રોકાણકારોને ટાટા ગ્રુપ(TATA Group)ની કંપનીઓમાં રોકાણ કરવું નફાકારક સોદો લાગે છે. પરંતુ એવું જરૂરી નથી કે દરેક વખતે શેરબજારમાં સટ્ટો ચોક્કસ ટાર્ગેટ પર જ લાગે છે . ઘણી વખત એવું લાગે છે કે શેર સારું પ્રદર્શન કરી રહ્યો છે પછી તેમાં રોકાણ કરો ત્યારે વધુ સારી કામગીરી ધરાવતો તે સ્ટોક અચાનક ગબડવાનું કરવાનું શરૂ કરે છે. જે શેર રોકાણકારોને નફો આપે છે તે તેમને નુકસાન આપવા માંડે છે.ટાટા ગ્રૂપનો એક એવો સ્ટોક છે જેણે રોકાણકારોને ઘણુ વળતર આપ્યું હતું પણ હવે તે સતત ખોટ કરી રહ્યું છે. છેલ્લા 5 ટ્રેડિંગ સેશનમાં આ સ્ટોક NSE પર 16.09 ટકા ઘટ્યો છે. આ 3 ટ્રેડિંગ સેશનમાં તેને 5 ટકાની નીચી સર્કિટનો સામનો કરવો પડ્યો છે. મંગળવારે પણ તેમાં લોઅર સર્કિટ લાગી હતી.
ટાટા ની આ કંપનીનું નામ ટાટા ટેલિસર્વિસિસ(Tata Teleservices) (મહારાષ્ટ્ર) લિમિટેડ છે જે ટેલિકોમ સેવાઓ પ્રદાન કરે છે. મંગળવારે તેના શેરમાં ફરી એકવાર NSE પર લોઅર સર્કિટ લાગી છે. ભારે વેચવાલી દબાણ હેઠળ, તે 4.99 ટકા ઘટીને રૂ. 167.40 થયો હતો. સોમવારે પણ તેમાં લોઅર સર્કિટ લાગી હતી અને તે રૂ. 176.20 પર પહોંચી ગયો હતો. અગાઉ 11 એપ્રિલ 2022ના રોજ તેમાં લોઅર સર્કિટ લગાવવામાં આવી હતી. ત્યારે તેની કિંમત 199.50 રૂપિયા હતી.
જે રોકાણકારોએ આ કંપનીમાં રોકાણ કર્યું છે, તેમની મૂડીમાં છેલ્લા એક સપ્તાહમાં 16.09 ટકાનો ઘટાડો થયો છે. જ્યારે છેલ્લા ત્રણ મહિનામાં તેના પૈસામાં લગભગ 22 ટકાનો ઘટાડો થયો છે. એક સમયે રોકાણકારોને અમીર બનાવનાર આ સ્ટૉકની હાલત એવી છે કે આજે તેને વેચનારા જ જોવા મળે છે. તેને ખરીદવા માટે કોઈ નથી.
Tata Teleservices એ છેલ્લા એક વર્ષમાં તેના રોકાણકારોને 1,387 ટકા વળતર આપ્યું છે. જે લોકોએ એક વર્ષ પહેલા તેમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હશે તેમનું રોકાણ લગભગ 15 લાખમાં ફેરવાયુ હશે. તેણે ત્રણ વર્ષમાં 5,872 ટકા વળતર આપ્યું છે. છેલ્લા એક વર્ષમાં તેની કિંમત રૂ. 10.45થી વધીને રૂ. 290.15ની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચી ગઈ હતી. જેમણે એક અઠવાડિયા કે 3 મહિના પહેલા આ સ્ટૉકમાં રોકાણ કર્યું છે તેમના પૈસા હવે ડૂબી રહ્યા છે.