AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ડોલરનું મૂલ્ય 16 મહિનાના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યું, જાણો દેશના સામાન્ય માણસ ઉપર શું પડશે અસર

રોઇટર્સના અહેવાલ મુજબ ગેસ અને ખાદ્યપદાર્થોના ભાવ વધારાના કારણે યુએસમાં મોંઘવારી 31 વર્ષની ટોચે પહોંચી ગઈ છે. એવું માનવામાં આવે છે કે 2022માં પણ મોંઘવારી દરમાં વધારો થઈ શકે છે.

ડોલરનું મૂલ્ય 16 મહિનાના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યું, જાણો દેશના સામાન્ય માણસ ઉપર શું પડશે અસર
dollar reached at 8 week high
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 12, 2021 | 7:11 AM
Share

યુએસ ડૉલર અત્યારે 16 મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચી ગયો છે. ઓક્ટોબર મહિનામાં અમેરિકાનો મોંઘવારી દર છેલ્લા ત્રણ દાયકામાં સૌથી વધુ રહ્યો છે. મોંઘવારી દરમાં આ વધારા બાદ નિષ્ણાતોનું કહેવું છે કે યુએસ ફેડરલ રિઝર્વ વ્યાજ દરમાં સમય પહેલા વધારો કરી શકે છે. બીજી તરફ જાપાનમાં પણ મોંઘવારી દર ચાર દાયકાના ઉચ્ચ સ્તરે પહોંચી ગયો છે જેના કારણે તેની કરન્સી યેનનું મૂલ્ય કેટલાક દાયકાઓમાં સૌથી નીચા સ્તરે પહોંચી ગયું છે.

રોઇટર્સના અહેવાલ મુજબ ગેસ અને ખાદ્યપદાર્થોના ભાવ વધારાના કારણે યુએસમાં મોંઘવારી 31 વર્ષની ટોચે પહોંચી ગઈ છે. એવું માનવામાં આવે છે કે 2022માં પણ મોંઘવારી દરમાં વધારો થઈ શકે છે. લેબર માર્કેટની વાત કરીએ તો જરૂરિયાત કરતાં ઓછી મજૂરીને કારણે વેતન વધી રહ્યું છે. અમેરિકામાં બેરોજગારી ભથ્થાનો દાવો કરનારા લોકોની સંખ્યા 20 મહિનાના સૌથી નીચલા સ્તરે પહોંચી ગઈ છે.

જો ક્રૂડ ઓઈલ મોંઘુ થશે તો મોંઘવારી વધશે ડૉલરના ઉછાળા અને ઘટાડાની વૈશ્વિક અર્થવ્યવસ્થા પર ગંભીર અસર પડે છે. ઇંધણ અને કોમોડિટીનો વેપાર ડોલરમાં થાય છે. ભારત મોટા પાયે તેલ અને કોમોડિટીની ખરીદી કરે છે. ભારત વિશ્વનો સૌથી મોટો તેલ આયાતકાર દેશ છે. ડૉલરના વધારાને કારણે ક્રૂડ ઓઈલની કિંમતમાં વધારો થશે. જો ક્રૂડ ઓઈલ મોંઘુ થશે તો પરિવહન ખર્ચ વધશે અને ભારતમાં મોંઘવારી દર પણ વધશે. આ સિવાય સરકારની ચાલુ ખાતાની ખાધ પણ વધશે.

RBI રેપો રેટ વધારી શકે છે ગુરુવારે ડોલરમાં રૂપિયાની સામે 18 પૈસાનો ઉછાળો જોવા મળ્યો હતો. રૂપિયો 74.52 ના સ્તર પર બંધ થયો હતો. વિદેશી રોકાણકારોએ શેરબજારમાં મોટાપાયે વેચવાલી કરી હતી. આ કારણે રૂપિયા પર દબાણ વધુ વધ્યું છે જ્યારે ડોલર મજબૂત થાય છે ત્યારે રૂપિયો નબળો પડે છે. જો રૂપિયો નબળો પડશે તો મોંઘવારી વધશે. રિઝર્વ બેંકે મોંઘવારીનો દર 4 ટકાનો લક્ષ્યાંક રાખ્યો છે. તે ન્યૂનતમ 2 ટકા અને મહત્તમ 6 ટકાની રેન્જમાં રહી શકે છે. જો મોંઘવારીનો  દર 6 ટકાને વટાવી જાય તો રિઝર્વ બેંક મોનેટરી પોલિસી કમિટીએ વ્યાજ દરમાં વધારો કરવો પડી શકે છે. વ્યાજદરમાં વધારાને કારણે બજારની સાથે-સાથે લેન્ડિંગ વ્યવસાયને પણ માઠી અસર થશે. આ સિવાય આર્થિક ગતિવિધિઓને પણ અસર થશે.

શેરબજારમાં ઘટાડાની શક્યતા શેરબજારની વાત કરીએ તો જો ડોલર મજબૂત થશે તો વિદેશી રોકાણકારો માટે ભારત મનપસંદ સ્થળ નહીં રહે. ભારતીય વિકાસમાં વિદેશી મૂડીરોકાણનો મોટો ફાળો છે. આવી સ્થિતિમાં જો ડોલર મજબૂત થાય છે તો ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળી શકે છે. શેરબજારમાં ગુરુવારે સતત ત્રીજા દિવસે ઘટાડો નોંધાયો છે.

આ પણ વાંચો : વડાપ્રધાન મોદીના સપનાને પૂરૂ કરવા માટે ગૌતમ અદાણીએ બનાવ્યો 5 લાખ કરોડનો મેગા પ્લાન, વાંચો આ અહેવાલ

આ પણ વાંચો : ‘ગ્રીન ઈન્ડિયા’ દેશના જીડીપીમાં બમ્પર ઉછાળો લાવશે અને કરોડો લોકોને રોજગારી મળશે, વૈશ્વિક થિંક ટેન્કનો દાવો

પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
g clip-path="url(#clip0_868_265)">