AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sansera Engineering IPO : આજે શેરબજારમાં લિસ્ટ થશે આ શેર, શું છે કિંમત અંગે નિષ્ણાંતોનો અભિપ્રાય?

ઓટો કમ્પોનન્ટ ઉત્પાદક સંસેરા એન્જિનિયરિંગ(Sansera Engineering)નો IPO 14 મીએ ખુલ્યો અને 16 સપ્ટેમ્બરે બંધ થયો હતો. ઇશ્યૂ બંધ થયા બાદથી બિડર્સ શેર ફાળવણીની તારીખની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

Sansera Engineering IPO : આજે શેરબજારમાં લિસ્ટ થશે આ શેર, શું છે કિંમત અંગે નિષ્ણાંતોનો અભિપ્રાય?
Sansera Engineering IPO
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 24, 2021 | 9:02 AM
Share

ઓટો કમ્પોનન્ટ મેન્યુફેક્ચરર કંપની સાંસેરા એન્જિનિયરિંગ(Sansera Engineering)નો IPO આજે 24 સપ્ટેમ્બરે શેરબજારમાં લિસ્ટ થશે. ઓટો ઉદ્યોગમાં હાલના પડકારો અને અપેક્ષા કરતા ઓછા સબ્સ્ક્રિપ્શન્સને જોતાં નિષ્ણાતો અપેક્ષા રાખે છે કે સ્ટોક ઓછા પ્રીમિયમમાં લિસ્ટ થઇ શકે છે.

ઓટો કમ્પોનન્ટ ઉત્પાદક સંસેરા એન્જિનિયરિંગ(Sansera Engineering)નો IPO 14 મીએ ખુલ્યો અને 16 સપ્ટેમ્બરે બંધ થયો હતો. ઇશ્યૂ બંધ થયા બાદથી બિડર્સ શેર ફાળવણીની તારીખની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અહેવાલ છે કે શેરની ફાળવણી આજે 21 સપ્ટેમ્બરના રોજ થઈ રહી છે. તમને જણાવી દઈએ કે કંપનીએ 1282.98 કરોડ રૂપિયાનો IPO જારી કર્યો હતો જે 11.47 ગણો સબ્સ્ક્રાઇબ થયો હતો.

જાણો કંપની વિશે સાનસેરા ઓટોમોટિવ અને નોન-ઓટોમોટિવ ક્ષેત્રોમાં કોમ્પ્લેક્સ અને ક્રિટિકલ પોઝિશન એન્જિનિયર્ડ કમ્પોનેન્ટનું અગ્રણી ઉત્પાદક છે અને તેનું વિશાળ બજાર છે. તે ટુ-વ્હીલર્સ માટે કનેક્ટિંગ રોડ, ક્રેન્કશાફ્ટ, રોકર આર્મ્સ અને ગિયર શિફ્ટર ફોર્કસ અને પેસેન્જર વાહનો માટે કનેક્ટિંગ રોડ્સ અને રોકર આર્મ્સનું અગ્રણી ઉત્પાદક છે. સાનસેરાને ટુ-વ્હીલર અને કાર ઉત્પાદકો સાથે લાંબો સંબંધ છે. શેખર વાસન, ઉન્ની રાજગોપાલ કોથેનાથ, ફરાજ સિંઘવી અને દેવપ્પા દેવરાજ સંયુક્ત રીતે કંપનીમાં 40.6% હિસ્સો ધરાવે છે. કંપનીમાં કુલ પ્રમોટર જૂથનો હિસ્સો 43.9%છે. રોકાણકાર ક્લાયન્ટ Eben અને CVCIGP II કર્મચારી Eben અનુક્રમે 35.4% અને 19.8% ધરાવે છે.

Sansera Engineeringનો રૂ. 1,283 કરોડનો આઇપીઓ 14 થી 16 સપ્ટેમ્બર વચ્ચે બિડિંગ માટે ખુલ્લો હતો. કંપનીનો IPO 11.47 વખત સબ્સ્ક્રાઇબ થયો છે. ક્વોલિફાઈડ ઇન્સ્ટિટ્યુશનલ ખરીદદારોએ તેમના શેર માટે 26.47 ગણા શેરની બોલી લગાવી તો બીજી બાજુ બિન-સંસ્થાકીય રોકાણકારોએ તેમના શેર માટે આરક્ષિત શેરના 11.37 ગણું સબ્સ્ક્રિપશન કર્યું હતું. રિટેલ રોકાણકારોએ 3.15 ગણું સબ્સ્ક્રાઇબ કર્યું.

શું કહે છે નિષ્ણાંત? મહેતા ઇક્વિટીઝના વીપી રિસર્ચ પ્રશાંત તાપસીએ જણાવ્યું હતું કે, “અમે અપેક્ષા રાખીએ છીએ કે સ્ટોક 5-7 ટકાના પ્રીમિયમમાં લિસ્ટેડ થશે.” તાપસીએ જણાવ્યું હતું કે ઓટો ક્ષેત્રમાં ટૂંકા ગાળાના પડકારો અને પ્રમોટર હિસ્સામાં ઘટાડાના કારણે કંપનીના ગ્રે માર્કેટ પ્રીમિયમમાં પણ ઘટાડો થયો છે.

IPO ના લિસ્ટિંગ બાદ કંપનીનો પ્રમોટર હિસ્સો 43.91 ટકાથી ઘટીને 36.5 ટકા થઈ જશે. તે જ સમયે જાહેર શેરહોલ્ડિંગ 56% થી વધીને 63.4% થઈ જશે. કેપિટલવીયા ગ્લોબલ રિસર્ચના હેડ ઓફ રિસર્ચે જણાવ્યું હતું કે, કંપનીના શેર ગ્રે માર્કેટમાં લગભગ 40 રૂપિયાના પ્રીમિયમ પર વેપાર કરી રહ્યા છે. કંપનીના આઇપીઓ પ્રાઇસ બેન્ડની ઉપલી મર્યાદા 744 રૂપિયા પ્રતિ શેર છે. શેર 784 રૂપિયા ( 744 +40) માં લિસ્ટ થઈ શકે છે, જે IPO ની કિંમત કરતા લગભગ 5.5 ટકા વધારે છે.

આ પણ વાંચો : Paras Defence IPO : આ IPO એ તમામ રેકોર્ડ તોડયા, 304 ગણું સબ્સ્ક્રિપશન મળ્યું, જાણો ખાતામાં ક્યારે આવશે શેર?

આ પણ વાંચો : આ સરકારી પ્રોજેક્ટને હાંસલ કરવા Mukesh Ambani, TATA અને Gautam Adani વચ્ચે જામ્યો જંગ, વાંચો વિગતવાર

નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
g clip-path="url(#clip0_868_265)">