દેશની વેપાર ખોટ વિક્રમી ઊંચી સપાટીએ પહોંચી, જૂનમાં નિકાસની સાથે આયાતમાં પણ વધારો

વેપાર ખાધમાં તીવ્ર વધારો થવા પાછળનું કારણ સોના (Gold) અને ક્રૂડ ઓઈલની આયાતમાં (Import) ઉછાળો છે. ગુરુવારે જાહેર કરવામાં આવેલા સરકારી આંકડામાં આ માહિતી મળી છે.

દેશની વેપાર ખોટ વિક્રમી ઊંચી સપાટીએ પહોંચી, જૂનમાં નિકાસની સાથે આયાતમાં પણ વધારો
Export (Symbolic Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 14, 2022 | 11:28 PM

જૂન મહિનામાં દેશની નિકાસ (Export) 23.52 ટકા વધીને 40.13 અબજ ડોલર થઈ છે. જ્યારે, વેપાર ખાધ (Trade Deficit) વધીને 26.18 બિલિયન ડોલરના રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે. વેપાર ખાધમાં તીવ્ર વધારો થવા પાછળનું કારણ સોના (Gold) અને ક્રૂડ ઓઈલની આયાતમાં (Import) ઉછાળો છે. ગુરુવારે જાહેર કરવામાં આવેલા સરકારી આંકડામાં આ માહિતી મળી છે. મે મહિનામાં દેશની નિકાસમાં 20.55 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી. તે જ સમયે, દેશની આયાત જૂનમાં 57.55 ટકા વધીને 66.31 અબજ ડોલર થઈ ગઈ છે.

ક્રૂડ ઓઈલની આયાત બમણી થઈ

વાણિજ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે જૂન 2022માં મર્ચેન્ડાઇઝ ટ્રેડ ડેફિસિટ 26.18 બિલિયન ડોલર હતી. જૂન 2021માં આ આંકડો 9.60 બિલિયન ડોલર હતો. તેમાં 172.72 ટકાનો વધારો થયો છે.

જૂનમાં ક્રૂડ ઓઈલની આયાત લગભગ બમણી થઈને 21.3 બિલિયન ડોલર થઈ ગઈ છે. સમીક્ષા હેઠળના મહિનામાં કોલસા અને કોકની આયાત બમણાથી વધુ વધીને 6.76 બિલિયન ડોલર થઈ ગઈ છે. જૂન 2021માં તે 1.88 બિલિયન ડોલર હતી. સોનાની આયાતમાં પણ તીવ્ર વધારો થયો છે. તે લગભગ 183 ટકા વધીને 2.74 બિલિયન ડોલર થયું છે. જૂન 2021 માં, કોરોના મહામારીની બીજી લહેરને કારણે આયાતમાં ઘટાડો થયો હતો. આયાતમાં ઘટાડો થવાને કારણે જૂન 2021માં વેપાર ખાધ પણ ઘટીને 9.6 બિલિયન ડોલર થઈ ગઈ હતી.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

પેટ્રોલિયમ ઉત્પાદનોની નિકાસ વધી

એપ્રિલ-જૂન 2022-23માં સંચિત નિકાસ 24.51 ટકા વધીને 118.96 બિલિયન ડોલર થઈ છે. જ્યારે આ સમયગાળા દરમિયાન આયાત 49.47 ટકા વધીને 189.76 અબજ ડોલર થઈ છે. આ નાણાકીય વર્ષના પ્રથમ ત્રણ મહિનામાં વેપાર ખાધ વધીને 70.80 બિલિયન ડોલર થઈ ગઈ છે. એક વર્ષ અગાઉના સમયગાળા દરમિયાન તે 31.42 બિલિયન ડોલર હતી.

નિકાસના મોરચે, પેટ્રોલિયમ ઉત્પાદનોની આઉટબાઉન્ડ શિપમેન્ટ બમણાથી વધુ વધીને 8.65 બિલિયન ડોલર થઈ છે. જેમ્સ અને જ્વેલરીનું શિપમેન્ટ 25 ટકા વધીને 3.53 બિલિયન ડોલર થયું છે. કાપડ, ચોખા, તેલના બીજ, ચા, એન્જિનિયરિંગ અને માંસ, ડેરી ઉત્પાદનોમાં પણ છેલ્લા મહિનામાં સકારાત્મક વૃદ્ધિ જોવા મળી છે. જોકે, આયર્ન ઓર, હેન્ડીક્રાફ્ટ, પ્લાસ્ટિક, હેન્ડલૂમ પ્રોડક્ટ્સ, કાર્પેટમાં જૂનમાં નકારાત્મક વૃદ્ધિ જોવા મળી છે.આંકડાઓ પર બોલતા, Icra લિમિટેડના મુખ્ય અર્થશાસ્ત્રી અદિતિ નાયરે જણાવ્યું હતું કે વેપાર ખાધ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ચાલુ ખાતાની ખાધને પણ અસર કરે તેવી અપેક્ષા છે.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">