સ્વાદની સાચી પરખ હોય તો નોકરીની ઉત્તમ તક, સ્કોટલેન્ડની કંપની બિસ્કિટ ચાખવા વર્ષે ૪૦ લાખ રૂપિયા પગાર આપશે
જરા વિચારો જો તમને ઓફર મળે કે બિસ્કીટ ચાખવાને બદલે તમને વાર્ષિક 40 હજાર પાઉન્ડ એટલે કે આશરે 40 લાખ રૂપિયા નું પેકેજ મળશે. તો આનંદનું સ્તર જ કંઈક અલગ હશે. વાત સાંભળવામાં ખુબ સારી લાગશે પણ હકીકતમાં આ મજાક હોય તેવું લાગે. તમને અચરજ લાગશે પણ આ વાત સાચી છે. સ્કોટ્ટીશ બિસ્કિટ ઉત્પાદક બોર્ડર […]

જરા વિચારો જો તમને ઓફર મળે કે બિસ્કીટ ચાખવાને બદલે તમને વાર્ષિક 40 હજાર પાઉન્ડ એટલે કે આશરે 40 લાખ રૂપિયા નું પેકેજ મળશે. તો આનંદનું સ્તર જ કંઈક અલગ હશે. વાત સાંભળવામાં ખુબ સારી લાગશે પણ હકીકતમાં આ મજાક હોય તેવું લાગે.

તમને અચરજ લાગશે પણ આ વાત સાચી છે. સ્કોટ્ટીશ બિસ્કિટ ઉત્પાદક બોર્ડર બિસ્કિટ્સે બિસ્કિટ ચાખા માટે નોકરી માટે અરજીઓ માંગી છે. પ્રોડક્ટને ગુણવત્તાના શિખરે પહોંચાડવા ‘બોર્ડર બિસ્કીટ’ પોતાની પ્રોડક્ટ્સ માટે ‘માસ્ટર બિસ્કીટ’ શોધી રહ્યા છે.
કંપનીએ ઓફિશિયલ જાહેરાત બહાર પાડી અરજીઓ મંગાવી છે. જોબ માટે શરતો મુકવામાં આવી છે કે ઇચ્છુક અરજદારોને સ્વાદ અને બિસ્કીટ ઉત્પાદનની ઊંડી સમજ હોવી જરૂરી છે. સાથે જ લીડરશિપ અને કોમ્યુનિકેશન સ્કિલમાં હોંશિયાર હોવું પણ જરૂરી છે. કંપનીને ગ્રાહકો સાથેના તેમના સંબંધોને સુધારવા માટે રસપ્રદ રીતો સૂચવનારને નોકરીમાં પ્રાથમિકતા આપવામાં આવશે.
બિસ્કિટનો સ્વાદ ચાખવાને બદલે આ કંપની વાર્ષિક આશરે 40 લાખ રૂપિયાના પેકેજ આપશે. આ વેકેન્સી ફુલ ટાઇમ હશે અને વર્ષમાં 35 દિવસની રજાઓ પણ ઉપલબ્ધ રહેશે. હાલના સમયમાં સ્પર્ધાનું સ્તર ખુબ અલગ છે. ગ્રાહકોને અન્યથી અલગ અને અતિપ્રિય સ્વાદ પીરસનાર જ માર્કેટમાં આગળ રહશે.

બોર્ડર બિસ્કિટના ઉત્પાદકો આ વાત બરાબર સમજી રહ્યા છે જેઓ સ્વાદની પરખ અને ગ્રાહકની માંગ બંનેના પારખી વ્યક્તિને શોધી રહ્યા છે. ઉત્પાદનને ઊંચાઈ સુધી લઇ જવામાં અહમ ભુઈકા ભજવનારને તેમની સાથે જોડવા કંપની મોટી સેલેરી પણ આપવા તૈયાર છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
