ઘડપણમાં લાચાર બન્યા વિના કમાણી ચાલુ રાખવી હોય તો આ યોજના કરશે તમને મદદ, જાણો સમગ્ર વિગત
લોકો જુવાનીના સમયથી ઘડપણને સુરક્ષિત રાખવા બચત કરતા હોય છે.ભાવિ પેઢી ઉપર નિર્ભર ન રહી નિવૃત્તિ બાદ પણ આવકનો સ્ત્રોત ચાલુ રાખવા માંગતા લોકો માટે National Pension Scheme – NPS ઘડપણનો મજબૂત આધારસ્થંભ બની શકે છે. જો તમે રિટાયરમેન્ટના પછી પણ સારી કમાણી શોધી રહ્યા છો તો NPS તરફ ચોક્કસ ધ્યાન આપવું જોઈએ . આ […]
લોકો જુવાનીના સમયથી ઘડપણને સુરક્ષિત રાખવા બચત કરતા હોય છે.ભાવિ પેઢી ઉપર નિર્ભર ન રહી નિવૃત્તિ બાદ પણ આવકનો સ્ત્રોત ચાલુ રાખવા માંગતા લોકો માટે National Pension Scheme – NPS ઘડપણનો મજબૂત આધારસ્થંભ બની શકે છે. જો તમે રિટાયરમેન્ટના પછી પણ સારી કમાણી શોધી રહ્યા છો તો NPS તરફ ચોક્કસ ધ્યાન આપવું જોઈએ . આ યોજના 60 વર્ષની વય પછી પણ 50,000 રૂપિયાસુધી માસિક પેંશન આપી શકે છે.National Pension Scheme (NPS) એકાઉન્ટ પોતાના અથવા જીવનસાથીના નામે ખોલાવી શકાય છે.
NPSમાં રોકાણકાર પોતાની સગવડ અનુસાર દર મહિને અથવા વાર્ષિક પૈસા જમા કરી શકે છે. યોજનામાં 1000 રૂપિયાથી રોકાણ શરૂ કરી શકાય છે જેને 65 વર્ષની વય સુધી ચલાવી શકાય છે. 5000 રૂપિયા મહિને રોકાણ 30 વર્ષ સુધી કરવામાં આવે તો તો 10 ટકા રિટર્ન સાથે 60 વર્ષની ઉંમરે અકાઉન્ટમાં 1.12 કરોડ રૂપિયા મળશે . પાકતી મુદતે 45 લાખ રૂપિયાની રકમ ઉપરાંત દર મહિને આજીવન 45000 રૂપિયાની માસિક પેન્શન મળશે. આ સ્કીમમાં ટેક્સ બેનિફિટ પણ છે. ઇનકમ ટેક્સ એક્ટના સેક્શન 80 Cના હેઠળ 1.5 લાખ રૂપિયા સિવાય 50,000 રૂપિયાનો બેનિફિટ ટેક્સ લઈ શકાય છે.
National Pension Scheme – NPS વિશેની માહિતી * 1000 રૂપિયાથી રોકાણ શરૂ કરી શકાય છે * ૬૫ વર્ષની વય સુધી રોકાણ કરી શકાય છે * રૂપિયા ૫ હજાર માસિક રોકાણનું ૩૦ વર્ષ પછી રૂપિયા ૧.૧૨ કરોડ વળતર મળે છે * ઇન્કમ ટેક્સ એક્ટના સેક્શન 80 Cના હેઠળ લાભ મળે છે
આ પણ વાંચોઃ