Gujarati Video: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મુદ્દે ઝવેરી કમિશનની મુદ્દત વધારાતા કોંગ્રેસના અમિત ચાવડાએ સરકાર પર કર્યા આકરા પ્રહાર

Gujarati Video: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મુદ્દે ઝવેરી કમિશનની મુદ્દત વધારાતા કોંગ્રેસના અમિત ચાવડાએ સરકાર પર કર્યા આકરા પ્રહાર

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 14, 2023 | 9:47 PM

Gandhinagr: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં OBC અનામત નક્કી કરવા માટે રચાયેલી જસ્ટિસ ઝવેરી કમિશનની મુદ્દતમાં વધારો કરાતા કોંગ્રેસના અમિત ચાવડાએ સરકાર પર નિશાન સાધતા પ્રહાર કર્યો કે ભાજપના કારણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં વચેટીયાનું શાસન છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં OBC અનામત નક્કી કરવા માટે રચાયેલ જસ્ટિસ ઝવેરી કમિશનની મુદ્દતમાં ફરી વધારો કરાયો છે. કમિશનની મુદ્દત 12 માર્ચ સુધી વધારાઈ છે. આ મુદ્દે વિધાનસભામાં વિપક્ષના નેતા અમિત ચાવડાએ સરકાર પર નિશાન સાધ્યુ છે. અમિત ચાવડાએ જણાવ્યું કે ગુજરાત સરકારે જુલાઇ મહિનામાં OBC કમિશનની રચના કરી હતી અને 90 દિવસમાં રિપોર્ટ સબમિટ કરવાનું જણાવ્યું હતું. પરંતુ 8 મહિના વિત્યા બાદ પણ હજુ સુધી રિપોર્ટ સોંપાયો નથી. જેના કારણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમયસર યોજાઈ રહી નથી.

અમિત ચાવડાએ આક્ષેપ કર્યો કે ભાજપના કારણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં વચેટીયાનું શાસન છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 10 ટકા ઓબીસી અનામત મુદ્દે ગ્રામ પંચાયતની ચૂંટણી અટવાયેલી છે. જે આયોગ બનાવવામાં આવ્યું તેનો રિપોર્ટ હજુ સુધી રજુ થયો નથી

ભાજપ સરકારની નીતિના કારણે ચૂંટાયેલા પ્રતિનિધિઓ વચ્ચે વચેટિયાઓ શાસન ચલાવી રહ્યા છે. ત્યારે ઓબીસી સમાજની વસ્તી મુજબ અનામત એક્ટની નવી જોગવાઈ કરે અને વિધાનસભા સત્રમાં નવું બિલ લાવે તેવી માગ કોંગ્રેસે કરી છે.

આ પણ વાંચો: Gujarat : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓને લઈને મહત્વનો નિર્ણય, 238 ગ્રામ પંચાયતોમાં વહીવટદારની નિમણૂક કરાશે

આપને જણાવી દઈએ કે અગાઉ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં OBC અનામત નક્કી કરવા માટે રચાયેલ જસ્ટિસ ઝવેરી કમિશનને 90 દિવસમાં રિપોર્ટ આપવાનું કહેવાયું હતું. જેને હવે વધારીને 12 માર્ચ સુધીની મુદ્દત કરાઈ છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં OBC અનામત નક્કી કમિશનની રચાઈ કરાઈ છે. સ્વતંત્ર પંચની રચના કરવા સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યા હતા. ગુજરાત હાઈકોર્ટના નિવૃત ન્યાયાધિશ કે.એસ. ઝવેરીની અધ્યક્ષતામાં પંચની રચના કરાઈ છે.

g clip-path="url(#clip0_868_265)">