AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Success Story : AMUL Dairy ના ડ્રાઇવરનો પુત્ર Country Delight માં એસોસિએટ મેનેજર બન્યો, સંપૂર્ણ અભ્યાસ સ્કૉલરશિપથી કર્યો

Success Story: સફળ બનવા અને પ્રગતિ માટે સુવિધાઓ નહિ પણ સખ્ત પરિશ્રમ અને લક્ષયને પામવાનો જુસ્સો જરૂરી છે.

Success Story : AMUL Dairy ના ડ્રાઇવરનો પુત્ર Country Delight માં એસોસિએટ મેનેજર બન્યો, સંપૂર્ણ અભ્યાસ સ્કૉલરશિપથી કર્યો
હિતેશસિંહ - એસોસિએટ મેનેજર , કન્ટ્રી ડિલાઇટ
| Updated on: May 20, 2021 | 5:49 PM
Share

Success Story: સફળ બનવા અને પ્રગતિ માટે સુવિધાઓ નહિ પણ સખ્ત પરિશ્રમ અને લક્ષયને પામવાનો જુસ્સો જરૂરી છે. આ વાત હિતેશ સિંહે સાચી પડી છે. હિતેશ IIM અમદાવાદના પ્લેસમેન્ટ દ્વારા કન્ટ્રી ડિલાઇટ(Country Delight )ના એસોસિએટ મેનેજર બન્યા છે. હિતેશના પિતા અમૂલ કંપનીમાં ડ્રાઇવર તરીકે નોકરી કરે છે પરંતુ કુટુંબની આર્થિક મુશ્કેલી 24 વર્ષીય હિતેશ માટે ક્યારેય અવરોધ બની નહીં

હિતેશનું સપનું સાકાર થયું હિતેશે સખ્ત પરિશ્રમથી પહેલા IIM અમદાવાદ સુધીનો સફર ખેડ્યો અને ત્યારબાદ ડેરી ઉદ્યોગની કન્ટ્રી ડીલાઇટ કંપનીમાં ઉચ્ચ સ્થાન હાંસલ કર્યું છે. હિતેશ સિંહની હંમેશા એક ઈચ્છા રહી હતી કે તેઓ ડેરી ક્ષેત્રમાં નોકરી કરે અને કન્ટ્રી ડિલાઇટમાં એસોસિએટ મેનેજર બનવાથી તેમનું સ્વપ્ન સાકાર થયું છે. AMUL બ્રાન્ડનું માર્કેટિંગ કરતી ગુજરાત સહકારી દૂધ માર્કેટિંગ ફેડરેશન (GCMMF) લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર આર.એસ.સોઢ ને હિતેશ હંમેશાં તેના રોલ મોડેલ માની અનુસરવા માંગતા હતા.

ક્યારેય ટ્યુશન લીધું નથી હિતેશસિંહે એક ગુજરાતી માધ્યમની શાળામાંથી અભ્યાસ કર્યો હતો અને ધોરણ 12 માં ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને ગણિતમાં એટલે કે પીસીએમ પ્રવાહમાં 97% પ્રાપ્ત કર્યા હતા. તેમણે શાળાના દિવસોથી જ શિષ્યવૃત્તિ દ્વારા અભ્યાસ કર્યો હતો અને ક્યારેય ટ્યુશન લીધું નથી. તેમની માતા સરિતાબેન ઘરે તેમને ભણાવતા હતા. આણંદ એગ્રિકલ્ચર યુનિવર્સિટીના ડેરી સાયન્સ કોલેજમાંથી બીટેકમાં હિતેશ ડેરી ટેકનોલોજીમાં ટોપ કર્યું હતું. તેમણે કોમન એડ્મિશન ટેસ્ટ એટલે કે CATમાં 96.૧૨ ટકા મેળવ્યા હતા.

એક સમયે હિતેશના પિતાની કમાણી મહિનામાં માત્ર 600 રૂપિયા હતી. હિતેશના પિતા પંકજસિંહ બિહારથી આવી આખા પરિવાર સાથે આણંદમાં સ્થાયી થયા હતા. તેમણે શરૂઆતના દિવસોમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કર્યું હતું જ્યાંથી તેમને મહિનામાં માત્ર 600 રૂપિયા મળતાં હતા. ત્યારબાદ તેમણે ડ્રાઇવિંગ શીખી વર્ષ 2007 માં GCMMFમાં નોકરી શરૂ કરી હતી. આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે હિતેશસિંહે અભ્યાસ અને વ્યક્તિગત ખર્ચ માટે લોન પણ લીધી હતી. આઈઆઈએમ અમદાવાદથી તેમણે ફૂડ એન્ડ એગ્રી-બિઝનેસ મેનેજમેન્ટમાં પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ કર્યો જેના માટે તેમને સંસ્થા તરફથી વિશેષ શિષ્યવૃત્તિ પણ મળી હતી.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">