TATA STEEL ખરીદે શકે છે આ સરકારી કંપની, જાણો શું છે પ્લાન?

|

Aug 18, 2021 | 12:24 PM

આર્થિક બાબતોની કેબિનેટ સમિતિ (CCEA) એ 27 જાન્યુઆરીએ RINL માં સરકારના સમગ્ર હિસ્સાના વિનિવેશને સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી. RINL ને વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ અથવા વિઝાગ સ્ટીલ પણ કહેવામાં આવે છે. RINLના હસ્તાંતરણમાં ટાટા સ્ટીલના રસ વિશે પૂછવામાં આવ્યું ત્યારે નરેન્દ્રએ હકારાત્મક જવાબ આપ્યો હતો.

સમાચાર સાંભળો
TATA STEEL  ખરીદે શકે છે આ સરકારી કંપની, જાણો શું છે પ્લાન?
TATA STEEL

Follow us on

સ્થાનિક સ્ટીલ કંપની ટાટા સ્ટીલ(TATA Steel)ના સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર ટીવી નરેન્દ્રને જણાવ્યું હતું કે તેમની કંપની જાહેર ક્ષેત્રની નેશનલ સ્ટીલ કોર્પોરેશન લિમિટેડ (RINL) હસ્તગત કરવા આતુર છે. સ્ટીલ મંત્રાલય હેઠળ RINL આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતે સ્થિત છે અને 73 લાખ ટનની ક્ષમતા ધરાવતો પ્લાન્ટ ચલાવે છે. ભારતમાં પ્રથમ કોસ્ટલ ઈન્ટીગ્રેટેડ સ્ટીલ પ્લાન્ટ છે.

આર્થિક બાબતોની કેબિનેટ સમિતિ (CCEA) એ 27 જાન્યુઆરીએ RINL માં સરકારના સમગ્ર હિસ્સાના વિનિવેશને સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી. RINL ને વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ અથવા વિઝાગ સ્ટીલ પણ કહેવામાં આવે છે. RINLના હસ્તાંતરણમાં ટાટા સ્ટીલના રસ વિશે પૂછવામાં આવ્યું ત્યારે નરેન્દ્રએ હકારાત્મક જવાબ આપ્યો હતો.

એક ન્યુઝ એજન્સીસાથેની વાતચીતમાં તેમને જણાવ્યું હતું કે “હા! એક્વિઝિશન દ્વારા વૃદ્ધિ સાથે તે પણ એક મહાન તક છે કારણ કે તે પૂર્વમાં તેમજ દક્ષિણમાં છે … તે એક તટવર્તી પ્લાન્ટ છે તેથી તેના ઘણા ફાયદા છે.” 22,000 એકર જમીન અને તેની પાસે ગંગાવરમ બંદર છે જ્યાં કોકિંગ કોલ જેવો કાચો માલ આવે છે.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

નરેન્દ્રને વધુમાં જણાવ્યું હતું કે ટાટા સ્ટીલે ઓડિશા સ્થિત સ્ટીલ ઉત્પાદક નીલાચલ ઇસ્પાત નિગમ લિમિટેડ (NINL) માટે લેટર ઓફ ઇન્ટરેસ્ટ (EOI) પણ રજૂ કર્યું છે. NINL એ ચાર કેન્દ્રીય PSUs – MMTC, નેશનલ મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NMDC), ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ (BHEL) અને મેકોન અને બે ઓડિશા સરકારી કંપનીઓ IPICOL અને ઓડિશા માઇનિંગ કોર્પોરેશન (OMC) સાથે સંયુક્ત સાહસ કંપની છે.

TATA ગ્રુપની આ કંપની પણ મજબૂત સ્થિતિમાં 
દેશની સૌથી મોટી આઇટી કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS) એ આજે ઇતિહાસ રચ્યો છે. TCS ના શેર આજના કારોબારમાં નવી ઊંચાઈએ પહોંચ્યા હતા. TCS નું માર્કેટ કેપ પ્રથમ વખત 13 લાખ કરોડ રૂપિયાને કરી ગયું છે. ટેક મહિન્દ્રા(Tech Mahindra), કોફોર્જ(Coforge),, ટીસીએસ(TCS), માઈન્ડટ્રી (Mindtree) અને એમફાસીસ(Mphasis)માં સારી ખરીદીના કારણે બજાર નવી વિક્રમી સપાટીએ બંધ થવામાં સફળ રહ્યું હતું.

માર્કેટ કેપની દ્રષ્ટિએ દેશની બીજી સૌથી મોટી કંપની TCS નો શેર સેન્સેક્સ પર 3,595.00 સર્વોચ્ચ સપાટીએ નોંધાયો છે. આજના કારોબારમાં શેર 3,573.85સપાટીએ ખુલ્યો હતો . BSE પર સ્ટોક 52 સપ્તાહની સર્વોચ્ચ સપાટીએ પહોંચતાની સાથે માર્કેટ કેપ વધીને 13.20 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે.

 

આ પણ વાંચો :  Gold Price Today : સોનાનાં રોકાણકારો માટે મહત્વના સમાચાર, 1 તોલા સોનું 50,000 ના સ્તરે પહોંચવાના મળી રહ્યા છે સંકેત, જાણો શું છે નિષ્ણાંતોની સલાહ

આ પણ વાંચો : કર્મચારીઓ માટે સારા સમાચાર ! નિવૃત્તિની ઉંમર અને પેન્શનની રકમ વધવાના મળી રહ્યા છે સંકેત, જાણો શું છે સરકારની યોજના

Next Article