આજે શેરબજાર ઉતર-ચઢાવના અંતે રેકોર્ડ સ્તરે બંધ થયુ હતું. નિફ્ટી અને સેન્સેક્સ આજે રેકોર્ડ સપાટી દર્જ કરવામાં સફળ રહ્યા છે. આજે કારોબાર સમાપ્ત થયો, ત્યારે સેન્સેક્સ 70 અંકની વૃદ્ધિ સાથે 46,960.69 ઉપર હતો. સેન્સેક્સમાં આજે 0.15 ટકાની વૃદ્ધિ દર્જ થઈ છે. નિફટી 19 અંકની વૃદ્ધિ બાદ 13,760.55 ઉપર બંધ થયો હતો. આજના કારોબારમાં ઈન્ડેક્સમાં 0.14 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે.
The Sensex recovered 330 points and the Nifty recovered 100 points by the end of trading.
ભારતીય શેરબજારના બંને સૂચકઆંકની આજના કારોબાર દરમ્યાનની અને છેલ્લી સ્થિતિ આ મુજબ રહી હતી
Sensex 46,960.69 +70.35 (0.15%) Open 47,026.02 High 47,026.02 Low 46,630.31
Nifty 13,760.55 +19.85 (0.14%) Open 13,764.40 High 13,772.85 Low 13,658.60
આ પણ વાંચો: હવે બોલો, નરોડાનાં ધારાસભ્ય બલરામ થવાણીને સોશિયલ ડિસ્ટન્સનાં ભંગ માટે પોસ્ટર પકડીને ઉભા રાખશો?
આજે બેન્કિંગ, પીએસયુ બેન્ક, રિયલ્ટી, પ્રાઈવેટ બેન્ક, મેટલ અને ફાઈનાન્સ સર્વિસ શેરોમાં વેચવાલી જોવા મળી છે. બેન્ક નિફ્ટી 0.4 ટકાના ઘટાડા સાથે બંધ થયા છે. જ્યારે આઈટી, એફએમસીજી અને ફાર્મા શેરોમાં વધારો દર્જ થયો છે. આજે કારોબારની શરૂઆત નરમાશ સાથે થઈ હતી. બંને ભારતીય સૂચકાંકો ઘટાડા સાથે શરૂઆતી સત્રમાં કારોબાર કરી રહ્યા હતા. જોકે કારોબાર પૂર્ણ થતાં સુધી સેન્સક્સમાં 330 અને નિફ્ટીની 100 પોઈન્ટની રિક્વરી થઈ હતી.