Sovereign Gold Bond દ્વારા સરકારે 31,290 કરોડ રૂપિયા હાંસલ કર્યા, શું યોજનાના રોકાણકારોને મળશે વધુ વ્યાજનો લાભ? જાણો નાણામંત્રીનો જવાબ

નાણામંત્રી સીતારમણે લોકસભામાં આ યોજનાના લાભ વિશે જણાવ્યું હતું કે ભારતીય રૂપિયાની ચુકવણી પર SGB જારી કરવામાં આવે છે. આ બોન્ડ સરકાર વતી ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા જારી કરવામાં આવે છે.

Sovereign Gold Bond દ્વારા સરકારે 31,290 કરોડ રૂપિયા હાંસલ કર્યા, શું યોજનાના રોકાણકારોને મળશે વધુ વ્યાજનો લાભ? જાણો નાણામંત્રીનો જવાબ
Nirmala Sitharaman
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 10, 2021 | 8:13 AM

કેન્દ્ર સરકારે સોવરેન ગોલ્ડ બોન્ડ(Sovereign Gold Bond) યોજનામાં મોટી સફળતા હાંસલ કરી છે. મોદી સરકારે(Modi Government) વર્ષ 2015 માં એસજીબી યોજના(SGB Scheme)ની શરૂઆતથી અત્યારસુધીમાં 31,290 કરોડ રૂપિયા મેળવ્યા છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે(Fm Nirmala Sitharaman) સંસદના નીચલા ગૃહમાં એક પ્રશ્નના જવાબમાં માહિતી આપી હતી કે આ યોજનાનો ઉદ્દેશ લોકોને વૈકલ્પિક નાણાકીય સંપત્તિ બનાવવા માટે તક આપવાનો છે. આ સાથે એસજીબી સ્કીમ દ્વારા ફિઝિકલ ગોલ્ડ ખરીદવાનો વિકલ્પ પણ મળ્યો છે. કેન્દ્ર સરકારે આ યોજના 5 નવેમ્બર 2015 ના રોજ શરૂ કરી હતી જે ઘણી લોકપ્રિય રહી છે.

શું વ્યાજ દરમાં વધારો કરાશે? નાણામંત્રી સીતારમણે લોકસભામાં આ યોજનાના લાભ વિશે જણાવ્યું હતું કે ભારતીય રૂપિયાની ચુકવણી પર SGB જારી કરવામાં આવે છે. આ બોન્ડ સરકાર વતી ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા જારી કરવામાં આવે છે. સોવરેન ગેરંટી વાળા બોન્ડનું વેચાણ ભારતીયો અને ભારતીય સંસ્થાઓ સુધી મર્યાદિત છે. હાલમાં કોઈપણ હિન્દુ અવિભાજિત કુટુંબ (HUF) અથવા વ્યક્તિગત રોકાણકાર દરેક નાણાકીય વર્ષમાં મહત્તમ 4 કિલો SGB નું રોકાણ કરી શકે છે. બીજી તરફ ટ્રસ્ટ અને તેમના જેવી સંસ્થાઓ માટે આ મર્યાદા વાર્ષિક 20 કિલો નક્કી કરવામાં આવી છે. વ્યાજ દરમાં વધારાના પ્રશ્ન પર નાના મંત્રીએ કહ્યું કે આરબીઆઈ પાસે હજી સુધી આવી કોઈ દરખાસ્ત વિચારણા હેઠળ નથી. સરકાર પાસે પણ અત્યારે આવી કોઈ યોજના નથી.

SGB ના શું છે લાભ? સોવરેન ગોલ્ડ બોન્ડ પર દર અડધા વર્ષે 2.50 ટકાના દરે વ્યાજ ચૂકવવામાં આવે છે. બોન્ડ પરના વ્યાજમાંથી આવક આવકવેરા કાયદા હેઠળ કરપાત્ર છે. આ બોન્ડના ડોક્યુમેન્ટ અને ડીમેટ ફોર્મેટ બંને ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. સેકન્ડરી માર્કેટમાં વેપાર કરી શકાય છે. નાણામંત્રીએ જણાવ્યું હતું કે વ્યક્તિગત રોકાણકારોને SGB રિડીમ કરવા પર મળેલી મૂડી પર કેપિટલ ગેઇન્સ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે. દરમિયાન RBI ની SGB યોજના 2021-22 ની પાંચમી શ્રેણી સબસ્ક્રિપ્શન માટે ખુલ્લી છે. કોઈપણ રોકાણકાર 13 ઓગસ્ટ સુધી તેમાં રોકાણ કરી શકે છે. તેની ઇશ્યૂ કિંમત રૂપિયા 4,790 પ્રતિ ગ્રામ નક્કી કરવામાં આવી છે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

24 કેરેટ શુદ્ધતાની ગેરેંટી કેન્દ્ર સરકારે સોવરેન ગોલ્ડ બોન્ડના નામથી સ્કીમ (Sovereign Gold Bond Scheme) શરૂ કરી છે, જે અંતર્ગત સોનું વેચવામાં આવી રહ્યું છે. આ સોનુ ભારત સરકાર વતી RBI વેચી રહી છે. દર મહિને ચોક્કસ તારીખ જાહેર કરી તે સમયગાળામાં સોનું વેચવામાં આવે છે. આ સોનુ શુદ્ધતાની ખાતરી સાથે ઓફર કરાય છે. સોવરેન ગોલ્ડ સામાન્ય ફિઝિકલ ગોલ્ડની જગ્યાએ બ્રાન્ડ તરીકે અપાય છે. આ સ્કીમમાં ગેરેન્ટેડ 24 કેરેટ ગોલ્ડ ઓફર કરવામાં આવે છે. SGBની ઇશ્યૂ પ્રાઈઝ છેલ્લા 3 ટ્રેડિંગ સેશન દરમિયાન 24 કેરેટ સોનાના સરેરાશ બંધ ભાવના આધારે નક્કી કરવામાં આવે છે. આ વખતે ગોલ્ડ બોન્ડનો ઇશ્યૂ પ્રાઈઝ 4790 રૂપિયા પ્રતિ ગ્રામ રાખવામાં આવ્યો છે એટલે કે 10 ગ્રામ સોનાનો ભાવ રૂપિયા 47900 રહેશે.

આ પણ વાંચો :  IPO : આજે આ બે કંપનીઓના IPO સબ્સ્ક્રિપશન માટે ખુલ્યા , રોકાણ પહેલા કંપની વિશે વિગતવાર

આ પણ વાંચો :  VI ને આર્થિક સંકટમાંથી બહાર લાવવા SBI એ સૂચવ્યો માસ્ટર પ્લાન, શું 1.8 લાખ કરોડના દેવાવાળી કંપનીના અચ્છે દિન આવશે ?

g clip-path="url(#clip0_868_265)">