AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stock Update : પ્રારંભિક કારોબારમાં સ્ટોક્સની હલચલ ઉપર કરો એક નજર

ઑટો, એફએમસીજી, આઈટી, ફાઈનાન્શિયલ સર્વિસ, પ્રાઈવેટ બેન્ક, ફાર્મા, પીએસયુ બેન્ક, રિયલ્ટી, હેલ્થકેર, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, ઑટો અને ઑયલ એન્ડ ગેસ સેક્ટરમાં વધારાની સ્થિતિ જોવા મળી રહી છે જ્યારે મેટલ શેરોમાં ઘટાડો જોવા મળ્યો છે.

Stock Update : પ્રારંભિક કારોબારમાં સ્ટોક્સની હલચલ ઉપર કરો એક નજર
Dalal Street
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 13, 2021 | 10:22 AM
Share

Stock Update : શેરબજારમાં આજે સેન્સેક્સ અને નિફ્ટીએ નવી સર્વોચ્ચ સપાટી બતાવી છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 60,649.32 સુધી વધ્યા જ્યારે નિફ્ટીએ 18,128.70 ની ઊપર નવું સ્તર નોંધાવ્યું છે. સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવા મળી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સમાં મજબૂતી દેખાઈ રહી છે જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સમાં વધારા સાથે કારોબાર થઈ રહ્યો છે. બેન્ક નિફ્ટી સારી સ્થિતિમાં કારોબાર કરી રહ્યો છે.

ઑટો, એફએમસીજી, આઈટી, ફાઈનાન્શિયલ સર્વિસ, પ્રાઈવેટ બેન્ક, ફાર્મા, પીએસયુ બેન્ક, રિયલ્ટી, હેલ્થકેર, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, ઑટો અને ઑયલ એન્ડ ગેસ સેક્ટરમાં વધારાની સ્થિતિ જોવા મળી રહી છે જ્યારે મેટલ શેરોમાં ઘટાડો જોવા મળ્યો છે. શેરબજારના નવા ઐતિહાસિક સ્તરના સ્પર્શ બાદ ક્યાં શેરમાં વધારો અને ક્યાં શેરમાં ઘટાડો દેખાયો તે ઉપર કરો એક નજર

લાર્જકેપ વધારો : ટાટા મોટર્સ, એમએન્ડએમ, અદાણી પોર્ટ્સ, ટાટા કંઝ્યુમર, પાવર ગ્રિડ અને બજાજ ફાઈનાન્સ ઘટાડો : ઓએનજીસી, આઈઓસી, ટાટા સ્ટીલ, એચયુએલ, નેસ્લે ઈન્ડિયા અને આઈશર મોટર્સ

મિડકેપ વધારો : ટાટા પાવર, બીએચઈએલ, અશોક લેલેન્ડ, જેએસડબ્લ્યુ એનર્જી અને આઈજીએલ ઘટાડો : કંટેનર કૉર્પ, આઈડીબીઆઈ બેન્ક, ઝિ એન્ટરટેનમેન્ટ, જિંદાલ સ્ટીલ અને એન્ડયોરન્સ ટેક્નોલોજી

સ્મોલ કેપ વધારો : સેન્ટ્રમ કેપિટલ, બોરોસિલ, પ્રિવિ સ્પેશલ, મેક્સ ઈન્ડિયા અને મહા સેમલેસ ઘટાડો : નઝારા, અજમેરા રિયલ્ટી, રિલાયન્સ કેપિટલ, નેલ્કો અને એજીસી નેટવર્ક્સ

NSE પર F&O નો પ્રતિબંધ 13 ઓક્ટોબરે બેન્ક ઓફ બરોડા, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ, આઈઆરસીટીસી, નાલ્કો, પીએનબી, સેલ અને સન ટીવી નેટવર્કમાં F&O હેઠળ કોઈ વેપાર થશે નહીં.

એશિયન બજારોમાં આજે મિશ્ર વલણ મુખ્ય એશિયન બજારોમાં આજે મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે. SGX નિફ્ટી 0.26 ટકા અને જ્યારે નિક્કી 225 0.10 ટકા નીચે છે. સ્ટ્રેટ ટાઇમ્સ 1 ટકાનો વધારો દર્શાવે છે. શાંઘાઈ કમ્પોઝિટમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.

ડાઉ જોન્સ 118 પોઈન્ટ નીચે બંધ થયો અમેરિકાના મોટા બજારોમાં મંગળવારે ઘટાડો જોવા મળ્યો છે. ડાઉ જોન્સ 118 પોઇન્ટ તૂટીને 34,378.34 ના સ્તર પર બંધ થયો છે. નાસ્ડેક અને એસએન્ડપી 500 સૂચકાંકોમાં પણ નબળાઈ જોવા મળી છે. કમાણીની સીઝન પહેલા રોકાણકારોએ સાવચેતીભર્યું વલણ અપનાવ્યું છે. સાથે જ વધતી જતી મોંઘવારી અને ક્રૂડની કિંમતો અંગે પણ ચિંતા છે. તાજેતરના જોબ ડેટા પણ નબળા હતા, જેણે અર્થતંત્ર વિશે અનિશ્ચિતતાનું વાતાવરણ ભું કર્યું છે.

આ પણ વાંચો : Share Market All Time High : કારોબારની મજબૂત શરૂઆત સાથે SENSEX એ 60649 અને NIFTY એ 18128 ની રેકોર્ડ સપાટી નોંધાવી

આ પણ વાંચો : દેશની પ્રથમ Digital Bank ટૂંક સમયમાં કાર્યરત થશે, RBI એ Centrum અને BharatPeના કન્સોર્ટિયમને Small Finance Bank નું લાઇસન્સ આપ્યું

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">