Share Market Today : શેરબજારમાં ઘટાડાની હેટ્રિક લાગી, Sensex 59,643 સુધી લપસ્યો
Share Market Today : શેરબજારમાં પ્રી-ઓપનિંગમાં માર્કેટમાં પણ થોડો ઘટાડો જોવા મળી રહ્યો હતો. સેન્સેક્સ 77.43 પોઈન્ટ એટલે કે 0.13 ટકાના વધારા સાથે 59,823.66 ના સ્તર પર જોવા મળી રહ્યો હતો. તે જ સમયે, નિફ્ટી 6.80 પોઈન્ટ એટલે કે 0.04 ટકાના ઘટાડા સાથે 17653.35 ની આસપાસ ટ્રેડ કરી રહ્યો હતો.
Share Market Today : મિશ્ર વૈશ્વિક સંકેતો સાથે આજે 19 એપ્રિલે ભારતીય શેરબજારના મુખ્ય સૂચકાંકો ફ્લેટ ખુલ્યા હતા.શરૂઆતી કારોબારમાં લગભગ 1168 શેર વધ્યા, તો 659 શેર ઘટ્યા હતા. બીજી તરફ 114 શેર યથાવત રહ્યા હતા. છેલ્લા સત્રમાં મંગળવારે કારોબારના અંતે BSE સેન્સેક્સ 184 પોઈન્ટ ઘટીને 59,727 અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 47 પોઈન્ટના ઘટાડા સાથે 17,660 પોઈન્ટ પર બંધ થયો હતો. આઈટી, ફાર્મા, મેટલ્સ, હેલ્થકેર સેક્ટરના શેરમાં ઉછાળો તો એનર્જી, એફએમસીજી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓઈલ અને ગેસ જેવા સેક્ટરમાં ઘટાડો જોવા મળ્યો હતો.
શેરબજારની છેલ્લી સ્થિતિ ( 19-04-2023 , 09:31 am ) | ||
SENSEX | 59,630.44 | −96.57 (0.16%) |
NIFTY | 17,641.95 | −18.20 (0.10%) |
પ્રી-ઓપનિંગ સામાન્ય ઘટાડા સાથે થયું હતું
શેરબજારમાં પ્રી-ઓપનિંગમાં માર્કેટમાં પણ થોડો ઘટાડો જોવા મળી રહ્યો હતો. સેન્સેક્સ 77.43 પોઈન્ટ એટલે કે 0.13 ટકાના વધારા સાથે 59,823.66 ના સ્તર પર જોવા મળી રહ્યો હતો. તે જ સમયે, નિફ્ટી 6.80 પોઈન્ટ એટલે કે 0.04 ટકાના ઘટાડા સાથે 17653.35 ની આસપાસ ટ્રેડ કરી રહ્યો હતો.
આ શેર NSE પર F&O પ્રતિબંધ હેઠળ રહેશે
19મી એપ્રિલના રોજ NSE પર માત્ર બે શેર બલરામપુર ચીની મિલ્સ અને ડેલ્ટા કોર્પ F&O પ્રતિબંધ હેઠળ છે. તમને જણાવી દઈએ કે સિક્યોરિટીઝમાં પોઝિશન તેમની માર્કેટ વાઈડ પોઝિશન લિમિટ કરતાં વધી જાય તો F&O સેગમેન્ટમાં સમાવિષ્ટ સ્ટોક્સને પ્રતિબંધની શ્રેણીમાં મૂકવામાં આવે છે.
વૈશ્વિક સંકેત નબળાં મળ્યા હતા
વિશ્વભરના શેરબજારોમાં મિશ્ર કારોબાર દેખાઈ રહ્યો છે. US FEDના રેટ વધારા અંગેના મિશ્ર અભિપ્રાયને કારણે એશિયન બજારોમાં નરમાશ આવી છે. એશિયામાં જાપાનનો નિક્કી ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યો છે તો કોસ્પીમાં તેજી છે. આજે SGX NIFTY પણ નુકસાનમાં દેખાઈ રહ્યો છે. એસજીએક્સ નિફટીનું આજનું નીચલું સ્તર 17659.5 રહ્યું હતું.
આજે આ કંપનીઓના પરિણામ આવશે
આજે એટલે કે 19 એપ્રિલે, ICICI સિક્યોરિટીઝ, માસ્ટેક, ટાટા કોમ્યુનિકેશન્સ, આલોક ઇન્ડસ્ટ્રીઝ, આર્ટસન એન્જિનિયરિંગ, સિટાડેલ રિયલ્ટી એન્ડ ડેવલપર્સ, જીજી એન્જિનિયરિંગ, ગુજરાત હોટેલ્સ અને સ્ટેમ્પેડ કેપિટલના માર્ચ ક્વાર્ટરના પરિણામો આવશે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
બિઝનેસના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…