AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વર્ષ 2023 નો પ્રારંભ ભારતીય કારોબારીઓ માટે રહ્યો નિરાશાજનક, અદાણીથી લઈ અંબાણી સુધીના ધનકુબેરોની સંપત્તિમાં જબરદસ્ત ઘટાડો થયો

વર્ષ 2023ના આ 100 દિવસના આંકડાઓ પર નજર કરીએ તો તે ભારતના અન્ય અબજોપતિઓ માટે પણ ખરાબ સાબિત થયા છે. હવે ડી-માર્ટના રાધાકૃષ્ણ દામાણીની સંપત્તિમાં 2.31 બિલિયન ડોલરનો ઘટાડો થયો હતો. તેમની કુલ સંપત્તિ 17 બિલિયન ડોલર છે.

વર્ષ 2023 નો પ્રારંભ ભારતીય કારોબારીઓ માટે રહ્યો નિરાશાજનક, અદાણીથી લઈ અંબાણી સુધીના ધનકુબેરોની સંપત્તિમાં જબરદસ્ત ઘટાડો થયો
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 08, 2023 | 1:04 PM
Share

વર્ષ 2023 ના 100 દિવસ પુરા થવા જઈ રહ્યા છે. આ વર્ષના પહેલા જ મહિનામાં જાન્યુઆરીમાં હિંડનબર્ગ રિસર્ચના અહેવાલે કારોબારી જગતમાં ભૂકંપ લાવી દીધો હતો. એક સમયે વિશ્વના ત્રીજા અને એશિયાના સૌથી અમીર વ્યક્તિ ગણાતા ગૌતમ અદાણીની સંપત્તિ આ અહેવાલ બાદ એક જ ઝાટકે નીચે આવી ગઈ હતી. તાજેતરમાં જ બન્યું એવું કે તે વિશ્વના અમીરોની યાદીમાં 30મા સ્થાને પહોંચી ગયા હતા. વર્ષ 2023ના આ 100 દિવસ અદાણી માટેજ નહીં પણ ભારતના અન્ય ઉદ્યોગપતિઓ માટે પણ ભારે રહ્યા છે. જાણો કયા ઉદ્યોગપતિની પ્રોપર્ટીમાં આ સમયગાળામાં ઘટાડો થયો છે.

તમને જણાવી દઈએ કે, ગૌતમ અદાણી નેટવર્થના નુકસાનના મામલામાં માત્ર ભારતમાં જ નહીં પરંતુ દુનિયામાં ટોપ પર છે. બ્લૂમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સ અનુસાર 2023ની શરૂઆતથી ગૌતમ અદાણીની નેટવર્થમાં 64.4 બિલિયન ડોલરનો ઘટાડો થયો છે. વિશ્વના તમામ અબજોપતિઓની યાદીમાં આ સૌથી વધુ છે.

અદાણી જ નહીં અંબાણીને પણ ભારે નુકસાન

ગૌતમ અદાણીની વર્તમાન સંપત્તિ હવે માત્ર 56.1 બિલિયન ડોલર છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના અંબાણી પણ સંપત્તિ ઘટવાના મામલે પાછળ નથી રહ્યા. 2023ના 100 દિવસમાં તેમની સંપત્તિમાં 6 બિલિયન ડોલરનો ઘટાડો થયો છે. હવે તેની કુલ સંપત્તિ 81.1 બિલિયન ડોલર છે. જો કે, આ સ્થિતિ  છતાં તે એશિયા અને ભારતના સૌથી અમીર વ્યક્તિ છે.

દામાણીથી લઈને અઝીમ પ્રેમજી સુધીના કારોબારીઓની સ્થિતિ

વર્ષ 2023ના આ 100 દિવસના આંકડાઓ પર નજર કરીએ તો તે ભારતના અન્ય અબજોપતિઓ માટે પણ ખરાબ સાબિત થયા છે. હવે ડી-માર્ટના રાધાકૃષ્ણ દામાણીની સંપત્તિમાં 2.31 બિલિયન ડોલરનો ઘટાડો થયો હતો. તેમની કુલ સંપત્તિ 17 બિલિયન ડોલર છે.

વિપ્રોના અઝીમ પ્રેમજીની સંપત્તિમાં પણ આ 100 દિવસમાં 1.58 અબજ ડોલરનો ઘટાડો થયો છે. તેમની કુલ નેટવર્થ હવે 22.4 બિલિયન ડોલર છે. ભારતમાં તેમની સંપત્તિ ગુમાવનારા અબજોપતિઓમાં ડિવિસ લેબના મુરલી દિવીનો સમાવેશ થાય છે.

આ સમયગાળા દરમિયાન મુરલી દિવીની સંપત્તિમાં 754 મિલિયન ડોલરનો ઘટાડો થયો છે. હવે તેની કુલ નેટવર્થ ઘટીને 522 મિલિયન ડોલર થઈ ગઈ છે. આ સિવાય સુનીલ ભારતી મિત્તલ, ઉદય કોટક જેવા અન્ય ભારતીય અબજોપતિઓની સંપત્તિમાં પણ આ સમયગાળા દરમિયાન ઘટાડો થયો છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
g clip-path="url(#clip0_868_265)">