રૂપિયામાં 19 મહિનાનો સૌથી મોટો ઘટાડો, જાણો નબળા રૂપિયાના ફાયદા અને ગેરફાયદા ?

ગ્લોબલ બોન્ડ માર્કેટમાં બોન્ડના ભાવમાં ઘટાડા વચ્ચે યુએસ ડોલર સામે રૂપિયાના વિનિમય દરમાં શુક્રવારે 19 મહિનાનો સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે. રૂપિયો 104 પૈસા તૂટીને 73.47 ના સ્તરે બંધ રહ્યો હતો.

રૂપિયામાં 19 મહિનાનો સૌથી મોટો ઘટાડો, જાણો નબળા રૂપિયાના ફાયદા અને ગેરફાયદા ?
દેશના વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો થયો
Ankit Modi

| Edited By: Bipin Prajapati

Feb 27, 2021 | 9:23 AM

ગ્લોબલ બોન્ડ માર્કેટમાં બોન્ડના ભાવમાં ઘટાડા વચ્ચે યુએસ ડોલર સામે રૂપિયાના વિનિમય દરમાં શુક્રવારે 19 મહિનાનો સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે. રૂપિયો 104 પૈસા તૂટીને 73.47 ના સ્તરે બંધ રહ્યો હતો. બજારના નિષ્ણાતોએ જણાવ્યું હતું કે યુ.એસ. અને સીરિયા વચ્ચે વધી રહેલા તનાવથી રોકાણકારોની વ્યાપારિક ભાવનાઓને પણ અસર થઈ છે.

ઇન્ટરબેન્ક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં યુએસ ડોલર સામે રૂપિયો 72.43 ના સ્તરે ખુલ્યા પછી તે ટ્રેડિંગ દરમિયાનદિવસના નીચલા સ્તરે 73.51 ની સપાટીને સ્પર્શ્યો હતો. છેલ્લે, રૂપિયો તેના અગાઉના બંધ ભાવની તુલનામાં 104 પૈસા તૂટીને 73.47 ની સપાટીએ બંધ રહ્યો હતો.

સાપ્તાહિક ધોરણે 82 પૈસાનો ઘટાડો 5 ઓગસ્ટ 2019 પછી રૂપિયાના વિનિમય દરમાં આ સૌથી મોટો ઘટાડો છે. શુક્રવારે બજાર બંધ સમયે વિનિમય દર 72.43 હતો. સાપ્તાહિક ધોરણે ડોલર સામે રૂપિયો 82 પૈસા તૂટ્યો છે. ૬ મુખ્ય કરન્સી સામે ડોલરની સ્થિતિ દર્શાવતો ડોલર ઇંડેક્સ 0.43 ટકા વધીને 90.52 પર પહોંચી ગયો છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારો મૂડી બજારમાં ચોખ્ખા ખરીદારો છે જેમણે બુધવારે 28,739.17 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા હતા.

શું ફાયદો? નબળા રૂપિયાના નિકાસકારો માટે સારા સમાચાર છે. આનું કારણ એ છે કે તેઓ વિદેશમાં માલ વેચવાથી આવક મેળવે છે. તેમને તેમના ઉત્પાદન માટે વધુ કિંમત મળે છે. ઉદાહરણ તરીકે, આઇટી અને ફાર્મા કંપનીઓને રૂપિયાની નબળાઇથી ફાયદો થાય છે. આનું કારણ એ છે કે તેમની મોટાભાગની આવક વિદેશની છે.

શું નુકસાન ? ભારત તેની પેટ્રોલિયમ પેદાશોના આશરે 80% આયાત કરે છે. રૂપિયામાં ઘટાડાને કારણે પેટ્રોલિયમ પેદાશોની આયાત મોંઘી થશે. આને કારણે ઓઇલ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો કરી શકે છે. ડીઝલના ભાવમાં વધારાથી નૂર વધશે જેના કારણે મોંઘવારી વધી શકે છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati