AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RATAN TATAની કંપનીને 16 હજાર કરોડનું થયું નુકસાન, રોકાણકારોના પૈસા પણ ડૂબ્યાં

સોમવારે ટાટા સ્ટીલના શેરમાં જબરદસ્ત ઘટાડો થયો છે. BSE તરફથી પ્રાપ્ત માહિતી અનુસાર કંપનીનો શેર 10 ટકા ઘટીને 1247.35 રૂપિયા પર બંધ થયો. ટ્રેડિંગ સત્ર દરમિયાન કંપનીનો શેર 10 ટકા ઘટીને આ નીચલી સપાટીએ પહોંચ્યો હતો.

RATAN TATAની કંપનીને 16 હજાર કરોડનું થયું નુકસાન, રોકાણકારોના પૈસા પણ ડૂબ્યાં
Ratan Tata
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 21, 2021 | 8:27 AM
Share

ટાટા ગ્રુપ(TATA GROUP)ની સૌથી મોટી કંપનીઓમાંની એક ટાટા સ્ટીલ(TATA STEEL)ના શેરમાં સોમવારે 10 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. મોટા ઘટાડાના કારણે કંપનીના માર્કેટ કેપમાં લગભગ 16 હજાર કરોડનું નુકસાન થયું છે જ્યારે કંપનીના 100 શેર ધરાવતા રોકાણકારોએ આજે 13 હજાર રૂપિયાથી વધુનું નુકસાન કર્યું છે. ચાલો તમને એ પણ જણાવીએ કે BSE પરના આંકડા શું કહી રહ્યા છે.

ટાટા સ્ટીલના શેરમાં ભારે ઘટાડો સોમવારે ટાટા સ્ટીલના શેરમાં જબરદસ્ત ઘટાડો થયો છે. BSE તરફથી પ્રાપ્ત માહિતી અનુસાર કંપનીનો શેર 10 ટકા ઘટીને 1247.35 રૂપિયા પર બંધ થયો. ટ્રેડિંગ સત્ર દરમિયાન કંપનીનો શેર 10 ટકા ઘટીને આ નીચલી સપાટીએ પહોંચ્યો હતો. જ્યારે એક દિવસ પહેલા કંપનીનો શેર રૂ 1385.30 પર બંધ થયો હતો અને આજે સોમવારે સવારે રૂ 1356 પર ખુલ્યો હતો.

એક દિવસમાં લગભગ 16 હજાર કરોડનું નુકસાન બીજી બાજુ આ ઘટાડાને કારણે કંપનીના માર્કેટમાં મોટો ઘટાડો થયો છે. કંપનીના માર્કેટ કેપને લગભગ 16,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. જે બાદ કંપનીનો એમકેપ ઘટીને 150824.30 કરોડ રૂપિયા થઈ ગયો છે. શુક્રવારે જ્યારે કંપનીનું માર્કેટ કેપ રૂ 1,66,702.75 કરોડ હતું. નિષ્ણાતોનું માનવું હોય તો આગામી દિવસોમાં વધુ ઘટાડો જોવા મળી શકે છે.

છેલ્લા ચાર દિવસમાં 15 ટકાનો ઘટાડો થયો છે આશ્ચર્યજનક વાત એ છે કે છેલ્લા 4 ટ્રેડીંગ દિવસોમાં ટાટા સ્ટીલના શેરમાં 15 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. 14 સપ્ટેમ્બરના રોજ કંપનીનો શેર રૂ 1,476 પર પહોંચી ગયો હતો. ત્યાંથી કંપનીનો શેર સતત નીચે આવી રહ્યો છે. માહિતી અનુસાર આંતરરાષ્ટ્રીય બજારમાં આયર્ન ઓરની કિંમતમાં જબરદસ્ત ઘટાડો થયો છે જેના કારણે સ્ટીલની કિંમત પણ નીચે આવી છે. જેની અસર દેશની સૌથી મોટી કંપની ટાટા સ્ટીલના શેરમાં જોવા મળી રહી છે.

રોકાણકારોને નુકસાન ટાટા સ્ટીલના શેરમાં સતત ઘટાડાને કારણે રોકાણકારોને પણ નુકસાન થયું છે. સોમવારે તો કંપનીનો શેર અગાઉના સત્રની સરખામણીમાં લગભગ 132 રૂપિયા પ્રતિ શેર ઘટી ગયો છે. જો કોઈ રોકાણકાર પાસે 100 શેર હોય તો તેને 13,200 રૂપિયાનું નુકસાન થયું છે. તમને જણાવી દઈએ કે આ વર્ષે ટાટા સ્ટીલે રોકાણકારોને 105 ટકાનું વળતર આપ્યું છે. તે જ સમયે છેલ્લા એક વર્ષમાં ટાટા સ્ટીલના સ્ટોકે રોકાણકારોને લગભગ 2 ગણાથી વધુ વળતર આપ્યું છે.

આ પણ વાંચો : મોટું પ્રીમિયમ ભરવા છતાં Medical Insurance માં 100% ક્લેઇમ કેમ પાસ થતો નથી! જાણો આ અંગેના શું છે નિયમ

આ પણ વાંચો : અલગ-અલગ રાજ્યમાં ટ્રાન્સફર થતા લોકોના વાહનો માટે સરકારે બનાવી સરળ પ્રકિયા, જાણો વિગતવાર

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">