RIL Shares fall : Mukesh Ambani ની કંપનીનો શેર સતત ગગડી રહ્યો છે, શું આ અદાણી બાદ અંબાણી માટે કપરાં સમયનો સંકેત?

દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં સતત પાંચ દિવસથી ઘટાડો જોવા મળી રહ્યો છે. બુધવારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં 1.14 ટકાનો ઘટાડો થયો હતો અને આ સાથે શેર 2,248.55ની એક વર્ષની નીચી સપાટીએ પહોંચ્યો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર બુધવારે કુલ 2.83 લાખ શેરનું ટ્રેડિંગ થયું હતું. આ 2.34 લાખ શેરના બે સપ્તાહના સરેરાશ […]

RIL Shares fall : Mukesh Ambani ની કંપનીનો શેર સતત ગગડી રહ્યો છે, શું આ અદાણી બાદ અંબાણી માટે કપરાં સમયનો સંકેત?
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 16, 2023 | 9:04 AM

દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં સતત પાંચ દિવસથી ઘટાડો જોવા મળી રહ્યો છે. બુધવારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં 1.14 ટકાનો ઘટાડો થયો હતો અને આ સાથે શેર 2,248.55ની એક વર્ષની નીચી સપાટીએ પહોંચ્યો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર બુધવારે કુલ 2.83 લાખ શેરનું ટ્રેડિંગ થયું હતું. આ 2.34 લાખ શેરના બે સપ્તાહના સરેરાશ વોલ્યુમ કરતાં વધુ હતા. હાલમાં, રિલાયન્સનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂપિયા 15,25,550.01 કરોડ છે.

ambani stock

20 ટકાથી વધુનો ઘટાડો

વર્ષ-ટુ-ડેટ (YTD) આધારે RILનો સ્ટોક લગભગ 12.50 ટકા ઘટ્યો છે. તે જ સમયે શેર તેની રૂ. 2,856.15ની 52 સપ્તાહની ઊંચી સપાટીથી 20 ટકાથી વધુ તૂટ્યો છે. બુધવારે શેર રૂ. 2,284.10 પર ખૂલ્યો હતો અને રૂ. 2,298.30ની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો અને નીચી સપાટી રૂ. 2,248.55 હતી. વિશ્લેષકો કહે છે કે રિલાયન્સનો સ્ટોક રૂ. 2,300ના સ્તરની આસપાસ રહે છે અને રૂ. 2,344ની નજીક પ્રતિકારનો સામનો કરી શકે છે ત્યારબાદ રૂ. 2,345, રૂ. 2,355 અને રૂ. 2,424ના સ્તરે આવી શકે છે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે

એક મીડિયા રિપોર્ટમાં ઓશો કૃષ્ણ- વરિષ્ઠ વિશ્લેષક, ટેકનિકલ અને ડેરિવેટિવ્ઝ રિસર્ચ એન્જલ વનએ કહ્યું હતું કે  ‘રિલાયન્સ લાંબા સમયથી કરેક્શનના તબક્કામાં છે અને 2,300 રૂપિયાના મહત્વના ક્ષેત્રની નજીક રોમિંગ કરી રહી છે. જિગર એસ પટેલ ટેકનિકલ રિસર્ચ એનાલિસ્ટ, આનંદ રાઠી શેર્સ એન્ડ સ્ટોક બ્રોકર્સે કહ્યું ‘ડેઇલી રિલેટિવ સ્ટ્રેન્થ ઇન્ડેક્સ (RSI) હાલમાં 30 થી 55ના સ્તરે સતત ટ્રાવેલ કરી રહ્યો છે. આ આગામી સમયમાં બજારમાં ઘટાડાના સંકેતો છે. તાજેતરમાં RILના શેરે રૂ. 2,300નો મહત્વનો ટેકો તોડ્યો હતો જે ચિંતાનો વિષય છે.

પટેલે જણાવ્યું હતું કે અમે આગામી સત્રોમાં રિલાયન્સ રૂ. 2,200ના સ્તરનું પરીક્ષણ કરવાની અપેક્ષા રાખીએ છીએ. શેર છેલ્લે 5-દિવસ, 20-દિવસ, 50-દિવસ, 100-દિવસ અને 200-દિવસની મૂવિંગ એવરેજથી નીચે ટ્રેડિંગ કરતો જોવા મળ્યો હતો.

પાંચ દિવસનો ઘટાડો

કાઉન્ટરનો 14-દિવસીય રિલેટિવ સ્ટ્રેન્થ ઇન્ડેક્સ (RSI) ઘટીને 35.92 થયો. 30 થી નીચેના સ્તરને ઓવરસોલ્ડ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે, જ્યારે 70 થી ઉપરનું મૂલ્ય ઓવરબૉટ ગણવામાં આવે છે. કંપનીના શેરનો પ્રાઇસ-ટુ-ઇક્વિટી (PE) રેશિયો 37.13 છે. છેલ્લા પાંચ દિવસમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં 6.65 ટકાનો ઘટાડો થયો છે. તે જ સમયે, એક મહિનામાં તેમાં 7.93 ટકાનો ઘટાડો થયો છે. આ સ્ટોક છ મહિનામાં 10.47 ટકા ઘટ્યો છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">