Share Market : સતત ત્રીજા દિવસે કારોબારમાં ઘટાડો નોંધાયો, આ શેર્સ સસ્તી કિંમતે ખરીદવાની મળી રહી છે તક

ટાટા ગ્રુપે તેના મેટલ બિઝનેસ માટે મેગા મર્જર પ્લાનની જાહેરાત કરી છે. ટાટા ગ્રુપે જાહેરાત કરી છે કે તે સેક્ટર સાથે સંબંધિત 7 કંપનીઓને ટાટા સ્ટીલ સાથે મર્જ કરશે. કંપનીએ સ્ટોક એક્સચેન્જોને આપેલી માહિતી અનુસાર બોર્ડે શુક્રવારે મર્જરનો નિર્ણય લીધો છે.

Share Market  : સતત ત્રીજા દિવસે કારોબારમાં ઘટાડો નોંધાયો, આ શેર્સ સસ્તી કિંમતે ખરીદવાની મળી રહી છે તક
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 23, 2022 | 10:29 AM

ભારતીય શેરબજાર(Share Market)માં શુક્રવારે સવારે સતત ત્રીજા સત્રમાં ઘટાડો થયો છે. વૈશ્વિક બજારમાં નરમાશ અને રૂપિયાની નબળાઈના કારણે રોકાણકારોના સેન્ટિમેન્ટ પર પણ નકારાત્મક અસર પડી રહી છે.સેન્સેક્સ આજે સવારે 115 પોઈન્ટના ઘટાડા સાથે 59,005 પર ખુલ્યો જ્યારે નિફ્ટી 36 પોઈન્ટ ઘટીને 17,594 પર વેપાર શરૂ કર્યો હતો. રોકાણકારોએ આજે ​​શરૂઆતથી વેચાણ ચાલુ રાખ્યું હતું અને સતત પ્રોફિટ-બુકિંગને કારણે સેન્સેક્સ સવારે 10 વાગ્યે 533 પોઈન્ટ ઘટીને 58,586 પર જ્યારે નિફ્ટી 135 પોઈન્ટ ઘટીને 17,494ની સપાટીએ પહોંચ્યો હતો. ગુરુવારે FIIએ રૂપિયા 2510 કરોડનું રોકડનું વેચાણ જ્યારે DIIએ રૂ. 263 કરોડની ખરીદી કરી હતી.

આ સ્ટોકમાં છેલ્લા 5 દિવસથી સતત સર્કિટ લાગી રહી છે

Company Name Bid Qty Diff % Chg 5  Days Status
Bombay Super 57,347 4.27 5.02 upper circuit
Poddar Housing 16,555 12.3 5 upper circuit
PVP Ventures 562,158 0.5 4.69 upper circuit
Kritika Wires 833,723 -1.4 -4.87 lower circuit

આ શેર્સમાં હલચલ જોવા મળી

રોકાણકારો આજે સવારથી એચડીએફસી, એચડીએફસી બેંક, ટેક મહિન્દ્રા, ઇન્ડસઇન્ડ બેંક અને ટાટા મોટર્સ જેવી કંપનીઓ પર દાવ લગાવી રહ્યા છે અને સતત ખરીદીએ આ કંપનીઓના શેરોને ટોપ ગેનર્સની યાદીમાં લાવી દીધા છે. બીજી તરફ ટાટા સ્ટીલ, સિપ્લા, હીરો મોટોકોર્પ, અપોલો હોસ્પિટલ અને જેએસડબલ્યુ સ્ટીલ જેવી કંપનીઓમાં વેચવાલીથી ઘટાડો થયો હતો અને આ શેરો ટોપ લુઝર્સની યાદીમાં જોડાયા હતા.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

શેરબજારની નરમાશ વચ્ચે આ શેર્સની જોરદાર ખરીદી થઇ

Company Name CMP Volume Value (Rs. Lakhs)
Vijaya Diagnostic 423.45 1,852,670 7,503.31
Dish TV India 21.01 17,811,700 3,615.78
Schneider Ele. Infra 182.85 474,345 790.73

આ ક્ષેત્ર નબળા પડયા

આજના બિઝનેસ સેક્ટર પ્રમાણે જોઈએ તો તમામ સેક્ટરમાં વધઘટ જોવા મળી રહી છે. જોકે, નિફ્ટી મીડિયા, નિફ્ટી ફાર્મા, નિફ્ટી મેટલ જેવા સેક્ટરમાં નજીવો વધારો જોવા મળ્યો છે જ્યારે નિફ્ટી બેન્ક, રિયલ્ટી અને એનર્જી સેક્ટરમાં આજે 1 ટકા સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે શરૂઆતના કારોબારમાં નિફ્ટી સ્મોલકેપ 100 અને મિડકેપ 100માં પણ 0.2 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.

આ સ્ટોક્સમાં વધારે પ્રોફિટ બુકીંગ થયું

Company Name CMP Volume Value (Rs. Lakhs)
Saksoft 129.35 92,565 1,244.95
Can Fin Homes 518.9 188,519 1,022.43
Cressanda Solutions 37.4 2,614,630 1,028.86

ટાટા ગ્રૂપની 7 કંપનીઓ ટાટા સ્ટીલ સાથે મર્જ થશે

ટાટા ગ્રુપે તેના મેટલ બિઝનેસ માટે મેગા મર્જર પ્લાનની જાહેરાત કરી છે. ટાટા ગ્રુપે જાહેરાત કરી છે કે તે સેક્ટર સાથે સંબંધિત 7 કંપનીઓને ટાટા સ્ટીલ સાથે મર્જ કરશે. કંપનીએ સ્ટોક એક્સચેન્જોને આપેલી માહિતી અનુસાર બોર્ડે શુક્રવારે મર્જરનો નિર્ણય લીધો છે. બોર્ડના નિર્ણય મુજબ ટાટા સ્ટીલ લોંગ પ્રોડક્ટ્સ, ટાટા મેટલિક્સ, ટીન પ્લેટ કંપની, ટીઆરએફ, ઈન્ડિયન સ્ટીલ એન્ડ વાયર પ્રોડક્ટ્સ, ટાટા સ્ટીલ માઈનિંગ, એસએન્ડટી માઈનિંગને ટાટા સ્ટીલ સાથે મર્જ કરવામાં આવશે. આ કંપનીઓમાં 6 કંપનીઓ ટાટા સ્ટીલની પેટાકંપની છે અને એક કંપની એસોસિયેટ કંપની છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">