દેશના સુરત (Surat)ડાયમંડ સિટી, ગ્રીન સિટી અને સિલ્ક સિટી તરીકે જાણીતું છે જોકે ત્યાંનો બહોળો વેપારીવર્ગ (GST)ના કાયદા અને GST ભરવાની પદ્ધતિને કારણે મુશ્કેલી અનુભવે છે. સુરતમાં આ અંગે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને કોન્ફિડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT )ના સંયુક્ત ઉપક્રમે આયોજિત પત્રકાર પરિષદમાં CAIT ના નેશનલ જનરલ સેક્રેટરી પ્રવીણ ખંડેલવાલે GST કાયદાની સમીક્ષા કરવા અંગે પણ માંગ કરી હતી.
કોન્ફડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ એસોસિયેશનના પ્રમુખ પ્રવીણ ખંડેલવાલે રવિવારના રોજ સુરતની મુલાકાત લીધી હતી. સુરતમાં ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને કોન્ફિડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT )ના સંયુક્ત ઉપક્રમે મહત્વની પત્રકાર પરિષદ મળી હતી. જેમાં ઉપસ્થિત CAIT ના નેશનલ જનરલ સેક્રેટરી પ્રવીણ ખંડેલવાલે જીએસટીમાં સમીક્ષાની માંગણી કરી હતી. સાથે જ કહ્યું હતું કે વેપારીઓની સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આગામી 1 જૂનથી તેઓ આ જટીલ બની ગયેલી GST સિસ્ટમ સામે જન આંદોલન કરશે. સાથે જ જણાવ્યું હતું કે આગામી જૂન મહિનામાં 25 અને 26 જુનના રોજ નાગપુર ખાતે જનરલ મિટિંગ પણ યોજાશે જેમાં ભવિષ્યની રણનીતિ તૈયાર કરવામાં આવશે
આ મુલાકાત દરમિયાન પત્રકાર પરિષદને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે આ GST પ્રણાલી ઘણી જટિલ છે. સરકારે વેપારીઓ ઉપર જે કાયદા લાગુ કર્યા છે. તેના માટે પણ ફરીથી એક વાર સમીક્ષા કરવામાં આવે. તેમજ વેપારીઓ ઉપર એ જ કાયદા લાગુ પાડવામાં આવે છે જે કાયદાની જરૂર છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે દેશમાં ઇ- કોર્મસને નિયમિત અને પદ્ધતિસર બનાવવા માટે સરકારે પોલિસી બનાવવી જોઈએ. સરકારે ઇ કોર્મસ બજાર માટે એક દંડનીતિ અથવા તો સત્તાવાર સમિતિ બનાવવી જોઈએ.
(CAIT )ના પ્રમુખ પ્રવીણ ખંડેવાલે એ બાબતનો ઉલ્લેખ પણ કર્યો હતો કે હાલ રશિયા અને યૂક્રેન વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે તેમાં ભારતને રશિયામાં વેપાર કરવાની તક મળી છે. ભારતના વેપારીઓ વાજબી ભાવે રશિયાને ચીજવસ્તુઓનું વેચાણ કરવા માંગી રહ્યા છે ત્યારે વેપારીઓને લગતા કાયદાની સમીક્ષા અનિવાર્ય છે.