Tega Industries IPO : 1 ડિસેમ્બરે આવી રહી છે કમાણી માટેની તક, સંપૂર્ણ OFS છે IPO

બજારમાંથી મૂડી એકત્ર કરવા માટે ખાનગી કંપની દ્વારા IPO લાવવામાં આવે છે. તે ખાનગી કંપનીને જાહેર કંપનીમાં રૂપાંતરિત કરવાની પ્રક્રિયા છે. જ્યારે કંપનીઓને નાણાંની જરૂર હોય છે ત્યારે તેઓ પોતાને શેરબજારમાં લિસ્ટ કરે છે.

Tega Industries IPO : 1 ડિસેમ્બરે આવી રહી છે કમાણી માટેની તક, સંપૂર્ણ OFS છે IPO
Tega Industries IPO
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 26, 2021 | 8:30 AM

દેશનું IPO માર્કેટ તેજીમાં છે. એક પછી એક ઘણી કંપનીઓ તેમની ઇનિશિયલ પબ્લિક ઓફર એટલે કે IPO લાવી રહી છે. હવે ખાણ ઉદ્યોગ માટે સામાન બનાવતી કંપની ટેગા ઈન્ડસ્ટ્રીઝ લિ.નો આઈપીઓ( Tega Industries IPO ) 1 ડિસેમ્બરે આવશે.કંપની દ્વારા સબમિટ કરવામાં આવેલા દસ્તાવેજો અનુસાર કંપનીનો આઈપીઓ 3 ડિસેમ્બરે બંધ થશે.

આ આઈપીઓ સંપૂર્ણપણે વેચાણ માટે ઓફર કરે છે એટલે કે OFS છે. આવી સ્થિતિમાં કંપનીને આ IPOમાંથી કોઈ ફંડ નહીં મળે. કંપની આગામી થોડા દિવસોમાં તેના IPOની પ્રાઇસ બેન્ડ અને લોટ સાઈઝ સહિતની બાકીની વિગતો જાહેર કરશે.

IPO હેઠળ, 1,36,69,478 ઇક્વિટી શેર પ્રમોટર્સ અને હાલના શેરધારક દ્વારા વેચાણ માટે ઓફર-ફોર-સેલ હેઠળ ઓફર કરવામાં આવશે. પ્રમોટર મદન મોહન મોહનકા 33.14 લાખ ઇક્વિટી શેર અને મનીષ મોહનકા 6.63 લાખ ઇક્વિટી શેર વેચશે. આ સિવાય યુએસ સ્થિત પ્રાઈવેટ ઈક્વિટી ફર્મ TA એસોસિએટ્સ સાથે સંકળાયેલ વેગનર ઓફર-ફોર-સેલ દ્વારા 96.92 લાખ શેરનું વેચાણ કરશે. હાલમાં, પ્રમોટર્સ અને પ્રમોટર જૂથ ટેગા ઇન્ડસ્ટ્રીઝમાં 85.17 ટકા હિસ્સો ધરાવે છે જયારે વેગનર પાસે 14.54 ટકા હિસ્સો છે.

અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના

ટેગા ઇન્ડસ્ટ્રીઝ આવકની દૃષ્ટિએ દેશમાં પોલિમર આધારિત મિલ લાઇનર્સની બીજી સૌથી મોટી ઉત્પાદક છે. ટેગા ઇન્ડસ્ટ્રીઝ કંપનીની સ્થાપના ભારતમાં 1978માં સ્વીડનના સ્કજા એબીના સહયોગથી કરવામાં આવી હતી. બાદમાં પ્રમોટર મદન મોહન મોહનાએ 2001માં કંપનીમાં Skaja ABનો સંપૂર્ણ હિસ્સો ખરીદ્યો હતો.

જો તમે ઈનિશિયલ પબ્લિક ઑફર એટલે કે IPO માં રોકાણ દ્વારા પૈસા કમાવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા કામના છે. દેશમાં Paytm ના નબળા લિસ્ટિંગના નકારાત્મક અહેવાલોને ભૂતકાળ બનાવીને IPO માર્કેટ ફરી એકવાર ધમધમવા માટે તૈયાર છે. આગામી કેટલાક મહિનામાં અડધો ડઝન કંપનીઓના IPO બજારમાં આવવાના છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર માર્કેટ રેગ્યુલેટર સેબીએ 6 કંપનીઓના IPO માટે સબમિટ કરેલા ડ્રાફ્ટ પેપરને મંજૂરી આપી દીધી છે.

આ કંપનીઓમાં મેડપ્લસ હેલ્થ સર્વિસિસ(Medplus Health Services), રેટગેન ટ્રાવેલ ટેક્નોલોજીસ(RateGain Travel Technologies), પૂર્ણિક બિલ્ડર્સPurnik Builders), ફ્યુઝન માઇક્રો ફાઇનાન્સ(Fusion Micro Finance), ટ્રૅકએક્સએન ટેક્નૉલૉજીસ(Tracxn Technologies) અને પ્રુડન્ટ કૉર્પોરેટ એડવાઇઝરી સર્વિસિસ (Prudent Corporate Advisory Services) નો સમાવેશ થાય છે.

IPO શું છે? બજારમાંથી મૂડી એકત્ર કરવા માટે ખાનગી કંપની દ્વારા IPO લાવવામાં આવે છે. તે ખાનગી કંપનીને જાહેર કંપનીમાં રૂપાંતરિત કરવાની પ્રક્રિયા છે. જ્યારે કંપનીઓને નાણાંની જરૂર હોય છે ત્યારે તેઓ પોતાને શેરબજારમાં લિસ્ટ કરે છે. કંપની તેની જરૂરિયાત મુજબ IPO દ્વારા પ્રાપ્ત મૂડી ખર્ચે છે. આ ફંડનો ઉપયોગ દેવું ચૂકવવા અથવા કંપનીની વૃદ્ધિ વગેરે માટે થઈ શકે છે. સ્ટોક એક્સચેન્જમાં શેરની લિસ્ટિંગથી કંપનીને તેના મૂલ્યનું યોગ્ય મૂલ્યાંકન કરવામાં મદદ કરે છે.

આ પણ વાંચો : Petrol Diesel Price Today : આ રીતે જાણો શું છે આજે તમારા શહેરમાં એક લીટર પેટ્રોલ – ડીઝલની કિંમત

આ પણ વાંચો : Upcoming IPO : ટૂંક સમયમાં આવી રહી છે કમાણી માટેની તક, 6 કંપનીઓને SEBI એ IPO માટે મંજૂરી આપી

g clip-path="url(#clip0_868_265)">