AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Reliance Q4 Result : મુકેશ અંબાણી 21 એપ્રિલે રિલાયન્સના ત્રિમાસિક પરિણામ જાહેર કરશે, મોટી જાહેરાતો થવાની સંભાવના

Reliance Q4 Result : NSE  પર રિલાયન્સના શેરની કિંમત 19 એપ્રિલ 2023 ના સવારે 9:49 am વાગ્યાના અપડેટ અનુસાર 6.85 રૂપિયા અથવા 0.29% વધારા સાથે 2347.20 રૂપિયા છે.આ વર્ષે તે 8 ટકાથી વધુ નબળો પડ્યો છે. ગયા મહિને તેનો શેર એક વર્ષની નીચી સપાટીએ સરકી ગયો હતો.

Reliance Q4 Result : મુકેશ અંબાણી 21 એપ્રિલે રિલાયન્સના ત્રિમાસિક પરિણામ જાહેર કરશે, મોટી જાહેરાતો થવાની સંભાવના
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 19, 2023 | 10:04 AM
Share

Reliance Q4 Result : માર્કેટ કેપની દ્રષ્ટિએ દેશની સૌથી મોટી કંપની રિલાયન્સે(RIL)  મહત્વની માહિતી જાહેર કરી છે. કંપનીએ 21 એપ્રિલના રોજ જાન્યુઆરી-માર્ચ 2022ના છેલ્લા ત્રિમાસિક ગાળાના એકલ અને એકીકૃત નાણાકીય પરિણામોની જાહેરાત કરશે. એક્સચેન્જ ફાઈલિંગમાં આપવામાં આવેલી માહિતી અનુસાર કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠક શુક્રવાર 21 એપ્રિલ 2023ના રોજ મળશે. આ બેઠકમાં કંપનીના માર્ચ 2023 ક્વાર્ટર અને નાણાકીય વર્ષ 2022-23ના વાર્ષિક સ્ટેન્ડઅલોન અને કોન્સોલિડેટેડ ઓડિટેડ નાણાકીય પરિણામોને ધ્યાનમાં લેવામાં આવશે અને મંજૂર કરવામાં આવશે. મીટિંગ બાદ, વિશ્લેષકો અને મીડિયા સમક્ષ નાણાકીય પરિણામો પર પ્રેઝન્ટેશન પણ રજૂ કરવામાં આવશે.આજે શેર તેજી સાથે કારોબાર કરી રહ્યો છે.સવારે 9:49 am વાગ્યાના અપડેટ અનુસાર 6.85 રૂપિયા અથવા 0.29% વધારા સાથે 2347.20 રૂપિયા હતી.

  • Reliance Industries Ltd Share Price (19 Apr, 10:02 am) : 2,347.05 +6.70 (0.29%)

રિલાયન્સ માટે ડિસેમ્બર 2022 ક્વાર્ટર કેવું રહ્યું હતું?

રિલાયન્સ માટે ડિસેમ્બર ક્વાર્ટર મિશ્ર હતું. ઓક્ટોબર-ડિસેમ્બર 2022માં તેનો એકીકૃત ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 13.30 ટકા ઘટીને રૂ. 17806 કરોડ થયો હતો. જોકે ત્રિમાસિક ધોરણે 30 ટકાથી વધુનો ઉછાળો હતો. તે જ સમયે, તેની એકીકૃત કુલ આવક વાર્ષિક ધોરણે 14.8 ટકા વધીને રૂ. 2.4 લાખ કરોડ સુધી પહોંચી હતી.

રિલાયન્સ સ્ટોક પર્ફોમન્સ

NSE  પર રિલાયન્સના શેરની કિંમત 19 એપ્રિલ 2023 ના સવારે 9:49 am વાગ્યાના અપડેટ અનુસાર 6.85 રૂપિયા અથવા 0.29% વધારા સાથે 2347.20 રૂપિયા છે. છે. આ વર્ષે તે 8 ટકાથી વધુ નબળો પડ્યો છે. ગયા મહિને તેનો શેર એક વર્ષની નીચી સપાટીએ સરકી ગયો હતો. BSE પર ઉપલબ્ધ ડેટા અનુસાર ગયા વર્ષે 29 એપ્રિલ, 2022 ના રોજ શેર 2855 રૂપિયાના ભાવે હતો જે એક વર્ષની ઊંચી સપાટી હતી.જોકે બાદમાં  શેરની આ તેજી અહીં જ અટકી ગઈ અને ગયા મહિને 20 માર્ચ, 2023ના રોજ તે ઘટીને રૂ. 2180 પર આવી ગયો હતો. રિલાયન્સના શેર અત્યાર સુધીમાં નીચા સ્તરેથી 8 ટકાથી વધુ રિકવર થયા છે.

ડિવિડન્ડ અને Jio Financial Services IPO ની જાહેરાતની શક્યતા

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું પરિણામ આ વખતે સારું રહેવાની આશા છે. આ કારણે કંપનીના શેરના ભાવમાં વધારો જોવા મળી શકે છે જે કંપનીના શેર રોકાણકારોને સારી આવક આપી શકે છે. આ ઉપરાંત કંપની દ્વારા ડિવિડન્ડ(RIL Dividend) પણ જાહેર કરી શકાય છે અને આ રીતે કંપનીના રોકાણકારો પણ માલામાલ બની શકે છે. કંપની Jio Financial Services ના IPO સંબંધિત કેટલાક સંકેતો પણ આપી શકે છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

બિઝનેસના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">