Surat : વધી રહી છે લેબોરેટરીમાં બનેલા હીરાની ડિમાન્ડ, એક જ વર્ષમાં ઓર્ડરમાં પણ થયો મોટો વધારો

ભારતમાં પણ લેબોરેટરીમાં ઉગાડેલા ડાયમંડ જ્વેલરીની માંગ વધવા લાગી છે. સુરતમાં જ સોલિટેર હીરાની વીંટી, મંગળસૂત્ર, બંગડી, 2 કેરેટ સુધીના પેન્ડન્ટની માંગ વધી છે. આ લેબના કારણે ચેન્નઈ, મુંબઈ, બેંગલોર પહેલા સુરતમાં જ ડાયમંડ જ્વેલરી સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.

Surat : વધી રહી છે લેબોરેટરીમાં બનેલા હીરાની ડિમાન્ડ, એક જ વર્ષમાં ઓર્ડરમાં પણ થયો મોટો વધારો
Surat: Demand for laboratory-made diamonds on the rise, orders rise in a single year
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 12, 2021 | 7:10 AM

ડાયમંડ સીટી સુરત હવે રિયલ (Real Dimond )સાથે લેબગ્રોન ડાયમંડ(Lab Grown)  હબ પણ બની રહ્યું છે. હવે સુરતમાં લેબેગ્રોન ડાયમંડ જ્વેલરીનો ક્રેઝ પણ વધી રહ્યો છે. હળવા વજનના દાગીનાની સાથે પરંપરાગત હીરાના દાગીનામાં પણ લેબેગ્રોન ડાયમંડનો ઉપયોગ શરૂ થયો છે. અત્યાર સુધી લેબેગ્રોન સોલિટેર ડાયમંડ જ્વેલરીની વૈશ્વિક બજારમાં જ માંગ હતી. પરંતુ હવે સ્થાનિક બજારમાં પણ માંગ શરૂ થઈ છે.

ડાયમંડ હબ સુરતમાં લેબમાં ઉગાડવામાં આવેલા ડાયમંડ જ્વેલરીનું ઉત્પાદન કુદરતી હીરાની જેમ શરૂ થયું છે. લેબ ગ્રોન ડાયમંડ ના સુરતમાં 300 થી વધુ ઉત્પાદન એકમોથઇ ગયા છે. હવે લેબ્રોન ડાયમંડ જ્વેલરીના ઉત્પાદકોની સંખ્યા પણ વધી રહી છે. આ સાથે લેબ ગ્રોન ડાયમંડ જ્વેલરીના શોરૂમ પણ શરૂ થઈ ગયા છે.

ભારતમાં પણ લેબોરેટરીમાં ઉગાડેલા ડાયમંડ જ્વેલરીની માંગ વધવા લાગી છે. સુરતમાં જ સોલિટેર હીરાની વીંટી, મંગળસૂત્ર, બંગડી, 2 કેરેટ સુધીના પેન્ડન્ટની માંગ વધી છે. આ લેબના કારણે ચેન્નઈ, મુંબઈ, બેંગલોર પહેલા સુરતમાં જ ડાયમંડ જ્વેલરી સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.

મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ

લેબગ્રોન ડાયમંડ જ્વેલરી માર્કેટ માંડ 2%: લેબ્રોન ડાયમંડ જ્વેલરી ઉત્પાદકો કહે છે કે લેબ્રોન ડાયમંડ જ્વેલરી માર્કેટ 14 અબજ ડોલરના દાગીનાના વ્યવસાયમાં માંડ 2 ટકા હિસ્સો ધરાવે છે. આ 2030 સુધીમાં હજી પણ વધવાની ધારણા છે.

1 વર્ષમાં ઓર્ડર વધ્યા: સુરત લેબ ગ્રોન ડાયમંડ જ્વેલરીનું ઉત્પાદન કરતી નિર્માતા જણાવે છે કે નેચરલની જેમ સુરતમાં પણ લેબગ્રોન ડાયમંડ જ્વેલરીની માંગ વધી છે. અમે 1 વર્ષમાં મળતા ઓર્ડરમાં વધારો જોયો છે. જેમાં ખાસ કરીને રિંગ્સ, બુટીઝ, પેન્ડન્ટ્સ સાથે પરંપરાગત જ્વેલરી લેબમાં ઉગાડવામાં આવેલા હીરાના ઘરેણામાં પણ જોવા મળે છે.

લેબ ગ્રોન જ્વેલરીના BF નું ટેસ્ટિંગ શરૂ થયું છે. જે અત્યાર સુધી માત્ર છૂટક હીરા સુધી મર્યાદિત હતું. તેના કારણે લોકોનો આત્મવિશ્વાસ વધ્યો છે. 2 વર્ષમાં લેબોરેટરીમાં  ઉગાડેલા દાગીના બનાવીને સીધા બજારમાં વેચતા લોકોની સંખ્યા વધીને 19 થઈ છે. આમ સુરતમાં પ્રથમ લેબ ઉગાડેલા ડાયમંડ જ્વેલરીનું ઉત્પાદન શરૂ થયું છે. પહેલા સિન્થેટિક એટલે કે લેબગ્રોન ડાયમંડ ની એટલી કિંમત નહોતી પણ હવે ધીરે ધીરે તેની ડિમાન્ડ વધતા ઉત્પાદન પણ વધી રહ્યું છે. અને તેની સાથે જોડાયેલા લોકોનો આત્મવિશ્વાસ વધતા તેને વધુ વેગ પણ મળ્યો છે.

આ પણ વાંચો : Surat : સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા નિર્મિત હોસ્ટેલનું વડાપ્રધાન મોદીનાં હસ્તે ભૂમિ પૂજન કરાશે

આ પણ વાંચો : Surat : ગરબે ઘુમતા પહેલા મહાનગરપાલિકાની આરતી, કહેવુ પડશે કે માડી મેં વેક્સીન લીધી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">