AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Commodity Market Today: સરકારે ડુંગળીના ભાવને અંકુશમાં લેવા લીધા પગલાં, 4 દિવસમાં 2800 ટનની કરી ખરીદી

સરકારે બફર સ્ટોકનો લક્ષ્યાંક 3 લાખ ટનથી વધારીને 5 લાખ ટન કર્યો છે. તાજેતરમાં, સરકારે બફર સ્ટોક દ્વારા ખેડૂતો પાસેથી 2800 ટન ડુંગળીની ખરીદી કરી છે. આ સાથે સરકાર ડુંગળીની વધતી કિંમતોને કાબૂમાં લેવા માટે કામ કરી રહી છે.

Commodity Market Today: સરકારે ડુંગળીના ભાવને અંકુશમાં લેવા લીધા પગલાં, 4 દિવસમાં 2800 ટનની કરી ખરીદી
Onion Price Hike
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 27, 2023 | 11:07 AM
Share

ટામેટા બાદ ડુંગળી (Onion)ના ભાવે સામાન્ય જનતાને રડાવ્યા છે. જો કે, સરકારે કિંમતો અને મોંઘવારી પર અંકુશ મેળવવા માટે ઘણા મહત્વપૂર્ણ પગલાં લેવાનું શરૂ કર્યું છે. તાજેતરમાં, ડુંગળીના ભાવને નિયંત્રિત કરવા માટે, સરકારે (Government) તેનો બફર સ્ટોક કરવાનું શરૂ કર્યું છે. NCCFએ છેલ્લા 4 દિવસમાં ખેડૂતો પાસેથી 2800 ટન ડુંગળીની ખરીદી કરી છે.

ડુંગળીના ભાવ 60 રૂપિયા પ્રતિ કિલો

આ સાથે સરકારે બફર સ્ટોકનો લક્ષ્યાંક 3 લાખ ટનથી વધારીને 5 લાખ ટન કર્યો છે. સરકારે ખેડૂતોને ભાવ વધવાના અને પાકને નુકસાન થવાના ડરથી ઉતાવળમાં કે ગભરાટમાં વેચાણ ન કરવાની અપીલ કરી છે. NCCF અને NAFED ખેડૂતોની ડુંગળી વ્યાજબી દરે ખરીદશે. હાલમાં બજારમાં ડુંગળીના ભાવ 60 રૂપિયા પ્રતિ કિલો સુધી છે.

સરકાર ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરે છે

બે સરકારી સમિતિઓ NCCF અને NAFEDએ જણાવ્યું હતું કે તેમણે ડુંગળીના ભાવ સ્થિર રાખવા અને ફુગાવાને રોકવા માટે 22 ઓગસ્ટથી મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશના ખેડૂતો પાસેથી સીધી ખરીદી શરૂ કરી છે. મહારાષ્ટ્રમાં લગભગ 12-13 ખરીદ કેન્દ્રો ખોલવામાં આવ્યા છે અને જો માંગ વધશે તો આ કેન્દ્રો વધુ વધારવામાં આવશે.

વ્યાજબી દરે 2,826 ટન ડુંગળી ખરીદી

છેલ્લા 4 દિવસમાં સરકારી સમિતિઓએ ખેડૂતો પાસેથી વ્યાજબી દરે 2,826 ટન ડુંગળી ખરીદી છે. મહારાષ્ટ્રમાંથી સૌથી વધુ ખરીદી કરવામાં આવી છે. ખેડૂતોને ફાયદો થાય તે માટે સરકારે 2410 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે ડુંગળીની ખરીદી કરી છે, હાલમાં તે 1900-2000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે.

આ પણ વાંચો : Suzlon Energyને મોટો ઓર્ડર મળ્યો, કંપનીનો શેર 52 સપ્તાહની ટોચ પર, જાણો શું છે કારણ !

નિકાસ પર 40 ટકા ડ્યુટી લગાવી

ડુંગળીના ભાવને અંકુશમાં રાખવા માટે સરકારે તેની નિકાસ પર 40 ટકા ડ્યુટી લગાવી છે. તમને જણાવી દઈએ કે, નવા ફી દર 31 ડિસેમ્બર સુધી લાગુ રહેશે. સરકારનું માનવું છે કે આગામી દિવસોમાં દુનિયાભરમાં ડુંગળીના ભાવ વધી શકે છે. ઉલ્લેખનીય છે કે, ભારતમાં ડુંગળીના ભાવમાં 20 ટકાનો વધારો થયો છે. સરકારને ડર છે કે ડુંગળીના ભાવ ટામેટાં જેવા થઈ શકે છે, તેથી સરકાર આ સાવચેતીનું પગલું લઈ રહી છે. ડુંગળી, ટામેટા અને શાકભાજીના ભાવે પણ RBIની ચિંતા વધારી છે.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
g clip-path="url(#clip0_868_265)">