AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિશ્વના સૌથી મોટા રોકાણકાર Warren Buffettને નથી વિશ્વાસ Bitcoin ઉપર, જુગાર સાથે સરખામણી કરી

બિટકોઈન(Bitcoin)ની કિંમતોએ છેલ્લા 6 મહિનામાં રોકાણકારોને 6 ગણા કરતા વધારે વળતર આપ્યું છે. 6 મહિના પહેલા 10,500ની કિંમતવાળો બિટકોઈન હવે 60,000 ડોલરને પાર કરી ગયો છે

વિશ્વના સૌથી મોટા રોકાણકાર Warren Buffettને નથી વિશ્વાસ Bitcoin ઉપર, જુગાર સાથે સરખામણી કરી
warren buffett
Ankit Modi
| Edited By: | Updated on: Mar 22, 2021 | 6:47 PM
Share

બિટકોઈન(Bitcoin)ની કિંમતોએ છેલ્લા 6 મહિનામાં રોકાણકારોને 6 ગણા કરતા વધારે વળતર આપ્યું છે. 6 મહિના પહેલા 10,500ની કિંમતવાળો બિટકોઈન હવે 60,000 ડોલરને પાર કરી ગયો છે, છતાં વિશ્વના સૌથી મોટા રોકાણકાર વોરેન બફેટ(warren buffett)ને બિટકોઈન પર વિશ્વાસ નથી. વોરેન બફેટ કહે છે કે મારી પાસે કોઈ ક્રિપ્ટોકરન્સી નથી અને હું આ પ્રકારની ચલણમાં રોકાણ કરવાની કોઈ ઈચ્છા વ્યક્ત કરીશ નહીં. અસલમાં વોરન બફેટ સિવાય કેટલાક અન્ય મોટા રોકાણકારોએ પણ બિટકોઈન વિશે આવી ટિપ્પણી કરી ચુક્યા છે.

જુગાર સાથે બિટકોઈનની તુલના વોરન બફેટ માને છે કે બિટકોઈન એક પ્રકારનો જુગાર છે. વોરન બફેટે તેની કંપની યોર્કશાયર હેથવેના AGMમાં જણાવ્યું હતું કે ઘણા પ્રકારની છેતરપિંડી ક્રિપ્ટોકરન્સી સાથે સંકળાયેલ છે. તેમણે બિટકોઈનની તુલના તેમના જેકેટમાં કરતા કહ્યું કે બિટકોઈન મારા જેકેટના બટન જેવું છે. જો હું મારા જેકેટમાં એક બટન તોડી તેની કિંમત 1000 ડોલર મૂકું છું તો તે સાંજ સુધીમાં 2,000 ડોલર હશે કે નહીં તે જાણી શકાતું નથી કારણ કે બટનનું જે કામ કરે છે તે તે જ કરી શકે છે.

RBIએ પણ પ્રતિબંધ અંગે વાત કરી છે બિટકોઈનને લઈને વિશ્વ અને દેશના મોટા રોકાણકારો જ નહીં, પરંતુ ભારતીય રિઝર્વ બેંકે પણ તેના પર પ્રતિબંધ મૂકવાની વાત કરી છે. RBIએ અગાઉ પોતાનું ડિજિટલ ચલણ લાવવાની વાત કરી છે. આ વર્ષે 25 જાન્યુઆરીએ RBI દ્વારા જારી કરવામાં આવેલી બુકલેટમાં કહેવામાં આવ્યું હતું કે સરકાર ક્રિપ્ટોકરન્સી અને તેની સાથે આવતા જોખમને લઈને સાવચેત છે, પરંતુ હાલમાં ચલણના ડિજિટલાઈઝેશનના વિકલ્પ અંગે વિચાર કરવામાં આવી રહ્યો છે.

બિટકોઈન ચિંતાનો વિષય છે ક્રિપ્ટોકરન્સી એક વિકેન્દ્રિત ચુકવણી સિસ્ટમ છે. આનો અર્થ એ કે તે કોઈ પણ સેન્ટ્રલ બેંક દ્વારા પરંપરાગત ચલણ દ્વારા નિયંત્રિત નથી. આને કારણે આરબીઆઈ જેવી કેન્દ્રીય બેન્કો માટે ચિંતાનો વિષય છે. આરબીઆઈની જેમ યુરોપિયન સેન્ટ્રલ બેંકને પણ ક્રિપ્ટોકરન્સી સામે ચેતવણી આપવામાં આવી હતી.

આ પણ વાંચો: Laxmi Organic Industries IPO: શેર મળ્યા કે નહીં? જાણવા માટે વાંચો સંપૂર્ણ અહેવાલ

ધર્મથી ઉપર સંબંધ! હિન્દુ ભાઈએ મુસ્લિમ બહેનના ઘરે કર્યું મામેરું
ધર્મથી ઉપર સંબંધ! હિન્દુ ભાઈએ મુસ્લિમ બહેનના ઘરે કર્યું મામેરું
Breaking News : એક્ટિવા ચોરી પાછળનું કારણ જાણી તમે પણ ચોંકી જશો
Breaking News : એક્ટિવા ચોરી પાછળનું કારણ જાણી તમે પણ ચોંકી જશો
Breaking News : અનાર પટેલનું નામ ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે જાહેર
Breaking News : અનાર પટેલનું નામ ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે જાહેર
ભાજપના કોર્પોરેટર સહિત ચાર સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો
ભાજપના કોર્પોરેટર સહિત ચાર સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો
સફળતા આત્મવિશ્વાસમાં વધારો કરશે, લાંબી બીમારીમાંથી નોંધપાત્ર રાહત મળશે
સફળતા આત્મવિશ્વાસમાં વધારો કરશે, લાંબી બીમારીમાંથી નોંધપાત્ર રાહત મળશે
અમદાવાદનો અતિ વ્યસ્ત શાહીબાગ અંડરબ્રિજ 5 દિવસ માટે રહેશે બંધ
અમદાવાદનો અતિ વ્યસ્ત શાહીબાગ અંડરબ્રિજ 5 દિવસ માટે રહેશે બંધ
કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીનો શિકાર બન્યો શ્રમિક, ઊંચાઈથી પટકાતા ઈજા
કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીનો શિકાર બન્યો શ્રમિક, ઊંચાઈથી પટકાતા ઈજા
સુરતના માંડવીમાં ટાંકી તુટતા થયા ભ્રષ્ટાચારના આક્ષેપ, ઈજનેર સસ્પેન્ડ
સુરતના માંડવીમાં ટાંકી તુટતા થયા ભ્રષ્ટાચારના આક્ષેપ, ઈજનેર સસ્પેન્ડ
ગુજરાતમાં સવારે ઠંડી અને બપોરે ગરમીનો થશે અહેસાસ
ગુજરાતમાં સવારે ઠંડી અને બપોરે ગરમીનો થશે અહેસાસ
સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં રાજકીય અનામતની માંગ
સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં રાજકીય અનામતની માંગ
g clip-path="url(#clip0_868_265)">