આ સરકારી કંપનીના નફામાં 52 ટકાનો ઉછાળો આવ્યો, વેચાણમાં 37% નો થયો વધારો, શું છે તમારા પોર્ટફોલિયોમાં?
BSE ને આપેલી માહિતીમાં કંપનીએ જણાવ્યું હતું કે ક્વાર્ટર દરમિયાન તેની કોન્સોલિડેટેડ ઓપરેટિંગ આવક વધીને રૂ 25,282.15 કરોડ થઈ છે જે એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં રૂ 18,486.77 કરોડ હતી.
Coal India Q1 Results: જાહેર ક્ષેત્રની કંપની કોલ ઇન્ડિયા લિમિટેડ(Coal India Limited)નો એકત્રિત ચોખ્ખો નફો ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં 52.4 ટકા વધીને 3,169.85 કરોડ રૂપિયા થયો છે. ઓપરેટિંગ આવકમાં વધારો થવાને કારણે કંપનીનો નફો વધ્યો છે. આ સાથે કંપનીએ ગયા નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં રૂ 2,079.60 કરોડનો એકત્રિત ચોખ્ખો નફો મેળવ્યો છે.
BSE ને આપેલી માહિતીમાં કંપનીએ જણાવ્યું હતું કે ક્વાર્ટર દરમિયાન તેની કોન્સોલિડેટેડ ઓપરેટિંગ આવક વધીને રૂ 25,282.15 કરોડ થઈ છે જે એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં રૂ 18,486.77 કરોડ હતી. વર્તમાન નાણાકીય વર્ષમાં 30 જૂને પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં કંપનીનો ખર્ચ અગાઉના નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં 16,470.64 કરોડ રૂપિયાથી વધીને 21,626.48 કરોડ રૂપિયા થયો છે. જાહેર ક્ષેત્રની કંપનીનું કોલસાનું ઉત્પાદન ત્રિમાસિક ગાળામાં વધીને12.39 કરોડ ટન થયું હતું જે એક વર્ષ અગાઉના સમાન ત્રિમાસિક ગાળામાં 12.10 કરોડ ટન હતું.
દેશના કોલસા ઉત્પાદનમાં 80 ટકા હિસ્સેદારી સમીક્ષા હેઠળના ત્રિમાસિક ગાળામાં કંપનીના કાચા કોલસાનો ઉપભોગ વધીને 160.4 મિલિયન ટન થયો છે, જે એક વર્ષ અગાઉના સમાન ત્રિમાસિક ગાળામાં 12.08 કરોડ ટન હતો. દેશના કોલસા ઉત્પાદનમાં કોલ ઇન્ડિયાનો હિસ્સો 80 ટકાથી વધુ છે. કોલ ઇન્ડિયા 2023-24 સુધીમાં એક અબજ ટનનો કોલસા ઉત્પાદન લક્ષ્યાંક હાંસલ કરવા માટે કોલસાના નિકાસ, શોધખોળ અને સ્વચ્છ કોલસા ટેકનોલોજીમાં રૂ 1.22 લાખ કરોડનું રોકાણ કરવાની યોજના ધરાવે છે.
પરિણામો બાદ શેરમાં ઘટાડો પરિણામ બાદ કોલ ઇન્ડિયાનો શેર મંગળવારે લગભગ 0.75 ટકાના ઘટાડા સાથે રૂ 142 પર બંધ થયો હતો. 52 સપ્તાહની ઊંચી કિંમત 165 રૂપિયા અને નીચી કિંમત 109 રૂપિયા છે. કંપનીનું માર્કેટ કેપ 87,634 કરોડ રૂપિયા છે. સરકાર આ કંપનીમાં 66.13 ટકા હિસ્સો ધરાવે છે. મ્યુચ્યુઅલ ફંડે આ ક્વાર્ટરમાં તેનો હિસ્સો 9.34 ટકાથી ઘટાડીને 9.27 ટકા કર્યો છે. મ્યુચ્યુઅલ ફંડની સંખ્યા 29 થી વધીને 31 થઈ છે. FIIs/FPIs એ તેમનો હિસ્સો 6.50 ટકાથી વધારીને 6.56 ટકા કર્યો છે.
આ પણ વાંચો : ચીનમાં આર્થિક જોખમ વધતા વિદેશી રોકાણકારો ભારત તરફ વળ્યાં, જાણો એક સપ્તાહમાં કેટલું થયું રોકાણ ?
આ પણ વાંચો : Gold Price Today : 5 મહિનાના નીચલા સ્તરે સરક્યું સોનું, જાણો આજે કેટલી સસ્તી થઇ કિંમતી ધાતુ