Share Market : સતત બે દિવસની તેજીમાં રોકાણકારોએ 5.9 લાખ કરોડ રૂપિયાની કમાણી કરી,આજે કેવો રહી શકે છે બજારનો મૂડ?
બીએસઈના ડેટા અનુસાર રોકાણકારોએ બે દિવસમાં રૂ. 5.9 લાખ કરોડની કમાણી કરી છે. ગુરુવારે જ રોકાણકારોની સંપત્તિમાં રૂ. 3.7 લાખ કરોડનો વધારો થયો હતો કારણ કે BSE લિસ્ટેડ કંપનીઓની મૂડી રૂ. 271.7 લાખ કરોડ સુધી પહોંચી ગઈ છે.
ભારતીય શેરબજાર(Share Market)માં 21 એપ્રિલ ગુરુવારે સતત બીજા દિવસે તેજી જારી રહી હતી. તમામ ક્ષેત્રોમાં સારી ખરીદી જોવા મળી હતી. શેરબજારના ઉછાળામાં મોટા પ્લેયર્સ રિલાયન્સ(Reliance ), ઇન્ફોસિસ (Infosys)અને HDFCનો મોટો હાથ રહ્યો હતો. બે દિવસની આ તેજીના કારણે રોકાણકારોને 5.9 લાખ કરોડ રૂપિયા નો લાભ થયો છે. ગુરુવારે એક જ દિવસમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 3.7 લાખ કરોડનો વધારો થયો છે. ગુરુવારે સેન્સેક્સ અને નિફ્ટી આજે લીલા નિશાનમાં ખુલ્યા હતા. ટ્રેડિંગ સેશનના અંતે સેન્સેક્સ 874.18 પોઈન્ટ્સ અથવા 1.53 ટકાના વધારા સાથે 57,911.68 પર બંધ રહ્યો હતો. બીજી તરફ નિફ્ટી 256.05 પોઈન્ટ અથવા 1.49 ટકાના વધારા સાથે 17,392.60 પર બંધ થયો હતો. બીજી તરફ ઈન્ટ્રાડેમાં સેન્સેક્સ 954 પોઈન્ટ વધીને 57,991.5 પર પહોંચ્યો હતો જ્યારે નિફ્ટી 50 પણ 17,414.7ની સપાટીને સ્પર્શ્યો હતો. નિફ્ટી બેન્ક 1.38 ટકા વધીને 501.20 પોઈન્ટના વધારા સાથે 36816.10 પર બંધ રહ્યો હતો. એ જ રીતે નિફ્ટી મિડકેપ પણ 1.07 ના વધારા સાથે 30603.30 ના સ્તર પર બંધ થયો.
ગુરુવારે રોકાણકારોને સારો નફો મળ્યો
બે દિવસથી શેરબજારમાં તેજીથી રોકાણકારોને ઘણો ફાયદો થયો છે. બીએસઈના ડેટા અનુસાર રોકાણકારોએ બે દિવસમાં રૂ. 5.9 લાખ કરોડની કમાણી કરી છે. ગુરુવારે જ રોકાણકારોની સંપત્તિમાં રૂ. 3.7 લાખ કરોડનો વધારો થયો હતો કારણ કે BSE લિસ્ટેડ કંપનીઓની મૂડી રૂ. 271.7 લાખ કરોડ સુધી પહોંચી ગઈ છે. બુધવારે આ આંકડો 268.2 લાખ કરોડ રૂપિયા હતો. રિલાયન્સ, ઈન્ફોસીસ, HDFC બેંક, HDFC અને TCSએ મળીને સેન્સેક્સને 500 પોઈન્ટનો વધારો આપ્યો હતો. ટ્રેડિંગ સેશન દરમિયાન રિલાયન્સનો શેર 2.6 ટકા વધીને રૂ. 2,788.8ના સ્તરે પહોંચ્યો હતો.
TOP GAINERS
ગુરુવારે ટોપ ગેઈનર્સમાં આઈશરનું નામ ટોપ પર હતું. આઇશરના શેરમાં આજે 4.4 ટકાનો ઉછાળો આવ્યો હતો અને તેનો ભાવ વધીને રૂ. 2,647.4 થયો હતો. કોલ ઈન્ડિયાના ભાવ પણ 4 ટકા વધીને 207.1 રૂપિયા પર પહોંચી ગયા છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનો શેર પણ ગુરુવારે વધ્યો હતો અને 3.2 ટકા વધ્યો હતો. તે રૂ.909 પર બંધ રહ્યો હતો. અદાણી પોર્ટ્સમાં પણ આજે 2.7 ટકાનો વધારો થયો હતો અને તેનો ભાવ વધીને રૂ. 850 થયો હતો. કોટક મહિન્દ્રા બેંકનો શેર પણ 2.7 ટકા વધીને અંતે રૂ. 1,767.6 પર બંધ રહ્યો હતો.
TOP LOSERS
ટાટા સ્ટીલ સૌથી વધુ ઘટ્યો હતો.કંપનીનો શેર 0.6 ટકા ઘટીને રૂ.1,307 પર બંધ થયો હતો. બજાજ ઓટો ગુરુવારે 0.6 ટકા ઘટીને રૂ. 3,700 પર બંધ થયો હતો. ONGCના શેરે પણ આજે તેના રોકાણકારોને નિરાશ કર્યા હતા અને આ શેર પણ 0.6 ટકા ઘટીને રૂ. 174.4 પર બંધ થયો હતો. હિન્દાલ્કોનો શેર 0.8 ટકા ઘટીને રૂ. 540.9 પર બંધ રહ્યો હતો. સિપ્લા આજે 1.2 ટકા ઘટીને રૂ. 1,000 પર બંધ થયો હતો.
આજે કારોબાર નબળો રહેવાની શક્યતા
આજે વૈશ્વિક બજારોમાંથી નબળાઈના સંકેત મળી રહ્યા છે. યુએસ માર્કેટની વાત કરીએ તો ડાઉ જોન્સ 370 પોઈન્ટ ઘટીને દિવસના નીચલા સ્તરે બંધ થયો છે જ્યારે નાસ્ડેક 2 ટકા તૂટ્યો છે. આઈટી શેરોમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો છે