Surat : આઇપીએલ મેચ પર સટ્ટો રમાડવાનો નેટવર્કનો પર્દાફાશ, 4 બુકીઓની કિંમતી મુદ્દામાલ સાથે ધરપકડ
આઇપીએલ ઉપર સટ્ટો રમાડવા તપન અને રીતેશ સાટાખત થકી ફ્લેટ ખરીદયો હતો. અને અન્ય ત્રણ તેમાં પાર્ટનર હતા. તપાસનું લેપટોપ ચેક કરતા તેમાં ત્રણ આઇડી થકી બુકીઓ પાસે ભાવ કટીંગ કરાવતો હતો.
સુરતના (Surat) પીપલોદના રાહુલ રાજ મોલની પાછળ શીવધારા એપાર્ટમેન્ટમાં આઇપીએલની (IPL) મેચ પર સમગ્ર ગુજરાતમાં ઓનલાઇન સટ્ટો (Online betting) રમાડવાના નેટવર્કને પકડી પડાયું છે. આ મામલે 4 બુકીની ધરપકડ કરવાની સાથે 29 મોબાઇલ અને 3 લેપટોપ સહિત કુલ રૂ. 1.95 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો છે. જયારે રાજયના અન્ય શહેરના 7 બુકીને વોન્ટેડ જાહેર કર્યા છે.
સુરતના ઉમરા પોલીસ સ્ટેશનના પીએસઆઇ વિશાલ ધણગણ અને હે. કો. સાગર લીલાભાઇને મળેલી બાતમીના આધારે ડુમસ રોડ સ્થિત રાહુલ રાજ મોલની પાછળ શીવાધાર રેસીડન્સીના ફ્લેટ નં. એ 102માં દરોડા પાડયા હતા. જયાંથી આઇપીએલની રોયલ ચેલેન્જર બેંગ્લોર અને સનરાઇઝ હૈદરાબાદ વચ્ચે રમાય રહેલી ટી-20 મેચ પર ઓનલાઇન સટ્ટો રમતા જમીન દલાલ તપસ ઇન્દ્રજીત ઘીવાળા, રીતેશ હીંમત શાહ, યક્ષ અનીલકુમાર ગાંધી અને કરણ બિપીન ફુલવાલાને ઝડપી પાડી, તેમની પાસેથી અલગ-અલગ કંપનીના 29 મોબાઇલ ફોન, 3 લેપટોપ અને રોકડ મળી કુલ રૂ. 1,95,800 નો મુદ્દામાલ કબ્જે લીધો હતો.
ઉલ્લેખનીય છે કે આઇપીએલ ઉપર સટ્ટો રમાડવા તપન અને રીતેશ સાટાખત થકી ફ્લેટ ખરીદયો હતો. અને અન્ય ત્રણ તેમાં પાર્ટનર હતા. તપાસનું લેપટોપ ચેક કરતા તેમાં ત્રણ આઇડી થકી બુકીઓ પાસે ભાવ કટીંગ કરાવતો હતો. જયારે રીતેશ, યક્ષ અને કરણ સટ્ટો રમનાર ગ્રાહકો સાથે મોબાઇલ થકી સતત સંર્પકમાં રહેતા હતા. પ્રાથમિક તપાસમાં પિન્ટુ સિધ્ધપુર પાસે 1 મહિના માટે ત્રણ આઇડી-પાસવર્ડ રૂ. 60 હજારમાં ખરીદયા હતા. અને હારજીતનો હિસાબ અઠવાડિયામાં કરતા હતા.
પોલીસ તપાસમાં પિન્ટુ સિધ્ધપુર ઉપરાંત બુકી તરીકે મનિષ મોરબી, દિવાન્ટ ખંભાત, જે.બી. ભાવનગર અને આર.કે સુરત અને મુન્ના પાટણનું પણ નામ બહાર આવતા તેઓને વોન્ટેડ જાહેર કર્યા છે. હાલમાં IPLની સીઝન ચાલી રહી છે ત્યારે આ બાબતે સુરત પોલીસ સતત સટ્ટો રમત લોકો સામે લાક આંખ કરી છે.અને સતત કેશો કરવામાં આવી રહ્યા છે. મહત્વનું એ છે કે સટ્ટામાં મુખ્ય ગુજરાતના ઉત્તર ગુજરાત સટ્ટા માટે હબ રહેલું છે. જે વ્યક્તિઓ પકડાય તેમના તારો ઉત્તર ગુજરાત સુધી જોડાયેલા છે.
આ પણ વાંચો : જામનગર : બ્રહ્મદેવ સમાજ દ્વારા ભગવાન પરશુરામ જન્મોત્સવની ત્રિદિવસીય ઉજવણીનું આયોજન
આ પણ વાંચો :66 વર્ષીય ભારતના પૂર્વ ક્રિકેટર બીજી વાર લગ્ન કરશે, 28 વર્ષ નાની બુલબુલ સાથે કરશે લગ્ન