AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

1 વર્ષમાં સોનું 8000 રૂપિયા મોંઘુ થયું, શેરબજારની અનિશ્ચિતતાઓ વચ્ચે ચાલુવર્ષે કિંમતી ધાતુઓ 20 થી 30% રિટર્ન આપે તેવો અંદાજ

ગત નાણાકીય વર્ષમાં સોનાના ભાવમાં બે આંકડામાં વૃદ્ધિ જોવા મળી છે. આ સૂચવે છે કે શેરબજારોમાં ઉચ્ચ અસ્થિરતાના સમયમાં મજબૂત વળતર આપવા માટે સોનું વધુ સારો વિકલ્પ છે.LKP સિક્યોરિટીઝના વિશ્લેષકના જણાવ્યા અનુસાર ચાલુ નાણાકીય વર્ષમાં સોનાની કિંમત 66,000 થી 68,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી જઈ શકે છે.

1 વર્ષમાં સોનું 8000 રૂપિયા મોંઘુ થયું, શેરબજારની અનિશ્ચિતતાઓ વચ્ચે ચાલુવર્ષે કિંમતી ધાતુઓ 20 થી 30% રિટર્ન આપે તેવો અંદાજ
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 03, 2023 | 6:32 AM
Share

નાણાકીય વર્ષ 2023  માં સોનાએ ખૂબ સારું રિટર્ન આપ્યું છે. 1 એપ્રિલ, 2022 થી 31 માર્ચ 2023 સુધીના સમયગાળામાં સોનાએ 15 ટકા રિટર્ન આપ્યું છે. આ રીતે ગત નાણાકીય વર્ષમાં સોનાના ભાવમાં બે આંકડામાં વૃદ્ધિ જોવા મળી છે. આ સૂચવે છે કે શેરબજારોમાં ઉચ્ચ અસ્થિરતાના સમયમાં મજબૂત વળતર આપવા માટે સોનું વધુ સારો વિકલ્પ છે. નિફ્ટી અને સેન્સેક્સ વિશે વાત કરીએ તો આ બંને ગયા નાણાકીય વર્ષમાં નેગેટિવથી ફ્લેટ રિટર્ન આપ્યું છે. તે જ સમયે મેક્રો ઇકોનોમિક રિસ્ક વચ્ચે સોનામાં 15 ટકાનો ઉછાળો આવ્યો હતો. ચાલુ નાણાકીય વર્ષ એટલે કે 2023-24 પણ સોનામાં વળતરની દૃષ્ટિએ સારું રહેવાની અપેક્ષા છે. સોનાના ભાવ આ વર્ષે પણ 15 થી 20 ટકા વળતર આપે તેવી સંભાવના છે જ્યારે, ચાંદી 30 ટકા સુધીનું વળતર આપી શકે છે.

એક વર્ષમાં સોનું રૂપિયા 8,000 મોંઘુ થયું

ગયા સપ્તાહે MCX  પર સોનાનો વાયદો નજીવા ઘટાડા સાથે રૂપિયા 59,600 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો પરંતુ ગયા નાણાકીય વર્ષમાં સોનાનો ભાવ રૂપિયા  60,065 સુધી પહોંચી ગયો હતો. MCX ગોલ્ડ ફ્યુચર્સના ભાવ વૈશ્વિક હાજર સોનાના ભાવોથી પ્રભાવિત થાય છે. શુક્રવારે સોનાની વૈશ્વિક હાજર કિંમત $1968 પ્રતિ ઔંસ પર બંધ થઈ હતી. ગત નાણાકીય વર્ષના 12 મહિનામાં સ્થાનિક સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ કુલ રૂ. 8,000નો વધારો થયો છે.

આ વર્ષે પણ 15% વળતર માટે તૈયાર રહો

નિષ્ણાતોના મતે આ નાણાકીય વર્ષમાં સોનાના ભાવમાં 15 ટકાનો વધારો જોવા મળી શકે છે. LKP સિક્યોરિટીઝના રિસર્ચ વાઈસ પ્રેસિડેન્ટ જતિન ત્રિવેદીએ જણાવ્યું હતું કે “છેલ્લા એક વર્ષમાં સ્થાનિક સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ રૂ. 8,000નો વધારો થયો છે. જેના કારણે સોનાની કિંમત 52,000 રૂપિયાથી વધીને 60,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. જ્યારે નિફ્ટીએ આ સમયગાળા દરમિયાન ફ્લેટ વળતર આપ્યું હતું. આ રીતે સોનું રોકાણનો શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થયો છે. ચાલુ નાણાકીય વર્ષમાં પણ સોના માટે સારા સંકેતો છે. આ વર્ષે સોનાના ભાવમાં 15 ટકાનો વધારો જોવા મળી શકે છે.

સોનાની કિંમત 68,000 સુધી પહોંચવાનો અંદાજ

LKP સિક્યોરિટીઝના વિશ્લેષકના જણાવ્યા અનુસાર ચાલુ નાણાકીય વર્ષમાં સોનાની કિંમત 66,000 થી 68,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી જઈ શકે છે. માર્કેટમાં આ વર્ષે સોનું 20 ટકા સુધીનું વળતર આપી શકે છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

બિઝનેસના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us
વડોદરા ક્રાઇમ બ્રાન્ચે બાળ તસ્કરી રેકેટનો કર્યો પર્દાફાશ ! Video
વડોદરા ક્રાઇમ બ્રાન્ચે બાળ તસ્કરી રેકેટનો કર્યો પર્દાફાશ ! Video
સોના-ચાંદીના ભાવમાં મોટો ઉછાળો ! MCX પર ₹1.50 લાખ પર પહોચ્યું સોનું
સોના-ચાંદીના ભાવમાં મોટો ઉછાળો ! MCX પર ₹1.50 લાખ પર પહોચ્યું સોનું
તંત્ર નિદ્રામાં! રસ્તાઓ બિસ્માર બનતા ગ્રામજનોએ જાતે જ મોરચો સંભાળ્યો
તંત્ર નિદ્રામાં! રસ્તાઓ બિસ્માર બનતા ગ્રામજનોએ જાતે જ મોરચો સંભાળ્યો
મોરબીના કૂવામાં પાણીના હિલોળા પાછળનું કારણ જાણો
મોરબીના કૂવામાં પાણીના હિલોળા પાછળનું કારણ જાણો
કૂવામાં પડેલી સિંહણના રેસ્ક્યુંનો Video
કૂવામાં પડેલી સિંહણના રેસ્ક્યુંનો Video
નિર્લિપ્ત રાયે, ઘરમાં ડબ્બા ટ્રેડિંગ ચલાવનારા ASIને સસ્પેન્ડ કર્યો
નિર્લિપ્ત રાયે, ઘરમાં ડબ્બા ટ્રેડિંગ ચલાવનારા ASIને સસ્પેન્ડ કર્યો
મોતના આતંક વચ્ચે યુવક માટે વીજપોલ સહારો બન્યો,જુઓ Video
મોતના આતંક વચ્ચે યુવક માટે વીજપોલ સહારો બન્યો,જુઓ Video
07 ઓગસ્ટ 2026: તમામ 12 રાશિઓનું આજનું રાશિફળ
07 ઓગસ્ટ 2026: તમામ 12 રાશિઓનું આજનું રાશિફળ
વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો, કિશાન સંઘનો ગ્રાઉન્ડ સર્વે
વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો, કિશાન સંઘનો ગ્રાઉન્ડ સર્વે
ભાવનગર જિલ્લામાં 80% વિસ્તારમાં કપાસ અને મગફળીનું વિક્રમ જનક વાવેતર
ભાવનગર જિલ્લામાં 80% વિસ્તારમાં કપાસ અને મગફળીનું વિક્રમ જનક વાવેતર
g clip-path="url(#clip0_868_265)">