પેન્શન મેળવનારા કર્મચારીઓ માટે સારા સમાચાર છે. પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) એ નેશનલ પેન્શન સિસ્ટમ(NPS)ના સબ્સ્ક્રાઇબર્સ માટે તેમના સંપૂર્ણ નાણાં ઉપાડવાની દરખાસ્તને મંજૂરી આપી દીધી છે.PFRDA એ કહ્યું છે કે જે ગ્રાહકોની કુલ પેન્શન કોર્પસ રૂ. 5 લાખ કે તેથી ઓછી હોય તો તેઓ એન્યુઇટી ખરીદ્યા વિના તમામ રકમ ઉપાડી શકે છે.
શું કહ્યું PFRDA એ? પેન્શન રેગ્યુલેટર PFRDAના જણાવ્યા મુજબ પરમેનન્ટ રિટાયરમેન્ટ એકાઉન્ટમાં એકત્રીત થયેલ પેન્શનની રકમ સબ્સ્ક્રાઇબર્સ 5 લાખ રૂપિયા અથવા તેથી ઓછી અથવા ઓથોરિટી દ્વારા નક્કી કરેલી મર્યાદા અનુસાર સંપૂર્ણ ઉપાડવાનોનો વિકલ્પ હશે. અહીં એન્યુઈટી ખરીદવી એટલે વીમા કંપનીઓ પાસેથી પેન્શન યોજના ખરીદવી માનવામાં આવે છે.
પહેલા શું હતો નિયમ ? હાલમાં જો એનપીએસ સબ્સ્ક્રાઇબર્સ જેમના કુલ કોર્પસ 2 લાખ રૂપિયાથી વધુ હતી. નિવૃત્તિ સમયે અથવા 60 વર્ષ બાદ તેમને વીમા કંપનીઓ પાસેથી એન્યુઈટી ખરીદવી પડતો હતી . સબ્સ્ક્રાઇબર્સ તેમના 60% નાણાં એકંદરે ઉપાડી શકતા હતા પરંતુ બાકીના 40% એન્યુઈટી ખરીદવી ફરજિયાત હતી
એનપીએસ સબ્સ્ક્રાઇબર્સ ફક્ત ત્રણ વર્ષ પછી જ તેમના ખાતામાંથી પૈસા ઉપાડી શકતા હતા પરંતુ આ માટે કેટલીક શરતો પણ નિર્ધારિત હતી. મેચ્યોરિટી પહેલા ઉપાડના કિસ્સામાં આ રકમ કુલ ફાળોના 25% કરતા વધારી શકશે નહીં. આ આંશિક ઉપાડ બાળકોના શિક્ષણ, બાળકોના લગ્ન, ઘર ખરીદવા અથવા કોઈ ગંભીર બીમારીની સારવાર માટે કરી શકાય છે. એનપીએસ સબ્સ્ક્રાઇબર્સ આખા કાર્યકાળ દરમિયાન ફક્ત ત્રણ વાર આંશિક ઉપાડ કરી શકે છે. એક વાત ધ્યાનમાં લેવાની બાબત એ છે કે આ તમામ ઉપાડ આયકર નિયમો હેઠળ એકદમ ટેક્સ મુક્ત છે.
સબ્સ્ક્રાઇબર્સનો પેન્શનનો અધિકાર સમાપ્ત થશે? આ બાબતે પીએફઆરડીએએ જણાવ્યું છે કે સંપૂર્ણ ઉપાડ બાદ ઉપભોક્તાને એનપીએસ હેઠળ , સરકાર અથવા એમ્પ્લોયર પાસેથી કોઈપણ પેન્શન અથવા અન્ય રકમ મેળવવાનો અધિકાર બંધ થઈ જશે. આ ઉપરાંત પેન્શન નિયમનકારે પણ ગ્રાહકોને વધુ રાહત આપી છે. ગેજેટની સૂચનામાં પીએફઆરડીએ જણાવ્યું છે કે પાકતી મુદત પૂર્વે એનપીએસમાં એકમ રકમ ઉપાડવાની મર્યાદા વધારવામાં આવી હતી, અગાઉના સબ્સ્ક્રાઇબર્સ 1 લાખ રૂપિયા ઉપાડી શકતા હતા હવે તેઓ 2.5 લાખ રૂપિયા ઉપાડી શકે છે.
વય મર્યાદામાં અપાઈ છૂટ પેન્શન રેગ્યુલેટર પીએફઆરડીએ નેશનલ પેન્શન સિસ્ટમમાં પ્રવેશ માટેની વયમર્યાદાને 65 વર્ષથી વધારીને 70 વર્ષ કરી દીધી છે એટલે કે 70 વર્ષિય વયના પણ એનપીએસમાં રોકાણ શરૂ કરી શકે છે. જ્યારે બહાર નીકળવાની મર્યાદા પીએફઆરડીએ દ્વારા ઘટાડીને 75 વર્ષ કરવામાં આવી છે. એટલે , તેઓ હવે 75 વર્ષની વય સુધી એનપીએસ ખાતું ચાલુ રાખી શકે છે. અન્ય તમામ સબ્સ્ક્રાઇબર્સ માટેની મેચ્યોરિટી લિમિટ 70 વર્ષ છે.