AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ ઘરેલુ ઉપાય તમને જણાવશે કે સિલિન્ડરમાં કેટલો LPG બાકી છે, જાણો પ્રક્રિયા

ઘરમાં અચાનક એલપીજી સિલિન્ડર(LPG Cylinder ) પૂરો થઇ જવો એ કાયમી સમસ્યા છે.

આ ઘરેલુ ઉપાય તમને જણાવશે કે સિલિન્ડરમાં કેટલો LPG બાકી છે, જાણો પ્રક્રિયા
LPG CYLINDER RATE TODAY
| Updated on: Jun 10, 2021 | 7:30 AM
Share

ઘરમાં અચાનક એલપીજી સિલિન્ડર(LPG Cylinder ) પૂરો થઇ જવો એ કાયમી સમસ્યા છે. આ પરિસ્થિતિ દર એક બે મહિને બધાના ઘરે આવે છે. આવી સ્થિતિમાં જો આપણી પાસે બેકઅપમાં બીજું સિલિન્ડર હોય તો કોઈ સમસ્યા આવતી નથી પરંતુ જો ફક્ત એકજ સિલિન્ડર હોય અથવા બીજો ખાલી છે તો સમસ્યા વધે છે.

ઉજ્જવલા ગેસ યોજનાના માધ્યમથી મોદી સરકાર એલપીજીને છેવાડાના ગામડાઓ સુધી લઈ ગઈ છે. આવી સ્થિતિમાં ઘણી વખત રાત્રે સિલિન્ડર પૂરો થઈ જાય છે ત્યારે વિકલ્પ રહેતો નથી. શહેરોના વ્યસ્ત જીવનમાં, સિલિન્ડર ભરવાનો તરત પણ સમય મળતો નથી.

આવા સમયે પ્રશ્ન ઉઠે કે સિલિન્ડર પારદર્શક હોત તો તળિયું જોઈ શક્ય હોત પણ આ વિકલ્પ ઉપલબ્ધ નથી ત્યારે સિલિન્ડર પૂરો થાય તેના થોડા સમય પેહલા જાણવાના પ્રયાસ કરવા જોઈએ. તે કેટલું સરળ બને જો તમને ખબર પડે કે હવે સુધીમાં તમારું સિલિન્ડર થોડા દિવસોમાં પૂરું થવાનું છે. તદનુસાર આપણે નવા સિલિન્ડરને પણ બુક કરી શકીએ છીએ.

સિલિન્ડરમાં કેટલો ગેસ બાકી છે તે જાણવાની ઘરેલુ રીત તમારા સિલિન્ડરમાં કેટલો ગેસ છે તે શોધવા માટે પહેલા કપડાને પાણીમાં પલાળીને ભીનો કરો. હવે આ ભીના કપડાથી સિલિન્ડર ઉપર એક જાડી લાઈન બનાવો. હવે થોડી રાહ જુઓ. હવે તમારા સિલિન્ડરનો જે ભાગ ખાલી છે તે પાણી ઝડપથી સુકાઈ જશે અને જ્યાં સુધી ગેસ છે ત્યાં સુધી પાણી મોડા સુકાશે. આ રીતે તમે તમારા સિલિન્ડરમાં ગેસનો જથ્થો સરળતાથી જાણી શકો છો. અસલમાં LPG ઠંડો ગેસ છે અને માટે સિલિન્ડરનો ખાલી ભાગ થોડો ગરમ રહે છે. ભીનું કપડું મુકવામાં આવે ત્યારે ખાલી ભાગનું પાણી ઝડપથી સુકાઈ જાય છે અને ગેસથી ભરેલો ભાગ ઠંડો હોય છે તેથી ભાગનું પાણી મોડા સુકાય છે.

Ujjwala scheme હેઠળ 1 કરોડ નવા જોડાણોનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવશે. 1 ફેબ્રુઆરીના રોજ બજેટ રજૂ કરતાં નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (Pradhan Mantri Ujjwala Yojana) હેઠળ 1 કરોડ વધુ નવા જોડાણો વિના મૂલ્યે વિતરણ કરવામાં આવશે. માહિતી અનુસાર પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે આગામી તબક્કાની રૂપરેખા તૈયાર કરી છે. માનવામાં આવી રહ્યું છે કે આ મહિને જાહેરાતનો અમલ થશે. ઉજ્જવલા યોજના અંતર્ગત ગરીબી રેખા નીચે આવતા પરિવારોને નિ:શુલ્ક રસોઈ ગેસ (LPG) જોડાણો વિતરણ કરવામાં આવે છે. 31 જાન્યુઆરી 2021 સુધી આ યોજના હેઠળ 8.3 કરોડ એલપીજી (LPG) જોડાણનું વિતરણ કરવામાં આવ્યું છે. સરકાર માટે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓની યાદી પણ મહત્વપૂર્ણ છે કારણ કે તેને આધાર તરીકે ધ્યાનમાં લેતા, સરકાર જરૂરિયાતમંદોને વિવિધ યોજનાઓ અને લાભ પ્રદાન કરે છે.

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">