તેમના શેર વેચશે. આ મહિનામાં શેરબજારમાં આશરે રૂ 10,000 કરોડનો IPO આવશે. મર્ચન્ટ બેન્કિંગના સૂત્રોમાંથી આ માહિતી બહાર આવી છે. આ સાથે સ્ટાર હેલ્થ એન્ડ એલાઈડ ઈન્સ્યોરન્સ અને ટેગા ઈન્ડસ્ટ્રીઝના આઈપીઓનું સબસ્ક્રીપ્શન હજુ ચાલુ છે.

નવેમ્બર મહિનામાં જ દેશની 10 કંપનીઓએ તેમના IPO પૂર્ણ કર્યા છે. હવે, જે કંપનીઓ ડિસેમ્બરમાં તેમનો IPO લાવી શકે છે, તેમાં ટ્રાવેલ અને હોસ્પિટાલિટી સર્વિસ પ્રોવાઈડર રેટગેઈન ટ્રાવેલ ટેક્નોલોજી અને આનંદ રાઠી વેલ્થ લિમિટેડના નામ સૌથી આગળ છે. આનંદ રાઠી વેલ્થ લિમિટેડ એ મુંબઈ સ્થિત ફાયનાન્શીયલ ગ્રુપ આનંદ રાઠીનો એક ભાગ છે.

આ કંપનીઓ રોકાણની તક લાવશે RateGain નો રૂ. 1,335 કરોડનો IPO 7 થી 9 ડિસેમ્બર સુધી લોકો માટે ખુલ્લો રહેશે. બીજી તરફ, આનંદ રાઠી વેલ્થનો IPO 2 ડિસેમ્બરે રિલીઝ થશે. આ સિવાય બીજી ઘણી કંપનીઓ છે જેણે IPO માટે તૈયારી કરી છે. તેમાં ગ્લોબલ હેલ્થ લિમિટેડનો સમાવેશ થાય છે જે મેદાંતા બ્રાન્ડ હેઠળ હોસ્પિટલ ચેઇન ચલાવે છે. ફાર્મસી રિટેલ ચેઇન મેડ પ્લસ હેલ્થ સર્વિસિસ અને હેલ્ડિયમ મેડડેટ પણ કતારમાં છે. આ કંપનીઓ ઉપરાંત મેટ્રો બ્રાન્ડ, શ્રીરામ પ્રોપર્ટીઝ, AGS ટ્રાન્ઝેકટ ટેક્નોલોજીસ, શ્રી બજરંગ પાવર એન્ડ ઈસ્પાત અને VLCC હેલ્થકેર પણ તેમના IPO લાવી શકે છે. આ કંપનીઓના દસ્તાવેજો હાલમાં સમીક્ષાના તબક્કામાં છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

બજારમાં તેજીનો લાભ ઈન્વેસ્ટમેન્ટ બેન્કર્સે પીટીઆઈને જણાવ્યું હતું કે આ તમામ કંપનીઓ ડિસેમ્બર મહિનામાં આઈપીઓ દ્વારા રૂ. 10,000 કરોડ એકત્ર કરી શકે છે. કંપનીઓ IPOની મદદથી ફંડ એકત્ર કરશે અને તેનાથી બિઝનેસ વધારવામાં મદદ મળશે. આમાંથી કેટલાક IPO OFS એટલે કે ‘ઓફર ફોર સેલ’ હેઠળ જારી કરવામાં આવશે. OFS ની મદદથી, ખાનગી ઇક્વિટી કંપનીઓ અથવા પ્રમોટર્સ તેમના હોલ્ડિંગ વેચીને રોકડ એકત્ર કરી શકે છે. LearnApp.comના સ્થાપક અને CEO પ્રતિક સિંહા કહે છે કે IPO આવવાના કારણે ઈક્વિટી માર્કેટમાં મોટો ઉછાળો જોવા મળી શકે છે.

પ્રતીક સિન્હા કહે છે, “બુલ માર્કેટમાં કોઈપણ કંપની માટે IPO એ શ્રેષ્ઠ તક છે. આ જ કારણ છે કે દરેક કંપની એવા સમયે IPO લાવવાની રાહ જોતી હોય છે જ્યારે બજારમાં શેરના ભાવ ઊંચા હોય છે. કંપનીઓ બજારમાં લોકોના ઉત્સાહનો લાભ લેવા માંગે છે અને આમાં તેમને સફળતા પણ મળે છે. અત્યારે IPOમાં રોકાણકારો તરફથી ઘણી અરજીઓ મળી રહી છે અને IPOનું સબ્સ્ક્રિપ્શન અનેકગણું વધી રહ્યું છે. આ કારણે કંપનીઓ IPO દ્વારા જંગી રકમ એકત્ર કરી રહી છે.

આ પણ વાંચો :  LPG Portability : હવે તમે પસંદગીના ડિસ્ટ્રીબ્યુટર પાસે LPG Cylinder મંગાવી શકશો , જાણો કેવી રીતે?

આ પણ વાંચો : Petrol Diesel Price Today : આજે દિલ્લીમાં 1 લીટર પેટ્રોલની કિંમત 95.41 રૂપિયા, જાણો તમારા શહેરની કિંમત શું છે?

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">