ભારતનો સૌથી મોટો IPO લોન્ચ થશે, LICનો IPO 4 થી 9 મે સુધી કરી શકાશે અરજી

સરકાર આવતા મહિને લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (LIC)ના ઈનીશિયલ પબ્લીક ઓફરીંગ (IPO)માં તેનો 3.5 ટકા હિસ્સો વેચશે. મેના પ્રથમ સપ્તાહમાં આવનારા IPO દરમિયાન સરકારી હિસ્સાના વેચાણથી આશરે 21,000 કરોડ રૂપિયા એકત્ર થવાની ધારણા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 25, 2022 | 10:33 PM

એલઆઈસીના પોલિસીધારકો માટે એક મહત્વના સમાચાર આવી રહ્યા છે. ભારતનો સૌથી મોટો આઇપીઓ (IPO)લોન્ચ થવાની જાહેરાત થઇ છે. ભારતની સૌથી મોટી વિમા કંપની (LIC)એલઆઇસીનો આઇપીઓ 4 મેના રોજ લોન્ચ થનાર છે. અને, આ આઇપીઓ ( IPO) 9 મે સુધી ભરી શકાશે.સરકાર આવતા મહિને લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (LIC)ના ઈનીશિયલ પબ્લીક ઓફરીંગ (IPO)માં તેનો 3.5 ટકા હિસ્સો (Stake) વેચશે.

એક અધિકારીએ શનિવારે જણાવ્યું હતું કે, મેના પ્રથમ સપ્તાહમાં આવનારા IPO દરમિયાન સરકારી હિસ્સાના વેચાણથી આશરે 21,000 કરોડ રૂપિયા એકત્ર થવાની ધારણા છે. LIC બુધવાર સુધીમાં માર્કેટ રેગ્યુલેટર સેબી પાસે અંતિમ મંજૂરીની અરજી ફાઇલ કરી શકે છે. આ અધિકારીએ એલઆઈસીના આઈપીઓના સંદર્ભમાં જણાવ્યું હતું કે એલઆઈસીનો આઈપીઓ મેના પ્રથમ સપ્તાહમાં બજારમાં આવે તેવી શક્યતા છે. તેમણે કહ્યું કે આ સમયગાળા દરમિયાન સરકાર LICમાં તેનો 3.5 ટકા હિસ્સો વેચશે. જોકે આ માટે રેગ્યુલેટરી મંજૂરી લેવાની બાકી છે.

એલઆઈસીએ ફેબ્રુઆરીમાં સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) પાસે ડ્રાફ્ટ ઈશ્યુ દસ્તાવેજ ફાઈલ કર્યો હતો. તે સમયે LICએ કહ્યું હતું કે સરકાર આ વીમા કંપનીમાં પાંચ ટકા હિસ્સો એટલે કે 31.6 કરોડ શેર વેચશે. જોકે, રુસ-યુક્રેન યુદ્ધના કારણે શેરબજારોમાં આવેલી અસ્થિરતાને કારણે એલઆઈસીનો આઈપીઓ થોડા સમય માટે મોકૂફ રાખવામાં આવ્યો હતો. બદલાયેલી પરિસ્થિતિને જોતાં સરકારને IPOનું કદ ઘટાડીને 3.5 ટકા કરવાની ફરજ પડી છે.

આ પણ વાંચો :Surat : આઇપીએલ મેચ પર સટ્ટો રમાડવાનો નેટવર્કનો પર્દાફાશ, 4 બુકીઓની કિંમતી મુદ્દામાલ સાથે ધરપકડ

આ પણ વાંચો :મહારાષ્ટ્ર: સીએમ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું- જો તમારે હનુમાન ચાલીસાનો પાઠ કરવો હોય તો અમારા ઘરે આવો, દાદાગીરી કરશો તો અમે…

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">