ટાટા ગ્રુપનો મોટો દાવ, ડિફેન્સ સેક્ટરની આ મલ્ટીબેગર કંપનીના 20 લાખ શેર ખરીદ્યા
કેન્દ્રીય બજેટ 2023-24માં સંરક્ષણ ક્ષેત્ર પર પણ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું. બજેટની નાણાકીય દરખાસ્ત સંરક્ષણ સેવાઓમાં આધુનિકીકરણ અને માળખાગત વિકાસ માટે ઊંડી પ્રતિબદ્ધતા દર્શાવે છે. બજેટમાં રૂ.1,62,600 કરોડની ફાળવણી જે ગયા નાણાકીય વર્ષ કરતાં 6.7 ટકા વધુ છે.
ભૌગોલિક-રાજકીય ફેરફારો અને વ્યૂહાત્મક ચાલ વચ્ચે દલાલ-સ્ટ્રીટ પર ડિફેન્સ શેરો અલગ રીતે ઉભરી રહ્યા છે, જેમાં નફાની વધતી સંભાવના અને આકર્ષક વળતર રોકાણકારોને આકર્ષી રહ્યા છે. ભારતીય સંરક્ષણ ક્ષેત્ર એવા તબક્કે છે જ્યાં રોકાણકારો અપાર સંભાવનાઓ જોઈ રહ્યા છે. ભારતીય સંરક્ષણ ક્ષેત્રની વિશ્વમાં પોતાની આગવી ઓળખ છે.
કેન્દ્રીય બજેટ 2023-24માં સંરક્ષણ ક્ષેત્ર પર પણ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું. બજેટની નાણાકીય દરખાસ્ત સંરક્ષણ સેવાઓમાં આધુનિકીકરણ અને માળખાગત વિકાસ માટે ઊંડી પ્રતિબદ્ધતા દર્શાવે છે. બજેટમાં રૂ.1,62,600 કરોડની ફાળવણી જે ગયા નાણાકીય વર્ષ કરતાં 6.7 ટકા વધુ છે.
આ સમય દરમિયાન એક સ્ટોક તેના પ્રદર્શનથી ચર્ચામાં આવ્યો છે, જેનું નામ ઝેન ટેક્નોલોજીસ લિમિટેડ (ZTL) છે. ઝેન ટેક્નોલોજીસ એ સંરક્ષણ ક્ષેત્રની કંપનીઓમાંની એક છે. જેણે છેલ્લા એક વર્ષમાં રોકાણકારોને મજબૂત વળતર આપ્યું છે. હવે ટાટા ગ્રુપની કંપની ટાટા એઆઈએ લાઈફ ઈન્સ્યોરન્સે પણ આ કંપની પર દાવ લગાવ્યો છે. ટાટા ગ્રુપની દિગ્ગજ કંપનીએ 20 લાખ શેર ખરીદ્યા છે.
ટાટા ગ્રુપની એન્ટ્રી
14 ડિસેમ્બર 2023ના રોજ ટાટા AIA લાઈફ ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડે શેર દીઠ સરેરાશ 725 રૂપિયાના ભાવે ZTLના 20 લાખ શેર ખરીદીને મેદાનમાં ઉતરી છે. આ ખરીદી બાદ ટાટા ગ્રુપની કંપની પાસે હવે ડિફેન્સ સેક્ટરની કંપનીમાં 2.38 ટકા હિસ્સો છે. ટાટા AIA લાઈફ ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડ એ ટાટા સન્સ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા રચાયેલી સંયુક્ત સાહસ કંપની છે.
આ કંપનીમાં રોકાણકારોની રુચિ એટલે વધે છે, કારણ કે પ્રખ્યાત રોકાણ નિષ્ણાત મુકુલ અગ્રવાલ ZTLમાં પહેલેથી જ 11,26,765 શેર સાથે નોંધપાત્ર હિસ્સો ધરાવે છે. મુકુલ અગ્રવાલ કંપનીમાં 1.34 ટકા હિસ્સો ધરાવે છે.