Share Market Holiday : આજે શેરબજાર બંધ રહેશે, મહાવીર જયંતિના કારણે કારોબાર નહીં થાય
Share Market Holiday : એક્સચેન્જ પર ઉપલબ્ધ માહિતી મુજબ આ અઠવાડિયે બજારમાં 4 દિવસની રજા છે. તેથી જો કોઈ લાંબા પ્રવાસ પર જવા માંગે છે, તો આ અઠવાડિયું ખૂબ જ મદદરૂપ થઈ શકે છે કારણ કે બજાર દિવસના મોટા ભાગના સમય માટે બંધ રહેશે.
Share Market Holiday : શેરબજારમાં આજે રજા છે. મહાવીર જયંતિ નિમિત્તે શેરબજારમાં રજા છે. આ અઠવાડિયે બે દિવસ બજારમાં રજા રહેશે. પહેલી રજા આજે એટલે કે મંગળવારે મહાવીર જયંતિના કારણે રહેશે. આ ઉપરાંત ગુડ ફ્રાઈડે નિમિત્તે પણ શેરબજારમાં રજા રહેશે. આ મુજબ ચાલુ સપ્તાહમાં ટ્રેડિંગ બુધવાર અને ગુરુવારે જ થવાનું છે. જો તમે લાંબી રજાઓનું આયોજન કરી રહ્યા છો, તો આ અઠવાડિયું મદદરૂપ અને અનુકૂળ સાબિત થઈ શકે છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ એટલે કે BSE બજારની રજાઓની યાદી બહાર પાડે છે આ યાદીમાં ચાલુ સપ્તાહની બંને રજાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : હવે છૂટ્ટાની નહીં રહે સમસ્યા! ATMમાં 100, 200ની નોટ રાખવા સરકારે આપી સૂચના
બે દિવસ બજાર બંધ રહેશે
BSE પર ઉપલબ્ધ માહિતી અનુસાર આજે એટલે કે 4 એપ્રિલ અને 7 એપ્રિલે ટ્રેડિંગ બંધ રહેશે. મહાવીર જયંતિ નિમિત્તે આજે મંગળવારે બજારમાં રજા રહેશે. બુધવાર અને ગુરુવારે ટ્રેડિંગ માટે બજાર ખુલ્લું રહેશે. ત્યારબાદ 7 એપ્રિલે ગુડ ફ્રાઈડે નિમિત્તે બજાર બંધ રહેશે. બજારની રજાઓ વિશે વધુ માહિતી માટે તમે સત્તાવાર વેબસાઇટ www.bseindia.com પર જઈ શકો છો.
સપ્તાહમાં 4 દિવસ રજા
એક્સચેન્જ પર ઉપલબ્ધ માહિતી મુજબ આ અઠવાડિયે બજારમાં 4 દિવસની રજા છે. તેથી જો કોઈ લાંબા પ્રવાસ પર જવા માંગે છે, તો આ અઠવાડિયું ખૂબ જ મદદરૂપ થઈ શકે છે કારણ કે બજાર દિવસના મોટા ભાગના સમય માટે બંધ રહેશે. ડિપોઝિટરી ડેટા અનુસાર ભારતમાં ફેબ્રુઆરી 2023 સુધીમાં કુલ 11.25 કરોડ એકાઉન્ટ્સ છે. કોરોના બાદ ડીમેટ ખાતાની સંખ્યામાં જોરદાર ઉછાળો આવ્યો છે.
વર્ષ 2023 માં અત્યાર સુધીનું બજાર પ્રદર્શન
વર્ષ 2023માં બજારની અત્યાર સુધીની સફર કેવી રહી? તો જવાબ છે કે અત્યાર સુધી શેરબજારે રોકાણકારોને નિરાશ કર્યા છે. કારણ કે આ સમયગાળા દરમિયાન નિફ્ટીમાં 4.4% અને સેન્સેક્સમાં 3.34%નો ઘટાડો થયો છે. બેન્ક નિફ્ટી 5.6 ટકા સુધી લપસી ગયો છે. આ સમયગાળા દરમિયાન ITCનો શેર મજબૂત વળતરમાં મોખરે છે. સ્ટોકે 2023માં અત્યાર સુધીમાં 14 ટકા સુધીનું વળતર આપ્યું છે, જ્યારે બજાજ ફિનસર્વનો સ્ટોક 18 ટકા ઘટ્યો છે.
એપ્રિલ 2023 ની શેરબજારની રજાઓ
- 4 એપ્રિલ, 2023: મહાવીર જયંતિ, મંગળવાર
- 7 એપ્રિલ, 2023: ગુડ ફ્રાઈડે
- 14 એપ્રિલ, 2023: ડૉ. બાબાસાહેબ આંબેડકર જયંતિ, શુક્રવાર
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
બિઝનેસના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…