Stock Update : શેરબજારમાં જબરદસ્ત ખરીદી વચ્ચે આ શેર્સએ રોકાણકારોને માલામાલ કર્યા, જાણો કોણ છે આજના TOP GAINERS

ગુરુવારે ભારે ઘટાડા બાદ આજે LIC ના શેરમાં થોડો વધારો જોવા મળી રહ્યો છે. ગુરુવારના વેચાણમાં, શેર રૂ. 839ના સ્તરે સરકી ગયો હતો. હાલમાં તે રૂ.845ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે.

Stock Update : શેરબજારમાં જબરદસ્ત ખરીદી વચ્ચે આ શેર્સએ રોકાણકારોને માલામાલ કર્યા, જાણો કોણ છે આજના TOP GAINERS
આજે શેરબજારમાં ખરીદી નીકળી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 20, 2022 | 10:43 AM

Stock Update : ગુરુવારે ભારે ઘટાડા પછી આજે સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે બજાર  જબરદસ્ત તેજી સાથે ખુલ્યું છે. સેન્સેક્સ અને નિફટી નિફ્ટી 2 ટકા નજીક વધીને કારોબાર કરી રહ્યા છે. નિફ્ટી બેંક 449 પોઈન્ટ અથવા 1.35 ટકા વધીને 33765 પર  દેખાયો છે અને મિડકેપ પોઈન્ટ કે 4160ની સપાટીએ છે. ગુરુવારે ભારે વેચવાલી પછી ખરીદદારો નીચલા સ્તર પર પ્રભુત્વ મેળવી રહ્યા છે જેના કારણે સેન્સેક્સ શરૂઆતના વેપારમાં 1000 પોઈન્ટથી વધુનો ઉછાળો જોવા મળી રહ્યો છે. તમામ ઈન્ડેક્સ લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. સવારે 9.25 વાગ્યે સેન્સેક્સ 1008 પોઈન્ટના વધારા સાથે 53800 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો.

NIFTY50 TOP GAINERS

Company Name Last Price % Gain
Dr Reddys Labs 4,145.60 5.5
Tata Motors 418.8 5.05
JSW Steel 627.85 4.61
Grasim 1,516.10 4
Adani Ports 762 3.98
Bajaj Auto 3,842.00 3.88
Hero Motocorp 2,610.00 3.76
Cipla 973.1 3.74
Nestle 16,685.95 3.68
Tata Steel 1,159.45 3.32

LICના શેર સતત દબાણ હેઠળ

ગુરુવારે ભારે ઘટાડા બાદ આજે LIC ના શેરમાં થોડો વધારો જોવા મળી રહ્યો છે. ગુરુવારના વેચાણમાં, શેર રૂ. 839ના સ્તરે સરકી ગયો હતો. હાલમાં તે રૂ.845ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે. તે હજુ પણ રૂ. 949ની ઇશ્યૂ કિંમત સામે શેર દીઠ રૂ. 104ના નુકસાનમાં છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

મેટલ ઇન્ડેક્સમાં સૌથી વધુ વધારો

જો તમે સેક્ટર મુજબ જુઓ તો આજના બિઝનેસમાં તમામ સેક્ટર લીલા નિશાન પર ટ્રેડ થઈ રહ્યા છે. સૌથી વધુ ફાયદો મેટલ ઇન્ડેક્સ દ્વારા થયો છે, જે 3 ટકાનો ઉછાળો દર્શાવે છે. આ સિવાય ઓઈલ એન્ડ ગેસ, પીએસયુ બેંક અને ફાર્મા સેક્ટરના શેરમાં પણ 2 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે. ઇરોઝ ઇન્ટરનેશનલના શેરમાં આજે 4 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે.

એશિયન બજારોમાં મજબૂતી જોવા મળી હતી

અમેરિકા અને યુરોપમાં ઘટાડા છતાં આજે સવારે ખુલેલા એશિયાના તમામ મુખ્ય શેરબજારોમાં ઉછાળો જોવા મળ્યો હતો. સિંગાપોર સ્ટોક એક્સચેન્જ 1.32 ટકાના ઉછાળા સાથે ટ્રેડ કરી રહ્યો હતો, જ્યારે જાપાનનો નિક્કી 1.02 ટકા સુધર્યો હતો. હોંગકોંગના શેરબજારમાં 1.74 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે, જ્યારે તાઈવાનનું શેરબજાર 0.50 ટકાની ઊંચાઈએ છે. આ સિવાય દક્ષિણ કોરિયાના શેરબજારમાં 1.52 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે, જ્યારે ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ 0.33 ટકાના ઉછાળા સાથે કારોબાર કરી રહ્યો છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">