આ 5 શેર તમને બનાવી શકે છે માલામાલ, એક મહિનામાં 77% સુધી રિટર્ન મેળવવાની છે તક, જાણો વિગતવાર
જો તમે શેરબજાર(Share Market)માં તમારા નાણાંનું રોકાણ કરો છો, તો આ સ્ટોક્સ(stocks) ટૂંકા સમયમાં વધુ વળતર આપી શકે છે. જો

જો પૈસાનું યોગ્ય જગ્યાએ રોકાણ(Investment) કરવામાં આવે તો તે ઓછા સમયમાં પણ સારું વળતર આપી શકે છે. વેપાર આના માટે વધુ સારો વિકલ્પ છે. જો તમે શેરબજાર(Share Market)માં તમારા નાણાંનું રોકાણ કરો છો, તો આ સ્ટોક્સ(stocks) ટૂંકા સમયમાં વધુ વળતર આપી શકે છે. જો કે આમાં બજારનું જોખમ છે. નિષ્ણાતો દ્વારા સૂચવાયેલ શેર પર ભરોસો રાખી તમે જોખમને ધ્યાને લઈ રોકાણ કરો તો ફાયદો થઈ શકે છે. આજે અમે તમને આવા 5 શેરો વિશે જણાવવા જઈ રહ્યા છે જે 49 થી 77 ટકા રિટર્ન આપી શકે છે.
PVR ટ્રેડિંગ કંપનીઓના જણાવ્યા અનુસાર PVR સારું વળતર આઓઇ શકે છે. PVR ના શેર માટે 1800 રૂપિયાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે જે એક મહિનામાં પ્રાપ્ત થઈ શકે છે. આ શેર 77 ટકા સુધીની કમાણી કરાવી શકે છે. અત્યારે આ શેરની કિંમત આશરે 1,062 રૂપિયા છે આગામી દિવસોમાં આમાં મોટો ઉછાળો આવી શકે છે.
Federal Bank નિષ્ણાંતોના મતે ફેડરલ બેંકના શેર લેવાનું પણ ફાયદાકારક સોદો થઈ શકે છે. તમે આ સ્ટોક પર 53 ટકા સુધીનો નફો મેળવી શકો છો. આ શેરનો લક્ષ્યાંક 110 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે. લોકો બેંકોમાં લોન માટે વધુ અરજી કરી રહ્યા છે તેથી તેમાં નાણાંનું રોકાણ કરવું ફાયદાકારક રહેશે.
IDFC First Bank જાણીતી બ્રોકિંગ ફર્મ અનુસાર આઈડીએફસી ફર્સ્ટ બેંકમાં રોકાણ કરવાથી ફાયદો થઈ શકે છે. આમાં તમે 52 ટકા વળતર મેળવી શકો છો. તેના શેર માટે 77 રૂપિયાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે, જે એક મહિનામાં પ્રાપ્ત થઈ શકે છે.
NRB Bearing એનઆરબી બેરિંગ્સના શેરમાં રોકાણ કરવાથી ફાયદો થઈ શકે છે. આ સમયે તેની કિંમત 102 રૂપિયા છે. નિષ્ણાતોએ તેનું લક્ષ્ય 150 રૂપિયા રાખ્યું છે તે ટૂંક સમયમાં આ લક્ષય પર પહોંચી શકે છે. આ સ્ટોક તમને 49 ટકા રિટર્ન આપી શકે છે.
Escort ખેતીખેતીમાં ઘણો વિકાસ થયો છે. પાકની લણણી માટે કૃષિ મશીનરીની જરૂર પડે છે. આ સ્થિતિમાં, કોઈ પણ વ્યક્તિ એસ્કોર્ટ્સ લિમિટેડના શેરમાં રોકાણ કરી શકે છે. તેનું લક્ષ્ય 1573 રૂપિયા રાખવામાં આવ્યું છે. હાલમાં તે આશરે 1,174 રૂપિયાની આસપાસ છે. રોકાણકારો 29 ટકા સુધી કમાણી કરી શકે છે.
નોંધ :- શેરમાં રોકાણ જોખમોને આધીન છે. અમારો ઉદ્દેશ્ય આપને માહિતી પુરી પાડવાનો છે. નફા કે નુકશાન માટે અહેવાલની કોઈ જવાબદારી રહેશે નહિ. કૃપા કરી રોકાણપૂર્વે આપણા આર્થિક સલાહકારની મદદ અવશ્ય લેવી.
