AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TCS Q2 Results: ટાટાની આ કંપનીએ આપી દિવાળીની એડવાન્સ ગિફ્ટ, રોકાણકારોને મળશે ડિવિડન્ડ

30 સપ્ટેમ્બર 2022 ના રોજ પૂરા થયેલા બીજા ક્વાર્ટરમાં કંપનીની સતત ચલણ આવક વૃદ્ધિ પ્રથમ ક્વાર્ટરમાં 3.5 ટકાની સામે 4 ટકા રહી છે. બીજા ક્વાર્ટરમાં કંપની પાસે 8.1 બિલિયન ડોલરના ઓર્ડર હતા જ્યારે તે જ વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં કંપની પાસે 8.2 બિલિયન ડોલરના ઓર્ડર હતા.

TCS Q2 Results: ટાટાની આ કંપનીએ આપી દિવાળીની એડવાન્સ ગિફ્ટ, રોકાણકારોને મળશે ડિવિડન્ડ
Tata Consultancy ServicesImage Credit source: PTI-File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 11, 2022 | 8:00 AM
Share

દેશની સૌથી મોટી IT કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ એટલે કે TCS (Tata Consultancy Services) એ તેના ચાલુ નાણાકીય વર્ષ (2022-23) ના બીજા ક્વાર્ટરના નાણાકીય પરિણામો સોમવારે જાહેર કર્યા છે. બીજા ક્વાર્ટરમાં TCSનો નફો વાર્ષિક ધોરણે 8.4 ટકા વધીને રૂપિયા 10,431 કરોડ થયો છે.છેલ્લા નાણાકીય વર્ષમાં 2021-22ના બીજા ક્વાર્ટરમાં કંપનીનો નફો રૂપિયા 9,624 કરોડ હતો. 30 સપ્ટેમ્બર 2022 ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં કંપનીની રૂપિયામાં એકીકૃત આવક 55309 કરોડ રૂપિયા હતી જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં 52758 કરોડ રૂપિયા હતી.

શેર દીઠ રૂપિયા 8ના ડિવિડન્ડની પણ જાહેરાત

કંપનીએ શેરધારકોને ડિવિડન્ડ(Dividend) આપવાની પણ જાહેરાત કરી છે. કંપની તેના શેરધારકોને શેર દીઠ રૂપિયા 8નું વચગાળાનું ડિવિડન્ડ ચૂકવશે.

સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીની ડૉલરમાં આવક ત્રિમાસિક ધોરણે 1.4 ટકા વધીને 6877 મિલિયન ડોલર થઈ છે જે અગાઉના નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં 6780 મિલિયન ડોલર હતી. 30 સપ્ટેમ્બર 2022 ના રોજ પૂરા થયેલા ક્વાર્ટર માટે TCSનું કોન્સોલિડેટેડ Ebit ત્રિમાસિક ધોરણે રૂપિયા 12186 કરોડથી વધીને રૂપિયા 13279 કરોડ થયું છે જ્યારે Ebit માર્જિન 23.1 ટકાથી વધીને 24 ટકા થયું છે.

નોકરી છોડવાના દરમાં વધારો

બીજા ક્વાર્ટરમાં કંપની છોડવાના દરમાં વધારો થયો છે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ક્વાર્ટર દર ક્વાર્ટરના આધારે કંપનીનો એટ્રિશન રેટ 19.70 ટકાથી વધીને 21.5 ટકા થયો છે.

એક ટ્વિટર યુઝરે Quora પર એક પોસ્ટ શેર કરી છે. આમાં તેણે જણાવ્યું છે કે ટાટા કન્સલ્ટન્સી સર્વિસ (TCS)માં કામ કરવાના ફાયદાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં નોકરીની સુરક્ષા, સમયસર પગાર, અમર્યાદિત વિરામ અને મફત સમયનો સમાવેશ થાય છે.

યુઝર મુજબ TCSમાં નોકરીના 8 લાભ

  1. Quora વપરાશકર્તાના ફાયદા શું છે?
  2. જ્યાં સુધી તમે ટાટા આચાર સંહિતાનું પાલન કરો છો, ત્યાં સુધી તમારી નોકરી ન જાય.
  3. તમને સમયસર પગાર મળશે.
  4. તમારા મેનેજર તમારા કામ/કૌશલ્યના આધારે તમારો ન્યાય કરશે નહીં.
  5. તમારી પાસે અન્ય કાર્યો કરવા માટે સમય હશે. મેં ઓફિસમાં લોકોને CATની તૈયારી કરતા જોયા છે.
  6. જો તમે ઉત્પાદક કાર્ય ન કરો તો પણ, તમારી સાથે વધુ સારું વર્તન કરવામાં આવશે.
  7. અનલિમિટેડ લંચ અને ટી બ્રેક
  8. સૌથી અગત્યનું, TCSમાં તમે ઘર કરતાં વધુ આરામદાયક અનુભવશો.

બીજા ક્વાર્ટરમાં કંપની પાસે 8.1 અબજ ડોલરના કુલ ઓર્ડર

30 સપ્ટેમ્બર 2022 ના રોજ પૂરા થયેલા બીજા ક્વાર્ટરમાં કંપનીની સતત ચલણ આવક વૃદ્ધિ પ્રથમ ક્વાર્ટરમાં 3.5 ટકાની સામે 4 ટકા રહી છે. બીજા ક્વાર્ટરમાં કંપની પાસે 8.1 બિલિયન ડોલરના ઓર્ડર હતા જ્યારે તે જ વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં કંપની પાસે 8.2 બિલિયન ડોલરના ઓર્ડર હતા.

g clip-path="url(#clip0_868_265)">