Share Market : શેરબજારની તેજી વચ્ચે આજે આ શેર્સ કરાવી શકે છે લાભ, જાણો વિગતવાર
આ ઉપરાંત ઘણા શેર ખબરોમાં રહે છે જેની અસર શેર પર જોવા મળી શકે છે.. આજના કારોબારમાં આ સ્ટોક્સ ઉપર રાખવી જોઈએ નજર
શેરબજારમાં તેજી યથાવત છે. બુધવારના કારોબારમાં શેરબજારમાં વધારો જોવા મળ્યો હતો. તો જો તમે પણ આ વધારાનો લાભ લેવા માંગતા હોય અને બજારમાં થોડી કમાણી કરવા માંગો છો. તો અમે તમને જણાવીએ છીએ કે આજે કયા શેરોમાં એક્શન જોવા મળી શકે છે. આ કંપનીઓ પર થોડું સંશોધન કરો અને જુઓ કે શું નિષ્ણાતો તેના વિશે હકારાત્મક છે? જો તેમજ હોય તો તમારી પાસે ટ્રેડિંગ કરવાની વધુ સારી તક હોઈ શકે છે.
બલ્ક ડીલ સ્ટોક્સ
બલ્ક ડીલ એટલે કોઈ પણ સ્ટોકમાં મોટા સ્તરે થનારી ખરીદી અથવા વેચાણ હોય છે. આવા સોદા દર્શાવે છે કે મોટા રોકાણકારોના મનમાં તે સ્ટોક વિશે શું ચાલી રહ્યું છે. રોકાણકારો બલ્ક ડીલ પર નજર રાખે છે કારણ કે તેની અસર શેરના ભાવ પર પડે છે. એક મીડિયા અહેવાલની માહિતી અનુસાર ગણેશ ઈકોસ્ફિયર, વિશ્વરાજા સુગર ઈન્ડસ્ટ્રીઝ અને ઓરિએન્ટ ગ્રીન પાવર કંપનીમાં બલ્ક ડીલ જોવા મળી છે. ત્રણેયમાં મોટા રોકાણકારોએ શેર વેચ્યા છે.
વિશ્લેષક અને રોકાણકારોની બેઠક
વિશ્લેષકો અને રોકાણકારો સાથે કંપનીઓની મીટિંગ ખૂબ જ મહત્વપૂર્ણ ઘટના માનવામાં આવે છે. આવી મીટિંગોમાં કંપનીઓ ભવિષ્ય માટે તેમની યોજનાઓ રજૂ કરે છે અથવા મહત્વપૂર્ણ મુદ્દાઓથી માહિતગાર કરે છે. આ કંપનીની પ્રગતિના સંકેત આપે છે. વિશ્લેષકો આ સંકેતોના આધારે કંપની પર તેમના અંદાજો નક્કી કરે છે. આજે ગુરુવારે 7 જાન્યુઆરીના રોજ શ્રી રેણુકા સુગર, બેસ્ટ એગ્રોલાઇફ, અને સાંઘી ઇન્ડસ્ટ્રીઝ, રેનેસાન્સ ગ્લોબલ, સંસારા એન્જિનિયરિંગ રોકાણકારો અને વિશ્લેષકો સાથે બેઠક કરવા જઈ રહ્યા છે.
આ સ્ટોક ઉપર રાખજો નજર
આ ઉપરાંત ઘણા શેર ખબરોમાં રહે છે જેની અસર શેર પર જોવા મળી શકે છે. આમાં NHPCનો સમાવેશ થાય છે. કંપનીએ ગ્રીન એનર્જી ડેવલપમેન્ટ કોર્પોરેશન ઓફ ઓડિશા સાથે JV પર હસ્તાક્ષર કર્યા છે. Gail એ ONGC ત્રિપુરા પાવર કંપનીમાં 26 ટકા હિસ્સો ખરીદ્યો છે. LICએ મહાનગર ગેસમાં તેનો હિસ્સો 5 ટકાથી વધારીને 7 ટકા કર્યો છે. ગૌતમ જેમ્સ રાઇટ્સ મુદ્દે 13 જાન્યુઆરીએ નિર્ણય લઇ શકે છે.
આ પણ વાંચો : LPG Connection : હવે માત્ર આધાર કાર્ડ બતાવવાથી મળશે LPG કનેક્શન, જાણો સંપૂર્ણ પ્રક્રિયા