AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stock Update : પ્રારંભિક કારોબારમાં શેર્સમાં કેવી રહી હલચલ ? કરો એક નજર

ઑટો, એફએમસીજી, આઈટી, મેટલ, ફાર્મા, પીએસયુ બેન્ક, રિયલ્ટી, પ્રાઈવેટ બેન્ક, ફાઈનાન્શિયલ સર્વિસ, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, ઑટો અને ઑયલ એન્ડ ગેસ વધારા સાથે જોવા મળી રહ્યા છે જ્યારે હેલ્થકેર સેક્ટરમાં ઘટાડો થયો છે.

Stock Update : પ્રારંભિક કારોબારમાં શેર્સમાં કેવી રહી હલચલ ? કરો એક નજર
Symbolic Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 21, 2021 | 10:07 AM
Share

આજના કારોબારમાં સ્મૉલકેપ શેરોમાં વેચવાલી અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવા મળી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.01 ટકાની મજબૂતીની દેખાઈ રહી છે, જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.24 ટકા ઘટીને કારોબાર થઈ રહ્યો છે. બેન્ક નિફ્ટી 0.15 ટકા વધારાની સાથે 37,202.80 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

ઑટો, એફએમસીજી, આઈટી, મેટલ, ફાર્મા, પીએસયુ બેન્ક, રિયલ્ટી, પ્રાઈવેટ બેન્ક, ફાઈનાન્શિયલ સર્વિસ, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, ઑટો અને ઑયલ એન્ડ ગેસ વધારા સાથે જોવા મળી રહ્યા છે જ્યારે હેલ્થકેર સેક્ટરમાં ઘટાડો થયો છે. કરીએ એક નજર આજના પ્રારંભિક કારોબા દરમ્યાનના શેર્સના ઉતાર – ચઢાવ ઉપર….

લાર્જકેપ વધારો : એચસીએલ ટેક, એચયુએલ, ટીસીએસ, ઈન્ફોસિસ, ટેક મહિન્દ્રા, એશિયન પેંટ્સ અને ઓએનજીસી ઘટાડો : દિગ્ગજ શેરોમાં મારૂતિ સુઝુકી, ટાટા મોટર્સ, આઈઓસી, બીપીસીએલ, એક્સિસ બેન્ક, હિંડાલ્કો અને નેસ્લે ઈન્ડિયા

મિડકેપ વધારો : બજાજ હોલ્ડિંગ્સ, ઑયલ ઈન્ડિયા, હિંદુસ્તાન એરોન, ગોદરેજ પ્રોપર્ટી અને એમફેસિસ ઘટાડો : અપોલો હોસ્પિટલ, આઈજીએલ, વર્હ્લપુલ, ઈન્ડિયન હોટલ્સ અને મોતિલાલ ઓસવાલ

સ્મૉલકેપ વધારો : શેર ઈન્ડિયા, નેલ્કો, બ્રાઈટકોમ ગ્રુપ, કિરતી ઈન્ડસ્ટ્રીઝ અને ગુજરાત થેમિસ ઘટાડો : બીએલએસ ઈન્ટરનેશન, ગોદાવરી પાવર, એજીસી નેટવર્ક્સ, એક્સપ્લો સોલ્યુંશન અને એચએલઈ ગ્લાસકોટ

આજે આ કંપનીમાં રોકાણ માટેની તક Paras Defence and Space IPO: પારસ ડિફેન્સ એન્ડ સ્પેસ ટેક્નોલોજીનો 170.77 કરોડ રૂપિયાનો IPO આજે સબ્સ્ક્રિપ્શન માટે ખુલ્યો છે. આ IPO 21-23 સપ્ટેમ્બર સુધી ખુલ્લો રહેશે. IPO ની પ્રાઇસ બેન્ડ 165-175 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. આ શેરની ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. આ IPO હેઠળ 140.6 કરોડ રૂપિયાના નવા શેર્સ જારી કરવામાં આવશે અને ઓફર ફોર સેલ (OFS) હેઠળ રૂ 30.17 કરોડના 17.24 લાખ ઇક્વિટી શેર જારી કરવામાં આવશે. પારસ ડિફેન્સ અને સ્પેસ ટેક્નોલોજીસ જે સેક્ટરમાં છે, તે સેક્ટરમાં કોઈ પણ કંપની ભારતીય બજારમાં લિસ્ટેડ નથી એટલે કે તેની પાસે દેશમાં કોઈ લિસ્ટેડ ઈન્ડસ્ટ્રી પિયર્સ નથી.

આ કંપનીના IPO ના શેરની થશે ફાળવણી ઓટો કમ્પોનન્ટ ઉત્પાદક સંસેરા એન્જિનિયરિંગ(Sansera Engineering)નો IPO 14 મીએ ખુલ્યો અને 16 સપ્ટેમ્બરે બંધ થયો હતો. ઇશ્યૂ બંધ થયા બાદથી બિડર્સ શેર ફાળવણીની તારીખની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અહેવાલ છે કે શેરની ફાળવણી આજે 21 સપ્ટેમ્બરના રોજ થઈ રહી છે. નીચે આપેલી લિન્કની મદદથી આપણે શેર મળ્યા કે નહિ તે જાણી શકાશે.

BSE ની વેબસાઈટ https://www.bseindia.com/investors/appli_check.aspx

રજિસ્ટ્રારની વેબસાઇટ linkintime.co.in/MIPO/Ipoallotment.html

આ પણ વાંચો : Sansera Engineering IPO : આજે થઇ રહી છે શેરની ફાળવણી ,આ રીતે જાણો તમને શેર મળ્યા કે નહિ?

આ પણ વાંચો : Paras Defence and Space IPO: ઇશ્યૂ ખુલતા પહેલા ગ્રે માર્કેટમાં શેરના થયા બમણા ભાવ, રોકાણ વિશે નિષ્ણાતોનો જાણો અભિપ્રાય

Follow Us
પાલનપુરમાં વીજ કેબલમાં ભયાવહ આગ
પાલનપુરમાં વીજ કેબલમાં ભયાવહ આગ
₹18,518 કરોડનું બજેટ પણ કામગીરી 'ઝીરો', અમદાવાદીઓના હાલ 'બેહાલ' થયા
₹18,518 કરોડનું બજેટ પણ કામગીરી 'ઝીરો', અમદાવાદીઓના હાલ 'બેહાલ' થયા
ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિમાં 5,500થી વધુ લોકોનું 'રેસ્ક્યુ'
ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિમાં 5,500થી વધુ લોકોનું 'રેસ્ક્યુ'
આકાશી આફત સામે એક્શન મોડમાં AMC, 79 સ્થળોએથી પાણી ઓસર્યા
આકાશી આફત સામે એક્શન મોડમાં AMC, 79 સ્થળોએથી પાણી ઓસર્યા
સૌરાષ્ટ્ર પર મેઘરાજાએ વરસાવ્યુ હેત, સાર્વત્રિક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ
સૌરાષ્ટ્ર પર મેઘરાજાએ વરસાવ્યુ હેત, સાર્વત્રિક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ
શ્રીનંદનગરમાં બેઝમેન્ટમાં પાણી ભરાઈ જતા લોકોના વાહનો ડૂૂબ્યા- Video
શ્રીનંદનગરમાં બેઝમેન્ટમાં પાણી ભરાઈ જતા લોકોના વાહનો ડૂૂબ્યા- Video
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, રાહત કમિશનરે આપ્યું મહત્ત્વપૂર્ણ નિવેદન
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, રાહત કમિશનરે આપ્યું મહત્ત્વપૂર્ણ નિવેદન
બાઇક પર 'ટોઇલેટ સીટ'! સોશિયલ મીડિયા પર વાયરલ થયો અજબ-ગજબનો 'Video'
બાઇક પર 'ટોઇલેટ સીટ'! સોશિયલ મીડિયા પર વાયરલ થયો અજબ-ગજબનો 'Video'
અમરેલીમાં મુશળધાર વરસાદથી શેત્રુંજી નદીમાં આવ્યુ ઘોડાપૂર- Video
અમરેલીમાં મુશળધાર વરસાદથી શેત્રુંજી નદીમાં આવ્યુ ઘોડાપૂર- Video
અમદાવાદના નવા રોડની ચોંકાવનારી હકીકત
અમદાવાદના નવા રોડની ચોંકાવનારી હકીકત
g clip-path="url(#clip0_868_265)">