Success Story: આ ભારતીય વેપારી આખી દુનિયાને વેચે છે સોનું! એક સમયે દુકાનો પર વેચતા હતા માલ, આજે અબજોની કિંમતની કંપનીનો છે માલિક
જ્યારે સોનું ખરીદવું એ આટલો મોંઘો સોદો છે, તો સોનાના ધંધામાં કેટલા પૈસા ખર્ચાયા હશે. ચાલો જાણીએ તેમના વિશે જેણે 12000 રૂપિયાની લોન લઈને પોતાનો બિઝનેસ શરૂ કર્યો હતો અને આજે તેની કંપનીની નેટવર્થ 2.5 લાખ કરોડ રૂપિયા છે. ચાલો જાણીએ રાજેશ એક્સપોર્ટ્સના માલિક રાજેશ મહેતા વિશે.

Success Story: દરેક સામાન્ય માણસ સોનું ખરીદતા પહેલા સો વખત વિચારે છે કારણ કે સોનું ઘણું મોંઘું છે. વિચારો જ્યારે સોનું ખરીદવું એ આટલો મોંઘો સોદો છે તો સોનાના ધંધામાં કેટલા પૈસા ખર્ચાયા હશે. ચાલો જાણીએ તેમના વિશે જેણે 12000 રૂપિયાની લોન લઈને પોતાનો બિઝનેસ શરૂ કર્યો હતો અને આજે તેની કંપનીની નેટવર્થ 2.5 લાખ કરોડ રૂપિયા છે. ચાલો જાણીએ રાજેશ એક્સપોર્ટ્સના માલિક રાજેશ મહેતા ( Rajesh Mehta) વિશે.
મૂળ ગુજરાતના રાજેશ મહેતાના પિતા જસવંતરી મહેતા જ્વેલરીના વ્યવસાય માટે કર્ણાટક આવ્યા હતા. માત્ર 16 વર્ષની ઉંમરે રાજેશે પણ તેના પિતા સાથે કામ કરવાનું શરૂ કર્યું અને આજે તેણે દેશ અને દુનિયામાં એક સફળ ગોલ્ડ એક્સપોર્ટર તરીકે પોતાની ઓળખ બનાવી છે. તેઓ રાજેશ એક્સપોર્ટ્સના માલિક અને એક્ઝિક્યુટિવ ચેરમેન છે.
આ પણ વાંચો : Go First Crisis: શું Go Frist એ નાદારીના નામે છેતરપિંડી કરી ? NCLT એ બે સપ્તાહમાં જવાબ માંગ્યો હતો
ડોક્ટર બનવાનું સપનું જોયું, સોનાનો વેપારી બન્યો
રાજેશ મહેતાએ બેંગ્લોરની સેન્ટ જોસેફ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. શરૂઆતમાં તે ડોક્ટર બનવા માંગતો હતો, પરંતુ બાદમાં તેના પિતાના જ્વેલરી બિઝનેસમાં જોડાયો. તેણે અને તેના ભાઈ પ્રશાંતે તેમના પિતાના વ્યવસાયને વિસ્તારવાનો સંકલ્પ કર્યો.
રાજેશ મહેતાએ ચાંદીનો ધંધો કરવા માટે તેમના ભાઈ બિપિન પાસેથી 12000 રૂપિયાની લોન લીધી હતી. આ દરમિયાન રાજેશ મહેતા ચેન્નાઈથી જ્વેલરી ખરીદીને રાજકોટમાં વેચતો હતો. આ પછી તેણે ગુજરાતમાં જથ્થાબંધ વેપારીઓને ઘરેણાં વેચવાનું શરૂ કર્યું.
આ પણ વાંચો : Commodity Market Today : સોનું ફ્લેટ તો ચાંદીમાં ચળકાટ જોવા મળ્યો, બીજી તરફ ખેડૂતો માટે આવ્યા રાહતના સમાચાર
ચાંદીથી શરૂ કરી સફર
શરૂઆતની સફળતા બાદ રાજેશ મહેતાએ બેંગ્લોર, ચેન્નાઈ અને હૈદરાબાદમાં પોતાનો બિઝનેસ વિસ્તાર્યો. 1989માં તેમણે સોનાના ઝવેરાતના વ્યવસાયમાં ઝંપલાવ્યું અને બેંગ્લોરમાં તેમના ગેરેજમાં સોનાનું ઉત્પાદન એકમ શરૂ કર્યું. તેણે બ્રિટન, દુબઈ, ઓમાન, કુવૈત, અમેરિકા અને યુરોપમાં સોનાની નિકાસ શરૂ કરી.
વર્ષ 1992 સુધીમાં તેનો બિઝનેસ વધીને 2 કરોડ રૂપિયા પ્રતિ વર્ષ થયો. વર્ષ 1998 સુધીમાં ધંધામાં તેજી આવી અને તે વાર્ષિક રૂ. 1200 કરોડનો બિઝનેસ બની ગયો. બાદમાં તેણે શુભ જ્વેલર્સ નામની દુકાન ખોલી. કંપની પાસે હવે કર્ણાટકમાં આવા અનેક સ્ટોર્સ છે.
કંપનીએ જુલાઈ 2015માં સ્વિસ રિફાઈનરી વાલ્કમ્બીને હસ્તગત કરી હતી. હવે તેઓ સ્વિટ્ઝર્લેન્ડ અને ભારતમાં પણ રિફાઈનરીઓ ધરાવે છે. તે વિશ્વની સૌથી મોટી સોનાની નિકાસ કરતી કંપની છે. વર્ષ 2021માં કંપનીની આવક 2.58 લાખ કરોડ રૂપિયા હતી. કંપની ભારત, સ્વિટ્ઝર્લેન્ડ અને દુબઈમાંથી સોનાના આભૂષણો અને સોનાના ઉત્પાદનોની નિકાસ કરે છે.
બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો