કેન્દ્રીય સરકારી કર્મચારીઓ માટે આવી શકે છે બેવડી ખુશી, DAની સાથે HRAમાં પણ થઈ શકે છે વધારો
આગામી દિવસોમાં કેન્દ્રની મોદી સરકાર સરકારી કર્મચારીઓના DAમાં વધારાની સાથે HRAમાં પણ વધારો કરી શકે છે. આ પહેલા માર્ચમાં ડીએમાં વધારો થયો હતો અને બે વર્ષ પહેલા જુલાઈ 2021માં HRAમાં વધારો જોવા મળ્યો હતો.
કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ખુશખબર આવી શકે છે. આગામી દિવસોમાં કેન્દ્રની મોદી સરકાર (Modi Government) સરકારી કર્મચારીઓના DAમાં વધારાની સાથે HRAમાં પણ વધારો કરી શકે છે. આ પહેલા માર્ચમાં ડીએમાં વધારો થયો હતો અને બે વર્ષ પહેલા જુલાઈ 2021માં HRAમાં વધારો જોવા મળ્યો હતો. તે સમયે સરકારી કર્મચારીઓનો ડીએ 25 ટકા જોવા મળ્યો હતો. હાલમાં, DA એક સ્તરે પહોંચી ગયું છે, આવી સ્થિતિમાં, HRAમાં પણ ફેરફારની અપેક્ષા છે.
ઘર ભાડા ભથ્થામાં ટૂંક સમયમાં વધારો થઈ શકે
ઝી ન્યૂઝના અહેવાલ મુજબ, સરકારી કર્મચારીઓ માટે ઘર ભાડા ભથ્થામાં ટૂંક સમયમાં વધારો થઈ શકે છે. જો આમ થશે તો કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો થશે. સરકારી કર્મચારીઓનો HRA તેઓ કયા શહેરમાં કામ કરી રહ્યા છે તેના પર આધારિત છે. તે ત્રણ રીતે X, Y અને Zમાં વર્ગીકૃત થયેલ છે. હાલમાં, Z શ્રેણીમાં આવતા કર્મચારીઓનો HRA તેમના બેઝિક સેલેરીના 9% છે.
HRAમાં કેટલો વધારો થઈ શકે
રિપોર્ટ અનુસાર સરકારી કર્મચારીઓના HRAમાં ટૂંક સમયમાં 3 ટકાનો વધારો થઈ શકે છે. X વર્ગના શહેરોમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓને તેમના એચઆરએમાં 3 ટકાનો વધારો મળી શકે છે, જ્યારે Y વર્ગના શહેરોમાં ફક્ત 2 ટકાનો વધારો થઈ શકે છે અને Z વર્ગના શહેરોમાં કર્મચારીઓને તેમના એચઆરએમાં 1 ટકાનો વધારો મળી શકે છે.
કેન્દ્રીય કર્મચારીઓનું DA પણ વધશે
કેન્દ્રીય કર્મચારીઓ લાંબા સમયથી 1 જુલાઈની રાહ જોઈ રહ્યા છે કારણ કે તે તારીખ હતી જ્યારે તેમના મોંઘવારી ભથ્થામાં મોટો વધારો થવાનો હતો. જુલાઈથી કેન્દ્ર સરકારના તમામ કર્મચારીઓના ડીએમાં વધારો થઈ શકે છે. કેન્દ્રીય કર્મચારીઓનું ડીએ 42% થી વધીને 46% થઈ શકે છે. તેનો અર્થ એ છે કે ડીએમાં 4 ટકાનો વધારો થઈ શકે છે.
આ પણ વાંચો : PAN-આધાર લિંક પર ઈનકમ ટેક્સ વિભાગે આપી આ મોટી રાહત, જાણો કોને મળશે આનો ફાયદો
DA કેવી રીતે ગણવામાં આવે છે?
કેન્દ્ર સરકારના કર્મચારીઓનો DA ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (AICPI)ના આધારે નક્કી કરવામાં આવે છે. AICPI ના આંકડા દર મહિનાના અંતમાં બહાર પાડવામાં આવે છે. આ ડેટાના આધારે, DA સ્કોરને દર 6 મહિના પછી સુધારવામાં આવે છે. 2001 = 100 સુધી CPI (IW) મે મહિનામાં 134.7 પર હતો, જ્યારે એપ્રિલમાં તે ઘટીને 134.02 પર આવી ગયો. AICPI ઈન્ડેક્સમાં 0.50 પોઈન્ટનો મોટો ઉછાળો આવ્યો છે.