AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રોડ પ્રોજેક્ટ માટે આ મહિને બજારમાંથી નાણાં એકત્ર કરશે સરકાર, નીતિન ગડકરીએ આપી જાણકારી

સરકાર રોડ પ્રોજેક્ટ્સ માટે ઈનવિટ્સ દ્વારા નાણાં એકત્ર કરશે. આમાં રિટેલ રોકાણકારો માટે 10 લાખ રૂપિયાની રોકાણ મર્યાદા રાખવામાં આવી છે. ઈનવિટ્સ (InvITs) એટલે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ મ્યુચ્યુઅલ ફંડ જેવું છે. પરંતુ આમાં એકત્ર થયેલ ફંડનો ઉપયોગ ઇન્ફ્રા પ્રોજેક્ટ માટે કરવામાં આવે છે. આ દ્વારા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણકારો સીધી નાની રકમનું રોકાણ કરીને વળતરના રૂપમાં આવકનો એક નાનો ભાગ મેળવી શકે છે.

રોડ પ્રોજેક્ટ માટે આ મહિને બજારમાંથી નાણાં એકત્ર કરશે સરકાર, નીતિન ગડકરીએ આપી જાણકારી
Nitin Gadkari
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 15, 2022 | 9:58 PM
Share

કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ (Nitin Gadkari) કહ્યું છે કે સરકાર રોડ પ્રોજેક્ટ્સ માટે ભંડોળ એકત્ર કરવા માટે આ મહિને મૂડી બજારનો સંપર્ક કરશે. ગયા મહિને જ કેન્દ્રીય મંત્રીએ જાણકારી આપી હતી કે સરકાર 4 પ્રોજેક્ટ માટે મૂડી એકત્ર કરશે. તે સમયે નીતિન ગડકરીએ કહ્યું હતું કે રોકાણકારોને રોકાણ કરેલા નાણાં પર 7થી 8 ટકા વળતર સુનિશ્ચિત કરવામાં આવશે. આ પ્રોજેક્ટ્સને સમયસર પૂરો કરવા માટે સરકાર ભંડોળની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માંગે છે, જેના માટે તમામ વિકલ્પો પર કામ ચાલી રહ્યું છે. કેન્દ્રીય મંત્રીના જણાવ્યા મુજબ રોડ પ્રોજેક્ટ્સ ખૂબ જ અસરકારક છે, તેથી તેમને બજારમાંથી ભંડોળ એકત્ર કરવામાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. સરકાર રોડ પ્રોજેક્ટ્સ માટે ઈનવિટ્સ (InvITs) દ્વારા નાણાં એકત્ર કરશે. આમાં રિટેલ રોકાણકારો માટે 10 લાખ રૂપિયાની રોકાણ મર્યાદા રાખવામાં આવી છે.

ટૂંક સમયમાં એક લાખ કરોડ રૂપિયાને પાર કરશે ટોલની આવક

તેમને ગુરુવારે અહીં એક કાર્યક્રમમાં કહ્યું કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)ની ટોલ આવક વાર્ષિક રૂ. 40,000 કરોડથી વધીને આગામી ત્રણ વર્ષમાં રૂ. 1.40 લાખ કરોડ થશે. “આ મહિને હું રોડ પ્રોજેક્ટ્સ માટે ભંડોળ એકત્ર કરવા માટે મૂડીબજારનો સંપર્ક કરીશ. ટોલમાંથી અમારી આવક ઘણી સારી છે અને એનએચએઆઈનું રેટિંગ એએએ છે. મને 100% ખાતરી છે કે અમને મૂડીબજારમાંથી સારો પ્રતિસાદ મળશે.

ગડકરીએ જણાવ્યું હતું કે વીમા અને પેન્શન ફંડોએ ભારતના રોડ પ્રોજેક્ટ્સમાં રોકાણ કરવામાં રસ દાખવ્યો છે કારણ કે આ પ્રોજેક્ટ આર્થિક રીતે સધ્ધર છે. તેમને ગયા મહિને કહ્યું હતું કે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ્સ (InvITs) દ્વારા નાણાં એકત્ર કરવામાં આવશે અને રિટેલ રોકાણકારો માટે 10 લાખ રૂપિયાની રોકાણ મર્યાદા હશે.

શું છે ઈનવિટ્સ

ઈનવિટ્સ એટલે કે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ મ્યુચ્યુઅલ ફંડ જેવું છે. પરંતુ આમાં એકત્ર થયેલ ફંડનો ઉપયોગ ઈન્ફ્રા પ્રોજેક્ટ માટે કરવામાં આવે છે. આ દ્વારા ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણકારો સીધી નાની રકમનું રોકાણ કરીને વળતરના રૂપમાં આવકનો એક નાનો ભાગ મેળવી શકે છે. ઈનવિટ્સની શરૂઆત કરવામાં આવી હતી, જેથી પ્રોજેક્ટને ભંડોળની કોઈ અછતનો સામનો ન કરવો પડે અને તેઓ નાણાં એકત્ર કરવા માટે અન્ય વિકલ્પ મેળવી શકે.

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">