AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tarsons IPO Allotment Status: આ રીતે જાણો તમારા ખાતામાં શેર જમા થશે કે પૈસા? કેવું છે કંપનીનું GMP?

Tarsons Products કંપનીએ રૂ. 1024 કરોડના ઈશ્યુ જારી કર્યા હતા જેમાં ઓફર ફોર સેલમાં રૂ 150 કરોડનો ફ્રેશ ઈશ્યુ અને 1.32 કરોડ ઈક્વિટી શેર વેચાયા હતા.

Tarsons IPO Allotment Status: આ રીતે જાણો તમારા ખાતામાં શેર જમા થશે કે પૈસા? કેવું છે કંપનીનું GMP?
IPO Investment Tips
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 22, 2021 | 6:45 AM
Share

Tarsons Products IPO: અગ્રણી લાઈફ સાયન્સ કંપની Tarsons Products નો IPO 15 નવેમ્બરે ખુલ્યો અને 17 નવેમ્બરે બંધ થયો હતો. IPO ની પ્રાઇસ બેન્ડ 635-662 રૂપિયા પ્રતિ શેર હતી. હવે કંપનીના શેરની ફાળવણી 23 નવેમ્બરે થવા જઈ રહી છે.

Tarsons Products કંપનીએ રૂ. 1024 કરોડના ઈશ્યુ જારી કર્યા હતા જેમાં ઓફર ફોર સેલમાં રૂ 150 કરોડનો ફ્રેશ ઈશ્યુ અને 1.32 કરોડ ઈક્વિટી શેર વેચાયા હતા. કંપનીના કર્મચારીઓ માટે 60,000 ઇક્વિટી શેર અનામત રાખવામાં આવ્યા હતા.

પ્રાઇમરી માર્કેટની વાત કરીએ તો ગ્રે માર્કેટમાં Tarsons Productsના શેર રૂ 240ની ઉપર પહોંચી ગયા હતા. ગ્રેટ માર્કેટ્સ અનુસાર ટાર્સન પ્રોડક્ટ્સના શેરનું લિસ્ટિંગ આશરે રૂ. 872 હોઈ શકે છે. તે 77.49 ગણું સબસ્ક્રાઇબ થયું હતું. બિન-સંસ્થાકીય રોકાણકારોની શ્રેણીમાં સબસ્ક્રિપ્શન 184.58 ગણું હતું. તે જ સમયે, ક્વોલિફાઈડ સંસ્થાકીય ખરીદદારો માટે અનામત ભાગમાં 115.77 ગણું બુકિંગ કરવામાં આવ્યું હતું જ્યારે રિટેલ રોકાણકારોએ તેમના શેરની 10.56 ગણી બિડ કરી હતી.

રોકાણકારો તરફથી અદભૂત પ્રતિસાદ ટારસન પ્રોડક્ટ્સ(Tarsons Products)ના IPOમાં 50 ટકા હિસ્સો ક્વોલિફાઈડ સંસ્થાકીય રોકાણકારો માટે આરક્ષિત હતો. આ ભાગ લગભગ 116 ગણો સબ્સ્ક્રાઇબ થયો છે. 15 ટકા બિન-સંસ્થાકીય રોકાણકારો માટે અનામત છે. આ હિસ્સો 184.58 ગણો સબ્સ્ક્રાઇબ થયો છે. 35 ટકા રિટેલ રોકાણકારો માટે આરક્ષિત છે અને તે 10.5 ગણો ભરવામાં આવ્યો છે. કર્મચારીઓ માટે અનામત શેર 1.83 ગણો ભરેલો છે. એકંદરે આ ઈસ્યુ 77.49 ગણો સબસ્ક્રાઈબ થયો છે. IPO ના ભંડોળનો ઉપયોગ દેવું ચૂકવવા, નવો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવા અને અન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે.

BSE ની વેબસાઇટ પર શેરની ફાળવણી તપાસો

  • સૌ પ્રથમ તમારે BSEની વેબસાઇટ પર જવું પડશે.
  • અહીં ઇક્વિટી બોક્સ માં ટીક કરવું પડશે.
  •  હવે નીચે ઇશ્યૂનું નામ દાખલ કરો.
  •  તમારો એપ્લિકેશન નંબર લખો.
  • પાન નંબર દાખલ કરો
  •  હવે Search પર ક્લિક કરો.
  •  હવે આખી વિગત તમને જોવા મળશે.

રજિસ્ટ્રારની વેબસાઇટ દ્વારા તપાસો

  • KFintech પ્રાઇવેટ લિમિટેડ આ ઈશ્યુના રજિસ્ટ્રાર છે.
  • આ IPO માટે, રજિસ્ટ્રારની વેબસાઇટ પર જવું પડશે. લિંક: https://ris.kfintech.com/iposatus/ipos.aspx
  • ડ્રોપડાઉનમાં કંપનીનું નામ લખો.
  • આ પછી બોક્સમાં PAN નંબર, એપ્લિકેશન નંબર અથવા ડિપોઝિટરી/ક્લાયન્ટ ID દાખલ કરો
  •  કેપ્ચા દાખલ કરો અને સર્ચ બટન પર ક્લિક કરો. પછી તમને તમારું સ્ટેટસ ખબર પડશે.

આ પણ વાંચો : Share Market : ગત સપ્તાહે 2% તૂટ્યા બાદ ચાલુ સપ્તાહે કેવી રહેશે બજારની ચાલ? જાણો નિષ્ણાતોનો અભિપ્રાય

આ પણ વાંચો : SBIએ જન ધન ખાતાધારકોને હજુ સુધી પરત નથી કર્યા ખોટી રીતે વસૂલ કરાયેલા 164 કરોડ રૂપિયા: રિપોર્ટ

ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">