MUKESH AMBANI હંમેશા સફેદ શર્ટ કેમ પહેરે છે? જાણો શું છે કારણ

જો મુકેશ અંબાણી સૂટ પહેરતા નથી તો તેઓ તે સમયે સાદા કપડાં પહેરે છે. પ્રસંગ ગમે તે હોય હાફ વ્હાઇટ શર્ટ અને બ્લેક પેન્ટ મુકેશ અંબાણીના ફેવરિટ આઉટફિટ છે. હાફ વ્હાઇટ શર્ટ સિવાય તેને ફુલ વ્હાઇટ શર્ટ પહેરવાનું પણ પસંદ છે.

MUKESH AMBANI હંમેશા સફેદ શર્ટ કેમ પહેરે છે? જાણો શું છે કારણ
મુકેશ અંબાણી - ચેરમેન, RIL
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 19, 2022 | 8:34 AM

ભારતના ધનાઢ્ય ઉદ્યોગપતિ અને વિશ્વના સૌથી ધનિક લોકોમાંના એકમુકેશ અંબાણીનો આજે જન્મદિવસ( Mukesh Ambani Birthday) છે. અંબાણી ખૂબ જ સાદું જીવન જીવે છે.મુકેશ અંબાણીની તસ્વીરોમાં તમે એક વિશેષતા જોઈ હશે. મુકેશ અંબાણી મોટેભાગે સફેદ શર્ટમાં નજરે પડે છે. ચાલો જાણીએ મુકેશ અંબાણીને સફેદ શર્ટ કેમ પહેરવાનું પસંદ છે. મુકેશ અંબાણી મોટાભાગે સફેદ શર્ટ અને બ્લેક પેન્ટમાં જોવા મળે છે. તે શર્ટને પેન્ટની બહાર રાખીને પહેરવાનું પસંદ કરે છે.મુકેશ અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના માલિક છે. મુકેશ અંબાણીએ પોતાના કૌશલ્યના કારણે દુનિયામાં ઘણી ખ્યાતિ મેળવી છે. તેઓ વિશ્વના ધનિક વ્યક્તિઓની યાદીમાં સ્થાન પામ્યા છે. મુંબઈના એન્ટિલિયામાં તે જે મકાનમાં રહે છે તે પૃથ્વી પરનું બીજું સૌથી વૈભવી રહેણાંક સંકુલ છે.

મુકેશ અંબાણી સાદગીમાં માને છે

જો મુકેશ અંબાણી સૂટ પહેરતા નથી તો તેઓ તે સમયે સાદા કપડાં પહેરે છે. પ્રસંગ ગમે તે હોય હાફ વ્હાઇટ શર્ટ અને બ્લેક પેન્ટ મુકેશ અંબાણીના ફેવરિટ આઉટફિટ છે. હાફ વ્હાઇટ શર્ટ સિવાય તેને ફુલ વ્હાઇટ શર્ટ પહેરવાનું પણ પસંદ છે. મુકેશ અંબાણી પોતાનો સમય ફેશનને આપતા નથી અને પોતાના બિઝનેસને આપે છે, તેથી તેઓ સાદા કપડાં પહેરે છે.

મુકેશ અંબાણીને લાગે છે કે જીવનમાં સાદગી હોવી ખુબ જરૂરી છે. જો કે અમે તમને જણાવી દઈએ કે સફેદ વસ્ત્ર પણ શાંતિનું પ્રતીક છે. આ શર્ટ મુકેશ અંબાણી પર પણ સરસ લાગે છે. મુકેશ અંબાણી ઘણીવાર આવા જ આઉટફિટમાં ઓફિસ જાય છે. નેતાઓને મળતી વખતે પણ તેમનો ડ્રેસ કોડ લગભગ સમાન હોય છે.

Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ

પરિવારને મહત્વ આપે છે

તમને જણાવી દઈએ કે મુકેશ અંબાણી ખૂબ જ સાદી જીવનશૈલી જીવે છે. તે મોડી રાતની પાર્ટીઓને પણ ટાળે છે. સવારે 5 વાગ્યાની આસપાસ ઉઠવાનું પસંદ કરે છે. મુકેશ અંબાણી તેમના દિવસની શરૂઆત વર્કઆઉટથી કરે છે. દિવસ ગમે તેટલો વ્યસ્ત હોય તે તેના પરિવાર સાથે રાત્રિભોજન કરવાનો પ્રયાસ કરે છે.

મુકેશ અંબાણી પરિવાર સાથે 27 માળના ખાનગી એપાર્ટમેન્ટમાં રહે છે જેનું નામ એન્ટિલિયા છે. આ સંકુલની કિંમત 1 બિલિયન USD છે. બિલ્ડિંગમાં તેની જાળવણી માટે 600 સ્ટાફ સભ્યો છે અને તેમાં ત્રણ હેલિપેડ, 160-કાર ગેરેજ, ખાનગી મૂવી થિયેટર, સ્વિમિંગ પૂલ અને ફિટનેસ સેન્ટર છે.

વિશ્વભરમા સફળ કારોબારી તરીકે ઓળખ મેળવી

ફોર્બ્સ મેગેઝિન દ્વારા મુકેશ અંબાણીને એક દાયકામાં ભારતના સૌથી ધનિક વ્યક્તિ તરીકે સતત સૂચિબદ્ધ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત તે ફોર્બની વિશ્વના સૌથી શક્તિશાળી લોકોની યાદીમાં ભારતના એકમાત્ર ઉદ્યોગપતિ છે. જાન્યુઆરી 2018 માં ફોર્બ્સ દ્વારા વિશ્વના સૌથી ધનાઢ્ય વ્યક્તિઓની યાદીમાં તેને 18મું સ્થાન આપવામાં આવ્યું હતું.

ઉત્તર અમેરિકા અને યુરોપની બહાર મુકેશ અંબાણી વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ છે. વર્ષ 2015 માં, ચીનની હુરુન સંશોધન સંસ્થાએ ભારતના પરોપકારીઓમાં મુકેશ અંબાણીને પાંચમું સ્થાન આપ્યું હતું. તેઓ બેંક ઓફ અમેરિકાના ડાયરેક્ટર બનનાર પ્રથમ બિન-અમેરિકન પણ બન્યા. 2012 માં, ફોર્બ્સે તેમને વિશ્વના સૌથી ધનાઢ્ય સ્પોર્ટ્સ માલિકોની યાદીમાં સામેલ કર્યા હતા.

આ પણ વાંચો : Mukesh Ambani Birthday : મુકેશ અંબાણીનો આજે જન્મદિવસ, જાણો તેમની જીવનશૈલી, પરિવાર અને સફળતાની યશગાથા વિશે

આ પણ વાંચો : TATA STEEL માં રોકાણકારોને મળશે રોકાણની નવી તક, આવતા મહિને શેર વિભાજન પર અંતિમ મહોર લાગશે

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">