LPG Portability : હવે તમે પસંદગીના ડિસ્ટ્રીબ્યુટર પાસે LPG Cylinder મંગાવી શકશો , જાણો કેવી રીતે?

ડિજિટલ એલપીજી પોર્ટેબિલીટી હેઠળ ગ્રાહક મોબાઇલ એપ્લિકેશન / પોર્ટલ દ્વારા લોગ ઇન કરીને ડિસ્ટ્રિબ્યુટરની પસંદગી કરી શકશે. જો તમે ઇચ્છો તો તમે સિલિન્ડર રિફિલ બુક કરી શકો છો અથવા અન્ય સુવિધાઓનો લાભ લઈ શકો છો.

LPG Portability : હવે તમે પસંદગીના ડિસ્ટ્રીબ્યુટર પાસે LPG Cylinder મંગાવી શકશો , જાણો કેવી રીતે?
LPG Cylinder
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 02, 2021 | 8:21 AM

એલપીજી સિલિન્ડર(lpg cylinder) ડિસ્ટ્રીબ્યુશનને લઈ સરકારે એક મહત્વની જાહેરાત કરી છે. ગ્રાહક હવે તેમની ઇચ્છા મુજબ ડિલિવરી ડિસ્ટ્રિબ્યુટરની પસંદગી કરી શકશે અને તેમની સુવિધા મુજબ કોઈપણ કંપનીનો ગેસ લઈ શકશે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય ટૂંક સમયમાં નવી સેવા શરૂ કરવા જઈ રહ્યું છે. જેનું નામ ડિજિટલ એલપીજી પોર્ટેબિલિટી(digital lpg portability) છે. આમાં ગ્રાહકો એલપીજી સિલિન્ડર વિતરકની પસંદગી કરી શકે છે.

ડિજિટલ એલપીજી પોર્ટેબિલીટી હેઠળ ગ્રાહક મોબાઇલ એપ્લિકેશન / પોર્ટલ દ્વારા લોગ ઇન કરીને ડિસ્ટ્રિબ્યુટરની પસંદગી કરી શકશે. જો તમે ઇચ્છો તો તમે સિલિન્ડર રિફિલ બુક કરી શકો છો અથવા અન્ય સુવિધાઓનો લાભ લઈ શકો છો. તમે ડિસ્ટ્રીબ્યુટરનું રેટિંગ જોઈ શકો છો જેથી ગ્રાહકોને ડિસ્ટ્રિબ્યુટર પસંદ કરવામાં કોઈ તકલીફ ન પડે.

જો રેટિંગ ખરાબ હોય તો ગ્રાહકો બુકિંગ સમયે ડિસ્ટ્રીબ્યુટર બદલી શકશે એપ ઉપરાંત રાંધણ ગેસના ગ્રાહકો ઈન્ડિયન ઓઈલની સત્તાવાર વેબસાઈટ પર જઈને LPG સિલિન્ડર વિતરક પણ પસંદ કરી શકે છે. ગ્રાહકો પોતાની પસંદગી મુજબ રિફિલ ડિસ્ટ્રીબ્યુટર પસંદ કરી શકે છે. એપ્લિકેશન અને વેબસાઇટ બંને પર, ગ્રાહકો તેમના ક્ષેત્રમાં વિતરકોની સંપૂર્ણયાદી તેમજ સેવા અંગે અન્ય ગ્રાહકો દ્વારા આપવામાં આવેલા રેટિંગ્સને જાણશે. આવી સ્થિતિમાં, જો ડિસ્ટ્રીબ્યુટરનું રેટિંગ બગડે તો ગ્રાહક સરળતાથી અન્ય એલપીજી ડિસ્ટ્રીબ્યુટર પસંદ કરી શકશે. IOC અનુસાર, ગ્રાહક બુકિંગ સમયે પસંદગીના ડિસ્ટ્રીબ્યુટરની પસંદગી પણ કરી શકશે. અમે તમને જણાવી દઈએ કે જો તમારી પાસે અન્ય કોઈ કંપનીનું ગેસ કનેક્શન છે તો તમે કંપનીના વિતરક પાસેથી સિલિન્ડર તો જ મેળવશો જો તમે તેની એપ અથવા વેબસાઈટ દ્વારા બુક કરાવશો.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

ઓનલાઇન પેમેન્ટ થશે એલપીજી ગ્રાહકો UMANG એપ્લિકેશન અથવા ભારત બિલ પે સિસ્ટમ દ્વારા પણ એલપીજી રિફિલ બુક કરાવી શકે છે. ચુકવણી માટે ગ્રાહકોને ઓનલાઇન પેમેન્ટ વિકલ્પ પણ મળશે. તમે એમેઝોન અથવા પેટીએમ વગેરે જેવા ડિજિટલ મોડ દ્વારા ચુકવણી કરી શકશો.

કેવી રીતે એલપીજી સિલિન્ડર બુક કરી શકાય 1. મોબાઈલ એપ અથવા IOC ના પોર્ટલની મુલાકાત લઈને લોગીન કરો. 2. આ પછી એલપીજી વિતરકોની સંપૂર્ણ યાદી અને રેટિંગ બતાવવામાં આવશે. 3. ઇચ્છિત વિતરકના નામ પર ક્લિક કરો. 4. માંગવામાં આવેલી વિગતો ભર્યા પછી સિલિન્ડર બુક કરવામાં આવશે. 5. તમે સરકારી એપ UMANG થી રિફિલ પણ બુક કરાવી શકો છો. 6. રિફિલ બુકિંગની ચુકવણી ભારત બિલ પે સિસ્ટમ એપથી કરી શકાય છે. 7. આ સિવાય એમેઝોન અને પેટીએમથી પણ પેમેન્ટ કરી શકાય છે.

આ પણ વાંચો : Petrol Diesel Price Today : આજે દિલ્લીમાં 1 લીટર પેટ્રોલની કિંમત 95.41 રૂપિયા, જાણો તમારા શહેરની કિંમત શું છે?

આ પણ વાંચો : સોવરેન ગોલ્ડ બોન્ડમાં શા માટે રોકાણ કરવું જોઈએ, SBIએ જણાવ્યા 6 મોટા ફાયદા, 3 ડિસેમ્બર સુધી છે તક

g clip-path="url(#clip0_868_265)">