AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Reliance નો શેર 3100 રૂપિયા સુધી પહોંચે તેવા અનુમાન, મ્યુચ્યુઅલ ફંડ હાઉસે નવેમ્બરમાં રૂ. 73,869 કરોડના શેર ખરીદ્યા

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો સ્ટોક 83% વધી શકે છે. આ શેર 3,100 રૂપિયા સુધી જઈ શકે છે. આના સંકેતો એટલા માટે જોવા મળી રહ્યા છે કારણ કે મ્યુચ્યુઅલ ફંડ હાઉસે નવેમ્બરમાં રિલાયન્સના રૂ. 73,869 કરોડના શેર ખરીદ્યા છે.

Reliance નો શેર 3100 રૂપિયા સુધી પહોંચે તેવા અનુમાન, મ્યુચ્યુઅલ ફંડ હાઉસે નવેમ્બરમાં રૂ. 73,869 કરોડના શેર ખરીદ્યા
Mukesh Ambani - Chairman , RIL
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 16, 2021 | 9:11 AM
Share

શેરબજારમાં હાલ નરમાશ છવાઈ છે. આ વચ્ચે પણ કેટલાક સ્ટોક્સ એવા છે જે રોકાણકારોને સારો લાભ અપાવી શકે છે. યાદીમાં સૌથી ઉપર દેશની  સૌથી મોટી કંપનીનું નામ આવે છે. દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ(Reliance Industries)નો સ્ટોક 83% વધી શકે છે. આ શેર 3,100 રૂપિયા સુધી જઈ શકે છે. આના સંકેતો એટલા માટે જોવા મળી રહ્યા છે કારણ કે મ્યુચ્યુઅલ ફંડ હાઉસે નવેમ્બરમાં રિલાયન્સના રૂ. 73,869 કરોડના શેર ખરીદ્યા છે.

ગોલ્ડમેનનું અનુમાન ગોલ્ડમેને અનુમાન લગાવ્યું છે કે અહીંથી એક વર્ષમાં રિલાયન્સનો સ્ટોક 83% વધી શકે છે. જોકે, નજીકના ગાળામાં તે 35% સુધી જઈ શકે છે. રિલાયન્સનો શેર ઓક્ટોબરમાં રૂ. 2,750ની એક વર્ષની ઊંચી સપાટીએ ગયો હતો. ત્યારપછી તે તૂટીને હવે રૂ. 2,372 થઈ ગયો છે. તાજેતરના સમયમાં તેમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે.

બિરલાએ સૌથી વધુ શેર ખરીદ્યો આંકડા દર્શાવે છે કે બિરલા મ્યુચ્યુઅલ ફંડે રિલાયન્સના રૂ. 4,762 કરોડના શેર ખરીદ્યા છે. મિરાઈ એસેટે રૂ. 3,845 કરોડમાં શેર ખરીદ્યા છે. જો કે SBI મ્યુચ્યુઅલ ફંડનું રિલાયન્સમાં સૌથી વધુ રોકાણ છે જે રૂ. 24,642 કરોડ છે. ICICI પ્રુડેન્શિયલનું આ સ્ટોકમાં રૂ. 6,518 કરોડનું રોકાણ છે જ્યારે HDFC મ્યુચ્યુઅલ ફંડમાં રૂ. 5,595 કરોડનું રોકાણ છે.

ઇન્ડસઇન્ડ બેન્કના 6,504 કરોડના શેર ખરીદાયા નવેમ્બરમાં જે લાર્જ કેપ શેર્સમાં મ્યુચ્યુઅલ ફંડોએ વધુ ખરીદી કરી છે તેમાં ઇન્ડસઇન્ડ બેન્કના રૂ. 6,504 કરોડના શેર ખરીદ્યા છે. આઇશર મોટર્સ અને હીરો મોટો કોર્પના રૂ. 4,133 કરોડના 4,168 શેર ફંડ હાઉસ દ્વારા ખરીદવામાં આવ્યા છે. ડાબર ઈન્ડિયાના રૂ. 2,190 કરોડના શેરની ખરીદી કરવામાં આવી છે. HDFC લાઇફ ઇન્સ્યોરન્સ લાર્જ કેપમાં સૌથી વધુ વેચાયેલા શેર્સ પૈકીનું એક રહ્યું છે. તેના રૂ. 5,855 કરોડના શેરનું વેચાણ થયું છે.

બિરલાએ ઝોમેટોના શેર વેચ્યા આદિત્ય બિરલા સન લાઇફ મ્યુચ્યુઅલ ફંડે નવેમ્બરમાં ઝોમેટોના 95,342 શેર વેચ્યા હતા. રસપ્રદ વાત એ છે કે કોટક મ્યુચ્યુઅલ ફંડે ઓક્ટોબરમાં ખરીદેલા 42 લાખ શેર ઉપરાંત નવેમ્બરમાં અન્ય 41 લાખ શેર ખરીદ્યા છે.

સ્મોલ કેપમાં ઝેન્સાર પ્રિફર્ડ શેર સ્મોલ કેપ્સમાં ઝેનસાર ટેકની સૌથી મોટી ખરીદી રહી છે. તેના રૂ. 1,220 કરોડના શેરની ખરીદી કરવામાં આવી હતી. SBI મ્યુચ્યુઅલ ફંડે રૂ. 569 કરોડમાં નુવોકો વિસ્ટા અને રૂ. 587 કરોડમાં ભારત ફોર્જ ખરીદ્યું છે. તેણે નવેમ્બરમાં ચોલામંડલમના 728 કરોડ શેર ખરીદ્યા હતા. ICICI પ્રુડેન્શિયલ એ Ipca લેબનો સૌથી વધુ શેર રૂ. 725 કરોડમાં ખરીદ્યો છે. તેણે 511 કરોડ રૂપિયામાં આઈશર મોટર્સના શેર ખરીદ્યા છે.

આ પણ વાંચો :  શેરબજારના નબળા પ્રદર્શન છતાં આ ત્રણ સ્ટોક્સ રોકાણકારોને સારું રિટર્ન આપી શકે છે

આ પણ વાંચો : Supriya Lifescience IPO : આજે ખુલ્યો Lifescience કંપનીનો 700 કરોડનો IPO, ગ્રે માર્કેટમાં શેરની મજબૂત માંગ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">