AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MONEY9: તમારી પર્સનલ લોન પર ક્યું વ્યાજ લાગે છે? ફ્લેટ કે રિડ્યુસિંગ ? શેમાં છે ફાયદો ?

MONEY9: તમારી પર્સનલ લોન પર ક્યું વ્યાજ લાગે છે? ફ્લેટ કે રિડ્યુસિંગ ? શેમાં છે ફાયદો ?

Divyesh Nagar
| Edited By: | Updated on: Mar 11, 2022 | 8:00 AM
Share

તમારે પર્સનલ લોન લેતાં પહેલાં સમજી લેવું જોઇએ કે તેના પર વ્યાજ કેવી રીતે વસૂલવામાં આવી રહ્યું છે? ફ્લેટ રેટ, રિડ્યુસિંગ રેટ કે ફ્લોટિંગ રેટ? આવો આ ત્રણેય વચ્ચેનો તફાવત તમને આ વીડિયોમાં સમજાવીએ.

આપણે પૈસાની જરૂર હોય છે ત્યારે ઉતાવળમાં પર્સનલ લોન (PERSONAL LOAN) તો લઇ લઇએ છીએ પરંતુ તેના પર કેવા પ્રકારનું વ્યાજ (INTEREST) વસૂલવામાં આવે છે તેની ભાગ્યે જ પૃચ્છા કરીએ છીએ. લોન પર ફલેટ રેટ, રિડ્યુસિંગ રેટ (REDUCING RATE) અને ફ્લોટિંગ એમ ત્રણ પ્રકારના વ્યાજ વસૂલવામાં આવે છે. ફ્લેટ વ્યાજ દર, તમારી લોનની સંપૂર્ણ અવધિ દરમિયાન એક સમાન રહે છે અને તે લોનની કુલ રકમ પર ગણવામાં આવે છે. જ્યારે રિડ્યુસિંગ રેટમાં લોનની અવધિ દરમિયાન વ્યાજ ધીમે-ધીમે ઘટતું જાય છે. રિડ્યુસિંગ રેટ બાકી રહેતી મુદલ પર લાગુ થાય છે. જો તમારા વ્યાજ દર ફ્લોટિંગ છે, તો રેપો રેટ જેવા બેન્ચમાર્ક દરોમાં થતાં ફેરફારના આધારે, વધી કે ઘટી શકે છે. સ્પષ્ટ છે કે, રિડ્યુસિંગ ઇંટરેસ્ટ રેટથી જ ગ્રાહકોને મહત્તમ ફાયદો છે.

જે લોકોને બેન્ક પાસેથી લોન નથી મળતી તેઓ NBFC એટલે કે નોન-બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ પાસે જાય છે. કારણ સીધું છે, NBFC પાસેથી ઓછા સમયમાં, સરળતાથી અને ઓછી યોગ્યતા હોવા છતાં લોન મળી જાય છે. NBFC લોન આપવામાં ઉદાર હોય છે, જ્યારે બેન્કોની લોન એપ્રુવલ પ્રોસેસ કડક હોય છે. આ જ કારણસર છે કે, બેંકની સરખામણીએ NBFCના વ્યાજ દર ઊંચા હોઈ શકે છે.

ગ્રાહકોએ લોન લેવા માટે સૌપ્રથમ તે બેંક પાસે જવું જોઈએ જ્યાં તે પહેલેથી એકાઉન્ટ ધરાવે છે. તે બેંક પાસે પહેલેથી જ તમારી ક્રેડિટ હિસ્ટ્રી ઉપલબ્ધ હશે. એટલે ત્યાંથી તમને ઓછા સમયમાં ઓછા વ્યાજ દરવાળી લોન મળી શકે છે. કેટલીક બેન્કો તેમના ગ્રાહકોને પ્રિ-એપ્રૂવ્ડ લોન પણ ઓફર કરે છે અને જો તે મળી જાય, તો કહેવું જ શું?

આ પણ જુઓ

આ ટેવો અપનાવો અને તમારા ક્રેડિટ સ્કોરને બગડતા અટકાવો

આ પણ જુઓ

CIBIL સ્કોર મફતમાં જોવા શું કરવું? કોણ બનાવે છે આ સ્કોર?

g clip-path="url(#clip0_868_265)">