AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adani-Hindenburg Row : કોંગ્રેસ નેતાની અરજી પર સુપ્રીમ કોર્ટ 17 ફેબ્રુઆરીએ સુનાવણી કરશે

અરજીમાં સુપ્રીમ કોર્ટના સીટીંગ જજની દેખરેખ હેઠળ તપાસ કરાવવાની વિનંતી કરવામાં આવી છે. મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડ અને ન્યાયમૂર્તિ પીએસ નરસિમ્હાએ કોંગ્રેસ નેતા જયા ઠાકુરના વકીલની રજૂઆતની નોંધ લીધી હતી કે અરજીની તાત્કાલિક સુનાવણીની જરૂર છે.

Adani-Hindenburg Row : કોંગ્રેસ નેતાની અરજી પર સુપ્રીમ કોર્ટ 17 ફેબ્રુઆરીએ સુનાવણી કરશે
Supreme Court
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 15, 2023 | 4:53 PM
Share

Adani-Hindenburg Row: યુએસ સ્થિત હિંડનબર્ગ રિસર્ચ દ્વારા લગાવવામાં આવેલા આરોપોને પગલે સુપ્રીમ કોર્ટે બુધવારે અદાણી જૂથની કંપનીઓ વિરુદ્ધ કોંગ્રેસના નેતાની અરજી પર 17 ફેબ્રુઆરીએ સુનાવણી કરવા સંમત થઈ હતી. અરજીમાં સુપ્રીમ કોર્ટના સીટીંગ જજની દેખરેખ હેઠળ તપાસ કરાવવાની વિનંતી કરવામાં આવી છે. મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડ અને ન્યાયમૂર્તિ પીએસ નરસિમ્હાએ કોંગ્રેસ નેતા જયા ઠાકુરના વકીલની રજૂઆતની નોંધ લીધી હતી કે અરજીની તાત્કાલિક સુનાવણીની જરૂર છે.

7 ફેબ્રુઆરીએ વધુ બે પીઆઈએલ લિસ્ટ કરવામાં આવી છે

બેન્ચ શરૂઆતમાં 24 ફેબ્રુઆરીના રોજ સુનાવણી માટે અરજીની યાદી આપવા સંમત થઈ હતી, પરંતુ બાદમાં જ્યારે વકીલે કહ્યું કે 17 ફેબ્રુઆરીના રોજ અન્ય બે પીઆઈએલ સૂચિબદ્ધ છે, ત્યારે કોર્ટે તેને પણ 17 ફેબ્રુઆરી માટે સૂચિબદ્ધ કરી. જયા ઠાકુરની અરજીમાં ભારતીય જીવન વીમા નિગમ (LIC) અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ની અદાણી સાહસોમાં મોટા પ્રમાણમાં જાહેર નાણાંનું રોકાણ કરવામાં ભૂમિકાની તપાસ કરવાના નિર્દેશોની પણ માંગ કરવામાં આવી છે.

અદાણી ગ્રૂપ સામેની વધુ બે અરજીઓ પર સુપ્રીમ કોર્ટ સુનાવણી કરી રહી છે

હિંડનબર્ગ રિસર્ચ દ્વારા છેતરપિંડીના આરોપમાં તાજેતરમાં અદાણી ગ્રૂપના શેરમાં ઘટાડો થયા પછી કેન્દ્રએ સોમવારે શેરબજાર માટે નિયમનકારી મિકેનિઝમને મજબૂત કરવા નિષ્ણાતોની સમિતિની રચના કરવાની સર્વોચ્ચ અદાલતની દરખાસ્ત સાથે સંમત થયા હતા. સુપ્રીમ કોર્ટ અદાણી જૂથ વિરુદ્ધ વધુ બે અરજીઓ પર સુનાવણી 17 ફેબ્રુઆરી સુધી મુલત્વી રાખી છે.

શું છે હિંડનબર્ગ રીપોર્ટ

અદાણી ગ્રૂપ અંગે આવેલા એન્ડરસનના રિસર્ચ રિપોર્ટમાં જણાવાયું હતું કે અદાણી ગ્રૂપની તમામ કંપનીઓ લોન મામલે સવાલોના ઘેરામાં છે. રિપોર્ટમાં દાવો કરાયો કે ગ્રૂપની મુખ્ય 7 કંપનીઓ જે શેર માર્કેટમાં લિસ્ટેડ છે તેમાં 85 ટકાથી વધુ ઓવરવેલ્યૂઝ છે. હિંડનબર્ગ રિસર્ચના લેટેસ્ટ રિપોર્ટમાં અદાણી ગ્રૂપ સામે 88 સવાલો ઊભા કરાયા હતા. જોકે તેનો રિપોર્ટ આવતા જ અદાણી ગ્રૂપની કંપનીઓના રોકાણકારોના સેન્ટીમેન્ટ પર માઠી અસર થઈ અને સતત અદાણી ગ્રૂપના શેરોમાં કડાકો જોવા મળી રહ્યો છે. જેના લીધે ગૌતમ અદાણી વિશ્વના ધનિકોની યાદીમાં ચોથા ક્રમેથી સરકીને 7મા ક્રમે આવી ગયા હતા અને બાદમાં અદાણી ગ્રૂપની માર્કેટ કેપ ૨ દિવસમાં 2.37 લાખ કરોડ સુધી ઘટી ગઈ છે. અદાણીની નેટવર્થ પણ ઘટીને 100.4 અબજ ડૉલર પર આવી ગઈ છે.

g clip-path="url(#clip0_868_265)">