Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ટેસ્લાની ગુજરાતમાં એન્ટ્રીને લઈ મંત્રી ઋષિકેશ પટેલનું સૂચક નિવેદન, જાણો ટેસ્લાનું મોદી કનેક્શન

વિશ્વની સૌથી મોટી ઈલેક્ટ્રિક કાર ઉત્પાદક કંપની ટેસ્લોએ ભારતમાં કાર મેન્યુફેક્ચરીંગ પ્લાન્ટ નાંખવા લગગભ મન બનાવી લીધુ છે. ટેસ્લા કાર પ્લાન્ટ નાંખે તે માટે તામિલનાડુ, તેલંગણા અને મહારાષ્ટ્ર વચ્ચે ખેંચતાણ જામી પણ હતી. જોકે સારા સમાચાર એ છે કે તમામ સર્વે બાદ એલન મસ્ક ગુજરાત પર પસંદગી ઉતારી છે.

ટેસ્લાની ગુજરાતમાં એન્ટ્રીને લઈ મંત્રી ઋષિકેશ પટેલનું સૂચક નિવેદન, જાણો ટેસ્લાનું મોદી કનેક્શન
Follow Us:
| Updated on: Dec 28, 2023 | 10:15 PM

ટેસ્લા માટે ગુજરાત ખૂબ આશાવાદી છે. કારણ કે, એલન મસ્કનું ગુજરાત એ પહેલું ડેસ્ટિનેશન તેના મનની અંદર બેઠેલું છે. જયારે જગ્યાઓ શોધવાનો, અથવા તો જગ્યાઓ માટે ભારતનો સર્વે કર્યો ત્યારે એમના મનમાં ગુજરાત વસેલું હોય તેવું દેખાય છે. અને કદાચ ટૂંક સમયમાં તે બાબતની જાહેરાત પણ થશે

રાજ્ય સરકારના મંત્રી તથા પ્રવક્તા ઋષિકેશ પટેલ પોતે કહી રહ્યા છે કે ટેસ્લાએ ગુજરાતમાં આવવાનું મન બનાવી લીધું છે. અધિકારિક સૂત્રોના મતે ટેસ્લા ગુજરાતમાં સાણંદ નજીક કાર મેન્યુફેક્ચરીંગ પ્લાન્ટ શરૂ કરે તેવી શક્યતા છે. જાન્યુઆરી-2024માં યોજાનારાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ટેસ્લા સાથે એમઓયુ થઇ શકે છે.

આમ, સુત્રે મુજબવિશ્વના ધનિક વ્યક્તિ ગણાતાં એલન મસ્ક ભારતમાં ઇવી કાર પ્રોજેક્ટ માટે ગુજરાત પર પસંદગીનો કળશ ઢોળ્યો છે જેના પગલે ગુજરાત રાજ્યના ઉદ્યોગ વિભાગે ટેસ્લા પ્રોજેક્ટ માટે સાણંદ નજીક જમીન ફાળવણીની તૈયારીઓ આદરી છે.

Mobile Rules : કયા સમયે મોબાઈલને ન અડવો જોઈએ? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
Jioનો સ્પેશ્યિલ પ્લાન, માત્ર 100 રૂપિયામાં 3 મહિના TV પર ચાલશે JioHotstar
Holi Ash Remedies: હોલિકા દહનની રાખ સાથે કરો આ એક કામ, રાહુ-કેતુના સંકટ ટળી જશે
ખિસકોલીનું રોજ તમારા ઘરે આવવું કઈ વાતનો સંકેત આપે છે? જાણો અહીં
IPLની એક મેચની કિંમત 119 કરોડ રૂપિયા
51 વર્ષની ઉંમરે પણ કેમ કુંવારી છે ગીતામા? હવે લગ્ન કરવાને લઈને કહી મોટી વાત

ગુજરાત ધીરે ધીરે ઓટોમોબાઈલ હબ બની રહ્યુ છે. રાજ્યમાં ઓટોમોબાઈલ ક્ષેત્રનું મૂલ્ય આજે 3 બિલિયન યુએસ ડોલર છે. અહિં આઠ લાખથી વધુ વાહનોની વાર્ષિક નિકાસ થઈ રહી છે. 2009માં સાણંદમાં ટાટા મોટર્સ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટની સ્થાપના થઈ હતી. જે બાદ આંતરરાષ્ટ્રીય રોકાણકારો મોટા પ્રમાણમાં આકર્ષાયા. વર્ષ 2011માં ફોર્ડ મોટર્સ દ્વારા તેમના સાણંદ ખાતેના પ્લાન્ટમાં ₹5,000 કરોડનું રોકાણ કરવામાં આવ્યુ હતુ. જેના કારણે ગુજરાતમાં 3000 નોકરીઓની તક સર્જાઈ.

વર્ષ 2014માં સુઝુકી મોટર્સે ₹14,784 કરોડના મેગા યુનિટની સ્થાપના કરી. જેને લીધે 9100 નોકરીઓની તક ઉભી થઈ. વર્ષ 2022માં ટાટા મોટર્સે સાણંદમાં સ્થિત ફોર્ડ મોટર્સનો પ્લાન્ટ હસ્તગત કર્યો. 2017માં MG મોટર્સે ₹2000 કરોડના પ્રારંભિક રોકાણ અને વાર્ષિક 80,000 યુનિટ્સની ઉત્પાદન ક્ષમતા સાથે GM ઇન્ડિયાનો હાલોલ પ્લાન્ટ હસ્તગત કર્યો હતો.

આ પણ વાંચો : હવે અકસ્માત સાથે કુદરતી આફત, ચોરી જેવી ઘટનાઓમાં પણ વાહનોને મળશે વીમા રક્ષણ, જાણો Tata AIGની આ ખાસ પોલિસી વિશે

મહત્વનુ છે કે આ સ્થિતિમાં ટેસ્લા આવશે તો ગુજરાતનું નામ દેશ વિદેશમાં ગુંજશે એ ચોક્કસ છે. મસ્કના રોકાણથી રોજગારીથી લઈને વેપાર ધંધાની તકોમાં પણ પુષ્કળ વધારો થશે. બની શકે કે આ વાતની જાહેરાત સત્તાવાર રીતે આગામી મહિનામાં વાઈબ્રન્ટ સમિટ દરમિયાન થઈ જશે. જોવું રહ્યુ કે ક્યારે અને કયા પ્રકારે આ જાહેરાત કરવામાં આવે છે.

g clip-path="url(#clip0_868_265)">