NSE નો નવો પરિપત્ર – શેર ખરીદનારા અને વેચનારાઓ માટે નવા નિયમો આવશે

Stock market new rules: દેશના સૌથી મોટા એક્સચેન્જે એક નવો સર્ક્યુલર બહાર પાડ્યો છે. આ પરિપત્રમાં, 30 સપ્ટેમ્બરથી લાગુ થનારા નિયમોને વધુ મુલતવી રાખવામાં આવ્યા છે.

NSE નો નવો પરિપત્ર - શેર ખરીદનારા અને વેચનારાઓ માટે નવા નિયમો આવશે
Stock market
Follow Us:
| Updated on: Sep 27, 2024 | 5:17 PM

શેરબજારના ઈતિહાસમાં સૌથી મોટો બદલાવ તમામ શેર પર લાગુ થવા જઈ રહ્યો હતો. પરંતુ હવે તેમાં વિલંબ થશે. હા, NSE દ્વારા જાહેર કરવામાં આવેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે T+0 સેટલમેન્ટ સિસ્ટમ જે 30 સપ્ટેમ્બરથી લાગુ કરવામાં આવવાનું હતું, જેને હાલ પુરતું સ્થગીત રાખવામાં આવ્યું છે . જોકે, એક્સચેન્જે એ જણાવ્યું નથી કે તેને આગળ ક્યારે લાગુ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે આની શરૂઆત માર્ચ 2024 થી પાયલોટ પ્રોજેક્ટ તરીકે કરવામાં આવી હતી, પરંતુ તે પસંદગીના શેર સાથે થોડા કલાકો માટે શરૂ કરવામાં આવી હતી.

હવે આગળ શું ? સ્ટોક એક્સચેન્જે જણાવ્યું કે T+0 સેટલમેન્ટ સિસ્ટમને બીજી સુચના ન મળે ત્યાં સુધી સ્થગિત રાખવામાં આવશે.અત્યારની વાત કરીએ તો હાલના સમયમાં શેરની ખરીદી વેચાણની જાણકારી ડીમેટ એકાઉન્ટમાં 24 કલાક બાદ જોવા મળે છે. જો સરળ શબ્દોમાં કહીએ તો, શેર ખરીદ્યા પછી, તે 24 કલાકની અંદર ખાતામાં આવે છે. વેચાણ કર્યા પછી, તેને 24 કલાકની અંદર ખાતામાંથી કાઢી નાખવામાં આવે છે.

ભારતમાં 2002 પહેલા T+5 સેટલમેન્ટ સિસ્ટમ હતી. સેબીએ 2002માં T+3 સેટલમેન્ટ લાગુ કર્યું. T+2 સેટલમેન્ટ વર્ષ 2003માં લાગુ કરવામાં આવ્યું હતું. બજાર વર્ષ 2021 સુધી આ સિસ્ટમ પર કામ કરવાનું ચાલુ રાખ્યું. આ પછી T+1 સિસ્ટમ દાખલ કરવામાં આવી. તેનો અમલ જાન્યુઆરી 2023માં કરવામાં આવ્યો હતો. જેના કારણે 24 કલાકમાં ફંડ અને શેરનું સેટલમેન્ટ થવા લાગ્યું.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

T+0 સેટલમેન્ટ બજારમાં પસંદગીના શેરોમાં લાગુ પડે છે. આ સવારે 9:15 થી બપોરે 1:30 વાગ્યા સુધી પસંદ કરેલા શેર પર લાગુ કરવામાં આવ્યું છે.

T+1 સેટલમેન્ટ સિસ્ટમ જે હાલમાં અમલમાં છે તે પહેલાની જેમ કામ કરવાનું ચાલુ રાખશે અને તેના પર લાગુ પડતા શુલ્ક T+0 માં પણ લાગુ થશે. તેમાં ટ્રાન્ઝેક્શન ચાર્જિસ, સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સનો સમાવેશ થાય છે.

આ એક અલગ અને વૈકલ્પિક વિન્ડોમાં દેખાશે. સામાન્ય સ્ટૉક આઈડી/સિમ્બોલથી અલગ વિન્ડો હશે: સ્ટૉક આઈડી T+1 સિસ્ટમની જેમ જ હશે. ID પછી # કેરક્ટરનો ઉપયોગ કરવામાં આવશે. જેમકે-TATAMOTOR#

હાલમાં T+0 સેટલમેન્ટ માત્ર અંબુજા સિમેન્ટ, અશોક લેલેન્ડ, બજાજ ઓટો, બેંક ઓફ બરોડા, BPCL, બિરલા સોફ્ટ, સિપ્લા, કોફાર્જ, ડિવિસ લેબ્સ, હિન્દાલ્કો, ઇન્ડિયન હોટેલ્સ, JSW સ્ટીલ પર લાગુ છે.

એલઆઈસી હાઉસિંગ, એલટીઆઈ માઇન્ડટ્રી, એમઆરએફ, નેસ્લે ઈન્ડિયા, એનએમડીસી, ઓએનજીસી, પેટ્રોનેટ એલએનજી, સંવર્ધન મધરસન, એસબીઆઈ, ટાટા કોમ્યુનિકેશન્સ, ટ્રેન્ટ, યુનિયન બેંક ઓફ ઈન્ડિયા અને વેદાંતમાં પણ T+0 સેટલમેન્ટ લાગુ છે.

g clip-path="url(#clip0_868_265)">